શરીરના સ્નાયુઓની જેમ આપણા મગજને પણ કસરતની જરૂર પડે છે – રોજેરોજ, નિયમિત કસરત! મગજે તેની પૂરેપૂરી કાર્યક્ષમતાએ પહોંચાડવા માટે આપણને સતત તેની ધાર કાઢતા રહેવું પડે. સ્માર્ટફોમાંની સંખ્યાબંધ એપ્સ આપણને આ કામમાં મદદ કરી શકે છે. આવી એક એ છે માઇન્ડ ગેમ્સ.
વાસ્તવમાં આ એપમાં કુલ ૨૮ પ્રકારની બ્રેઇન ટ્રેનિંગ ગેમ્સ છે એ કુલ ૧૦૦થી વધુ ડિફિકલ્ટી લેવલ્સ છે. આ એક એપમાં આપણે વિવિધ પ્રકારની મેથ ગેમ, વર્ડ ગેમ્સ વગેરે રમવાની મજા મળી શકે છે. સારી વાત એ છે કે કોઈ એક ગેમ પતાવ્યા છી જ બીજામાં જઈ શકાય એવું નથી, ચાહો તે ગેમની શરૂઆત કરી શકાય છે.
એ આપણું પ્રોગ્રેસ કાર્ડ પણ તૈયાર કરી ઓ છે. વેકેશન સિવાયના દિવસોમાં પણ રમો તો કોઈ ટોકે નહીં એવી આ ગેમ્સ છે એ નાના-મોટા સૌને ગમે એવી છે!
ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરો : Maind Games -Brain Training
યાદશક્તિ વધારતી એપ
આ એપમાં જુદાં જુદાં ૨૦ સેશન્સની મજા લૂંટી શકાય છે. આ ગેમ વિવિધ લેવલમાં આપણે જુદા જુદા આકંડા, રંગો અને નામ યાદ રાખવાનું કહે છે એ પછી આપણે જેમ જેમ સફળતાૂર્વક જવાબો આપતા જઈએ તેમ તેમ એ આપણા મગજું વધુ દહીં થાય એ માટે ડિફિકલ્ટી લેવલ વધારતી જાય છે. આ પણ ફ્રી ગેમ છે. ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરો : Memory Trainer

