(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એન્જિનીયરિંગનો એક અનોખો ક્લાસરૂમ

ટેક્નોલોજી ક્ષેત્રે દેશમાં શિરમોર આઇઆઇટીમાં એડમિશન ન મળે તો? તો તમારા માટે અને આજીવન એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર થયું છે આ પોર્ટલ…

એક સવાલ – કોંક્રિટ એટલે શું? તમે કહેશો કે સીમેન્ટ, કપચી અને પાણીનું મિશ્રણ, બીજું શું? વાત સાવ સાચી, પણ આ કોંક્રિટ વિશે અને તેની મદદથી રીઇન્ફોર્સ્ડ સ્ટ્રક્ચર્સ ડિઝાઇન કરવા વિશે પૂરી ૫૫ મિનિટનો વીડિયો હોય એ વાત – એન્જિનીયરિંગ જેનો વિષય નથી એવા – આપણી જેવા લોકોના મગજમાં ઝટ ઊતરે નહીં.

એન્જિનીયરિંગ જેમનો વિષય છે એ કહેશે કે કોંક્રિટ વિશે તો એથી પણ ઘણું વધુ જાણી શકાય – જો તમે ખરેખર સારી કોલેજમાં ભણ્યા કે ભણતા હો તો.

આ સારી કોલેજવાળો મુદ્દો અગત્યનો છે કારણ કે ભારતમાં ટેકનિકલ એજ્યુકેશનના જે ખેરખાંઓ છે, એમનો આ વિશે અભિપ્રાય વાંચો: “અત્યારે ભારતનાં ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂશન્સ જેટલી સંખ્યામાં ક્વોલિફાઇડ ગ્રેજ્યુએટ્સ પૂરા પાડી શકે છે તેની સરખામણીમાં ટ્રેઇન્ડ એન્જિનીયર્સ અને ટેક્નોલોજિસ્ટ્સની જરૂરિયાત ઘણી વધુ છે. એન્જિનીયરિંગની બધી શાખામાં ફૂલ્લી ક્વોલિફાઇડ અને ટ્રેઇન્ડ ટીચર્સ ધરાવતાં ઇન્સ્ટિટ્યૂટ્સ પણ બહુ ઓછાં છે. મોટા ભાગના ટીચર્સ યુવાન અને બિનઅનુભવી છે. એટલે જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી) જેવી સંસ્થાઓએ સૌને અલગ અલગ મીડિયા દ્વારા હાઇ ક્વોલિટીનું ટીચિંગ/લર્નિંગ કન્ટેન્ટ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો કરવા જોઈએ.”

ટૂંકમાં શિક્ષણના નિષ્ણાતો બરાબર સમજે છે કે એન્જિનીયરિંગની દેશની ટોચની સંસ્થાઓ અને અન્ય (સરકારી અને ખાનગી કોલેજો)ની ફેકલ્ટીઝના જ્ઞાન-અનુભવ-આવડત વચ્ચે બહુ મોટું અંતર છે અને તેને કોઈ રીતે પૂરવું રહ્યું.

આ કોઈ રીત એટલે એક http/nptel.ac.in/ નામનું એક પોર્ટલ. દેશની સાત આઇઆઇટી અને આઇઆઇએસસીએ સાથે મળીને નેશનલ પ્રોગ્રામ ઓન ટેક્નોલોજી એન્હેન્સ્ડ લર્નિંગ નામે એક પ્રોગ્રામ શરૂ સ્થાયો નાએ. આ નિષ્ણાતો અને અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીના નિષ્ણાતોએ છેક ૧૯૯૯-૨૦૦૩ દરમિયાન આવા કોઈ પ્રોજેક્ટને આકાર આપવા લાંબી ચર્ચિવિચારણા કરી હતી.

પ્રોજેક્ટનું લક્ષ્ય, પહેલા તબક્કામાં એન્જિનીયરિંગની મુખ્ય પાંચ શાખા (સિવિલ, કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને મિકેનિકલ) તથા અન્ય કોર સાયન્સ પ્રોગ્રામ્સને સંબંધિત કુલ ૧૦૦ કોર્સ માટે વેબ બેઝ્ડ સપ્લીમેન્ટરી કન્ટેન્ટ તથા દરેક કોર્સદીઠ ૪૦ કલાકનું કન્ટેન્ટ મળે એવા કુલ ૧૦૦ કમ્પ્લીટ વીડિયો કોર્સ તૈયાર કરવાનું હતું.

