(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કોન્ટેક્ટ લેન્સ

તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે? બેલ્જિયમની એક નોન-પ્રોફિટ સંસ્થા ‘ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશન’ના વર્ષ ૨૦૧૩ના આંકડા કહે છે કે દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત આખા વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે અને યુએસ ત્રીજા નંબરે છે. આ ત્રણેય દેશોની કુલ વસતી ધ્યાને લઈએ તો આ આંકડા ખાસ નવાઈજનક ન લાગે, પણ આ દેશોમાં ૨૦થી ૭૯ વર્ષની વયમર્યાદામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા જે ઝડપે વધી રહી છે તે ચોક્કસ ચિંતાજનક છે. ત્યાં સુધી કે આ સંસ્થાએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે વિશ્વ ડાયાબિટીસ સામેની લડાઈ હારી રહ્યું છે! અત્યારે દુનિયામાં દર ૧૯માંથી ૧ વ્યક્તિને ડાયાબિટીસ છે.

આગળ શું વાંચશો?

  • ગુજરાતી સાહિત્યનો ખજાનો

તમારા પરિચિતોમાં કોઈને ડાયાબિટીસ હશે તો તમને ખ્યાલ હશે કે ડાયાબિટીસ પોતે બહુ મુશ્કેલ રોગ નથી. તેને નિયમિત રીતે અંકુશમાં રાખી શકાય તો દર્દી બીજા લોકો જેવું જ સામાન્ય અને સ્વસ્થ જીવન જીવન શકે, પણ નિયમિત રીતે અંકુશમાં રાખી શકાય તો. ન રાખી શકાય, તો કિડની, આંખ, હૃદય વગેરે પર લાંબા ગાળાની અસર થઈ શકે છે.

સવાલ એ થાય કે ડાયાબિટીસ પર નિયમિત રીતે અંકુશ કેવી રીતે રાખી શકાય? નિયમિત દવા, કસરત અને ખોરાકમાં પરેજી તેનો રામબાણ ઇલાજ છે, પણ લોહીમાં ખાંડનો વધારો કે ઘટાડો બંને જોખમી હોય છે. તેને સંતુલિત રાખવા માટે નિયમિત રીતે શરીરમાં ગ્લુકોઝના પ્રમાણનું પરીક્ષણ જ‚રી છે. આવું પરીક્ષણ હવે ગ્લુકોમીટરની મદદથી ઘેરબેઠાં પણ થઈ શકે છે, પણ વારંવાર લોહી કાઢવા આંગળીમાં સોઈ ઘોંચવી પીડાદાયક છે.

ગૂગલ કહે છે કે આનો કંઈક ઉપાય હોવો જોઈએ. તમને થશે કે હવે હદ થાય છે, દરેક વાતમાં ગૂગલનો ચંચૂપાત જ‚રુરી છે? પરંતુ ગૂગલમાં ‘ગૂગલ એક્સ’ નામે અલગ અલગ પ્રોજેક્ટ ચાલે છે અને ગૂગલ કહે છે કે ગૂગલ એક્સમાં તેના પ્રોજેક્ટ હંમેશા સાવ કપોળકલ્પિત કે શેખચલ્લીના તુક્કા જેવા લાગી શકે છે. એટલે જ તો અત્યારે ઓટોવર્લ્ડમાં ડ્રાઇવરલેસ કાર વિક્સાવવાની જે રેસ ચાલી રહી છે તેમાં ગૂગલ કદાચ સૌથી આગળ છે, જેનું કામ ઓટો મેન્યુફેક્ચરિંગનું તો નથી જ!

ગૂગલે તેના ઓફિશિયલ બ્લોગ પર ગયા મહિને જાહેરાત કરી છે કે તેણે સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ ડેવલપ કરવાનો એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ઘણાં વર્ષોથી તબીબી વૈજ્ઞાનિકો શરીરનાં વિવિધ પ્રવાહી, જેમ કે આંખમાંનાં પાણી કે આંસુ પરથી લોકોના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાણવા માટે પ્રયોગો કરી રહ્યા છે. નસમાંથી લોહી મેળવવાનું પીડાદાયક છે, પણ સહેલું છે, આંખનાં આંસુને કેવી રીતે કસનળીમાં લેવાં?

ગૂગલ આ માટે મિનિએચર ઇલેક્ટ્રોનિક્સને કામે લગાડવા માગે છે. ગૂગલે જે કાચો નમૂનો તૈયાર કર્યો છે તેમાં કોન્ટેક્ટ લેન્સનાં બે પડ વચ્ચે અત્યંત સૂક્ષ્મ ચીપ અને સેન્સર બેસાડવામાં આવેલ છે, જે દર સેકન્ડે રીપીટ, દર સેક્ધડે આંસુમાં ગ્લુકોઝનું પ્રમાણ માપી શકે છે. આ ડેટાને આંખ બહારના રીસિવર સુધી પહોંચાડવા માટે લેન્સમાં આપણા વાળ કરતાંય પાતળી એવી એક એન્ટેના છે.

