સ્માર્ટફોન અત્યંત સસ્તા બનાવવાની જાણે હરીફાઈ શરૂ થઈ હોય એવું લાગે છે. હજી હમણાં જ માંડ રૂ. ૨,૨૯૯ના ફાયરફોક્સ ફોન લોન્ચ થયા છે એ ત્યાં સમાચાર આવ્યા છે કે જીવી જેએસી ૨૦ નામનો એક એન્ડ્રોઇડ ફોન ફક્ત રૂ. ૧,૯૯૯માં મળી રહ્યો છે! આટલા સસ્તા ફોનમાં સ્વાભાવિક રીતે સંતોષજનક ફીચર્સ હોય, પણ ગૂગલે વધુ ને વધુ ભારતીયોના હાથમાં, પ્રમાણમાં સારા સ્માર્ટફોન લાવી દેવા ન ક્કી કર્યું છે.
આગળ શું વાંચશો?
- શું એન્ડ્રોઈડ વન એ એન્ડ્રોઈડનું જેલિબીન કે કિટકેટ જેવું નવું વર્ઝન છે?
- એન્ડ્રોઈડ પર ચાલતા બીજા ફોન અને એન્ડ્રોઈડ વનમાં ખરેખર ફેર શું છે?
- આ ફોન લેવાના બીજા કોઈ ફાયદા?
- ઓકે, તો આ ફોન લેવો હોય તો ત્રણમાંથી ક્યો લેવો?
ગૂગલે અત્યારે ત્રણ ભારતીય કંપની સાથે જોડાણ કરીને, સાવ સસ્તા તો નહીં, પણ છ-સાડા છ હજારની રેન્જમાં પ્રમાણમાં ઘણાં સારાં સ્પેસિફિકેશન્સ ધરાવતા ફોન લોન્ચ કર્યા છે.
ગૂગલના એન્ડ્રોઇડ, ક્રોમ એ એપ્સ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સુંદર પિચાઈએ જૂન મહિનામાં ‘એન્ડ્રોઇડ વન’ પ્રોગ્રામની જાહેરાત કરી હતી એ ગયા મહિને તેનું લોન્ચિંગ ભારતમાં કરવામાં આવ્યું ત્યારે ખુદ પિચાઈ ભારત આવ્યા.
જો તમે આ દિવાળીના અરસામાં સ્માર્ટફોન લેવાનો વિચાર કરતા હશો તો ગયા મહિને અખબારોમાં, ત્રણ ઓનલાઇન સ્ટોર્સ એ ત્રણ ઇન્ડિયન કંપનીની આખેઆખા પેજની એન્ડ્રોઈડ વન ફોનની જાહેરાત જોઈને મૂંઝવણમાં મૂકાયા હશો. ત્રણે કંપનીના મોબાઇલની કિંમત લગભગ સરખી અને ફીચર્સ પણ લગભગ સરખાં છે. પણ ત્રણેયમાં એક મહત્ત્વની સમાનતા છે – ત્રણે ફોન એન્ડ્રોઇડ વન પર ચાલે છે.
જો તમે આ એન્ડ્રોઇડ વ એક્ઝેક્ટલી શું છે એ સવાલ ગૂંચવતો હોય તો આ રહ્યા જવાબ…
શું એન્ડ્રોઇડ વન એ એન્ડ્રોઇડું જેલિબી કે કિટકેટ જેવું નવું વર્ઝન છે?
ના. ગૂગલ એન્ડ્રોઇડ વનને તેા એક પ્રોગ્રામ તરીકે વધુ ઓળખાવે છે. ગૂગલ કહે છે કે દુનિયાના ૧.૭૫ અબજ લોકો પાસે ભલે સ્માર્ટફોન આવી ગયો, પણ હજી પાંચ અબજથી વધુ લોકો પાસે જ્ઞાનના અગાધ સ્રોત જેવો આ જાદુઈ ચિરાગ પહોંચ્યો નથી.સ્માર્ટફોનનાં હાર્ડવેર, સોફ્ટવેર અને કનેક્ટિવિટી આ ત્રણેય બાબત, સમાજના છેવાડાના વર્ગને ધ્યાનમાં લઈએ તો હજી પણ ઘણી મોંઘી છે. ગૂગલે આ ત્રણેય બાબતે વિવિધ કંપનીઓ સાથે હાથ મિલાવીને, ઉપયોગમાં જબરજસ્ત પણ કિંમતમાં સારા એવા સસ્તા સ્માર્ટફોન બનાવવાની પહેલ કરી છે, જેને નામ આપ્યું છે એન્ડ્રોઇડ વન. અલબત્ત, આ આખી વાતમાં ઉમદા હેતુ ઉપરાંત, સ્માર્ટફોનના માર્કેટ પર પોતાની પકડ મજબૂત કરવાનો ગૂગલનો વ્યૂહ હોય એવી પણ પૂરી શક્યતા છે.