આ તમામ કોર્સ એન્જિનીયરિંગનો ગ્રેજ્યુએટ લેવલે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે અને એ તમામ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ)એ સૂચવેલા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. કોલેજનાં સેમેસ્ટર મુજબ કયાં લેકચર્સ જોવાં જોઈએ એનાં સૂચન પણ અહીં મળશે.

અત્યારે સાઇટ પર એરોસ્પેસ એન્જિનીયરિંગ, બાયોટેક્નોલોજી, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ, એન્વાયર્નમેન્ટલ સાયન્સ, મેથેમેટિક્સ, એટમોસ્ફરિક સાયન્સ, ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ, મેટલર્જી એન્ડ મટિરિયલ સાયન્સ, મેનેજમેન્ટ, માઇનિંગ, ટેક્સસાઇટ વગેરે વિષયોના વીડિયો કે વેબ કન્ટેન્ટ ઉપલબ્ધ છે.

વિશ્વસ્તરે આ પ્રકારનાં બે-ત્રણ પોર્ટલ ખાસ નોંધપાત્ર છે, જેમ કે આપણે આ અગાઉ એકેડમિક અર્થ (http://academicearth.org/), મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)ના ઓપનકોર્સવેર (http://ocw.mit.edu/) અને ટેડ લેક્ચર્સ (http://www.ted.com/) વાત કરી ગયા છીએ. એ બધામાં, વિવિધ વિષયોનાં લેક્ચર્સ આપણે ઘેરબેઠાં જોઈ-સાંભળી શકીએ છીએ. એનપીટીઇએલનો મોટો ફાયદો એ છે કે તેમાંનું ક્ધટેન્ટ ભારતીય સંદર્ભમાં અને સમજાય એવા ઇંગ્લિશમાં છે!


ઉપરાંત આ પોર્ટલના પહેલા અને બીજા તબક્કાનું કન્ટેન્ટ ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે કુલ લગભગ ૧૬૦૦૦ કલાકનાં વીડિયો લેક્ચર્સવાળા ૪૦૦ વીડિયો લેકચર કોર્સીઝ સાથે આ પોર્ટલ ટેકનિકલ લેક્ચર-કોર્સનો વિશ્વનો સૌથી મોટો સ્રોત બની જશે. જૂન ૨૦૧૪ સુધીમાં આ પોર્ટલ પર કુલ ૩૭૨ વેબ કોર્સીઝ  ૩૯૮ વીડિયો કોર્સીઝ ઉપલબ્ધ થઈ ગયા છે, જેનો સૌ કોઈ મફતમાં લાભ લઈ શકે છે.

મજાની વાત એ છે કે આ લેક્ચર્સ ડાઉનલોડ પણ કરી શકાય છે. ગૂગલે આ એકેડમિક ચેનલ હોસ્ટ કરવા માટે ફ્રી બેન્ડવિથ આપી છે. સમગ્ર પ્રોજેક્ટ માટેનાં નાણાં કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયે આપ્યાં છે.

આપણે વાતની શરૂઆત કોંક્રિટથી કરી હતી, તો એના જ સંદર્ભમાં વાતનું સમાપન કરીએ. સિવિલ એન્જિનીયરિંગનો એક ફાંટો છે આર્કિટેક્ચર. તેમાં કોંક્રિટ ઉપરાંત કળાનું તત્ત્વ પણ ઉમેરાય છે – બાંધકામ મજબૂત પણ હોવું જોઈએ અને સુંદર પણ હોવું જોઈએ.

આ પોર્ટલ મજબૂત તો છે, બહુ સુંદર નથી! તમે ભૂલથી આ પોર્ટલ પર જઈ ચઢ્યા હો તો ખાસ આગળ વધ્યા વિના જ બહાર નીકળી જાવ એવી પૂરી શક્યતા.

એ મર્યાદાને બાદ કરતાં, એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને આજીવન અભ્યાસુઓ સૌને માટે આ પોર્ટલ અત્યંત ઉપયોગી છે – જોજો અને પૂરતો લાભ લેજો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!