ગ્લુકોઝનું પ્રમાણ યોગ્ય માત્રા કરતાં વધે કે ઘટે તો લેન્સમાં જ લાલ લાઇટ થાય એવી સૂક્ષ્મ એલઇડી લાઇટ ગોઠવવાની મથામણ પણ ચાલી રહી છે. ગૂગલ કહે છે કે તેણે વિવિધ ક્લિનિકલ રીસર્ચ સ્ટડીઝ પૂરા કરી લીધા છે અને હવે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સાથે આગળની વાતચીત ચાલી રહી છે.

ગૂગલ અનેક રીતે આપણી વધુ ને વધુ માહિતી મેળવવા માટે અને પછી આપણને સંબંધિત જાહેરાતો મોકલવા માટે જાણીતી છે, પણ આ બાબતમાં ગૂગલ સ્પષ્ટતા કરે છે કે આ ડેટા ગૂગલના સર્વરમાં પહોંચશે નહીં.

ગૂગલનો આ પ્રયોગ નવો નથી, પણ અત્યાર સુધી ડાયાબિટીસના નિયમિત અને ઓછા પીડાદાયક પરીક્ષણ સંબધિત બધા પ્રયોગો, ખાસ કરીને તેમની આકરી કિંમતના કારણે લોકભોગ્ય બન્યા નથી. ગૂગલ હંમેશા ફ્રી અને પેઇડ બંને પ્રકારના ઓપ્શન આપવા માટે વિખ્યાત છે. ડાયાબિટીસ રોગના દર્દીઓ માટે એક આશાનું કિરણ ચોક્કસ જાગ્યું છે – એ સફળ થશે કે નહીં અને થશે તો આપણા સુધી ક્યારે પહોંચશે એ જ સવાલ રહ્યો.

 


ગુજરાતી સાહિત્ય ખજાનો

પૂર્વે રચાયેલા અને હાલ સર્જાતા સાહિત્યમાંથી વીણેલી સામગ્રી, ગુજરાતીભાષા પ્રેમીઓને પાઠવી, તેમને ગુજરાતીભાષા ને સાહિત્યના સતત પરિચયમાં રાખવાના નિધર્રિથી, ૨૦૦૫થી સુરતના શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને સાથીદારો સ્વ. રતિલાલ ચંદરયા, શ્રી બળવંતભાઈ પટેલ અને શ્રી અશોક કરણિયા ‘સન્ડે-ઈ-મહેફિલ’ના ઉપક્રમ થકી જીવનપોષક રચનાઓને ઈ-મેઇલના માધ્યમ મારફત અવિરત પહોંચાડતા રહ્યા છે.


હવે આ બધી જ કૃતિઓને તેઓ ઈબુક્સના સ્વ‚પે અગિયાર ભાગમાં રજૂ કરી રહ્યા છે. વળી, આ બધી જ ઈબુક્સ પીડીએફ અને ઈપબ આ બે સ્વ‚પે નિ:શુલ્ક ડાઉનલોડ કરવા માટે પ્રજાસત્તાકદિનથી ઉપલબ્ધ છે.

આ ૨૭૫ રચનાઓમાં વાર્તાઓ, લઘુકથાઓ, જીવનપ્રસંગો, પ્રસંગચિત્રો, આરોગ્ય, હાસ્યનિબંધો, ગઝલ-ગીત-કાવ્યો-બાળકાવ્યો-પ્રતિકાવ્યો, મુલાકાત, પ્રવાસકથા વગેરે પુષ્કળ વૈવિધ્ય છે. સર્જકોમાં સર્વ શ્રી ભગવતીકુમાર શર્મા ગુણવંત શાહ, ક. મા. મુનશી, રઘુવીર ચૌધરી, દિનેશ પંચાલ, ચન્દ્રકાંત બક્ષી, વષર્િ અડાલજા, સ્વામી આનંદ, રસિક ઝવેરી, સચ્ચિદાનંદજી, અરુણા જાડેજા, મહાવીર ત્યાગી, અવન્તિકા ગુણવંત, રતિલાલ બોરીસાગર, તરુ કજારિયા, ચન્દ્રકાંત ટોપીવાળા, ધીરુબહેન પટેલ, શશિકાંત શાહ, શરીફા વીજળીવાળા છે તો કવિઓમાં રઈશ મણિયાર, મુકુલ ચોકસી, નયન દેસાઈ, ગૌરાંગ ઠાકર, કૃષ્ણ દવેથી માંડી લક્ષ્મી ડોબરિયા અને ભરત વિંઝુડા પણ છે. આખી યાદી બહુ લાંબી છેે.

આમ, આ બધા સાહિત્યકારોની પસંદીદા કૃતિઓ આપણને એક સાથે વાંચવા મળી જાય અને એ પણ કમ્પ્યુટરની સાથે સાથે મોબાઇલ, ટેબલેટ કે આઈપેડ જેવાં અત્યાધુનિક ઉપકરણો પર પણ, તો તે ખરેખર ટેક્નોલોજી મારફત ભાષા સંવર્ધન માટેનું આવકરાદાયક પાસું ગણી શકાય.

આ બધી જ રચનાઓની ઈબુક્સ તમે ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો http://www.gujaratilexicon.com/ebooks  ૨૭૫ વાચનસામગ્રીના આવા અગિયાર ભાગ છે. ડાઉનલોડ કરવાનું ન ફાવે તો આપ ઉત્તમભાઈને (uttamgajjar@gmail.com)  ઈમેલ કરીને પણ મંગાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!