એન્ડ્રોઇડ પર ચાલતા બીજા ફોન એ એન્ડ્રોઇડ વનમાં ખરેખર ફેર શું છે?
બધા એન્ડ્રોઇડ ફોનમાં એન્ડ્રોઇડની એક સરખી ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એવું નથી. ગૂગલની આ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓ સોર્સ પ્રોજેક્ટ (એઓએસી) તરીકે જુદી જુદી હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને મળે છે. આ કંપનીઓ પોતાની રીતે તેમાં ફીચર્સ ઉમેરે છે કે ઓછાં કરે છે, તેમ જ પોતાની રીતે યુઝર ઇન્ટરફેસ તૈયાર કરે છે. મોંઘા સ્માર્ટફોનમાં આવા કસ્ટમાઇઝેશનથી સરસ પરિણામ મળે છે, પણ સસ્તા ફોનની સિસ્ટમને મોડિફાય કરવા જતાં, તેમાં હાર્ડવેર પાવરફૂલ હોવો કારણે ફોનના પર્ફોર્મન્સ પર અસર થાય છે.
એન્ડ્રોઇડ વનમાં, ગૂગલની પોતાની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ તેા મૂળ સ્વરૂપે જ મળે છે. માઇક્રોમેક્સ, કાર્બન કે સ્પાઈસ જેવી કંપની નહીં પણ ગૂગલ જ નક્કી કરે છે કે તેા ફોનમાં હાર્ડવેર એ સોફ્ટવેર કેવાં અને કયાં હશે.
આ ફોન લેવાના બીજા કોઈ ફાયદા?
બાજુના પેજ પર તમે વાંચશો તેમ, એન્ડ્રોઇડ વનથી ઓછી કિંમતમાં બીજી અમુક બ્રાન્ડા ફોનમાં ઘણાં વધુ સારાં સ્પેશિફિકેશન્સ મળે છે. જો તમારા માટે એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન બહુ મહત્ત્વનું હોય તો એ નોંધવું રહ્યું કે ઘણા ખરા સસ્તા ફોનમાં ભાગ્યે જ એન્ડ્રોઇડ અપડેટ મળે છે, જ્યારે એન્ડ્રોઇડ વનમાં આપણે બે વર્ષ સુધી અપડેટ્સ મળવાની ગેરંટી છે, પરિણામે કિટકેટ પછીનું એન્ડ્રોઇડ એલ વર્ઝન પણ આપણને મળશે. એ ઉપરાંત, જો તમે એરટેલના ગ્રાહક હો તો તમે દર મહિેને ૨૦૦ એમબી સુધીની મર્યાદામાં પ્લે સ્ટોરમાની એપ્સ ડાઉનલોડ કરી શકો છો એ ઓએસ અપડેટ પણ મફતમાં કરી શકો છો. જોકે આ લાભ છ મહિના સુધી મળે છે. ત્રણે કંપની જરા જરા જુદા વધારાના લાભ પણ આપે છે.
ઓકે, તો આ ફોન લેવો હોય તો ત્રણમાથી કયો લેવો?
આગળ કહ્યું તેમ, ત્રણેય ફોન હાર્ડવેર એ સોફ્ટવેરની રીતે બિલકુલ સરખા છે. તમને જે કંપની વિશ્વાસપાત્ર લાગતી હોય અને જેની આફ્ટરસેલ્સ સર્વિસ માટે મિત્રોના સારા અનુભવ હોય એ કંપની પસંદ કરી શકાય. અત્યારે ત્રણેય કંપનીના ફોન માત્ર ઓનલાઇન સ્ટોર્સમાં ઉપલબ્ધ છે ગૂગલ કહે છે કે થોડા સમયમાં તેઓ માર્કેટમાં મળતા થશે, તેમ જ બીજી કંપનીઓમાં પણ એન્ડ્રોઇડ વનનો લાભ મળશે. ડિસેમ્બર સુધીમાં નવાં સ્પેશિફિકેશન્સ સાથેના બીજા એન્ડ્રોઇડ વન ફોન મળતા થવાની શક્યતા છે.
અને છેલ્લે, આ પ્રાઇસરેન્જમાં સ્માર્ટફોન ખરીદવા માગતા લોકો માટે મહત્ત્વની વાત – ગૂગલના સુંદર પિચાઈ કહે છે કે ખાસ ભારતને ધ્યાનમાં રાખીને એન્ડ્રોઇડ વન ફોન તૈયાર કરવામાં આવ્યા છે. આ ફોન્સમાં ૧૭ ભાષાના ફોન્ટ પ્રિઇન્સ્ટોલ્ડ છે, એટલે તમે ફેસબુકની એપમાં ગુજરાતી વાંચી-લખી શકશો, પણ એન્ડ્રોઇડ વનની પોતાની સાઇટ કે ત્રણેય સ્માર્ટફોનની કંપનીની સાઇટ પર આ ભાષાઓ કઈ કઈ છે તે વિશે કોઈ સ્ષ્ટતા મળતી નથી.

