(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

૫૧૨ જીબીનું એસડી કાર્ડ

ડિજિટલ ડેટાનું પ્રમાણ કેટલું વધતું જાય છે એ જુઓ – હવે આપણે એસડીકાર્ડ લેવા જઈએ તો દુકાનદાર ૮ કે ૧૬ જીબીનું એસડી કાર્ડ બતાવે છે. ૨-૪ જીબીનાં કાર્ડ તો હવે જાણે ખોવાઈ જ ગયાં છે. જોકે હવે ૮-૧૬ જીબીનાં કાર્ડ પણ ભૂલાવા લાગે એવા દિવસો દૂર નથી.

છેક ૨૦૦૩માં સેન્ડિસ્ક કંપની ૫૧૨ એમબી (જીબી નહીં!)નું તેનું પહેલું એસડી કાર્ડ લોન્ચ કર્યું હતું. ત્યારથી આજ સુધીના એક દશકમાં એસડી કાર્ડની કેપેસિટીની ડિમાન્ડ સતત વધતી રહી છે અને હમણાં હમણાં જ સેન્ડિસ્ક કંપનીએ ૫૧૨ જીબીનું એસડી કાર્ડ રજૂ કર્યું છે.

ચપટીમાં સમાય એવા આ કાર્ડની સાઇઝ તો એની એ જ રહી છે, પણ તેની સ્ટોરેજ કેપેસિટી ૧૦૦૦ ગણી વધી ગઈ છે. આ કાર્ડમાં ૯૦ એમબી/સેક્ધડની સ્પીડે ડેટા રાઇટ થઈ શકશે. હાઇ-રેઝોલ્યુશન વીડિયો રેકોર્ડિંગ અને ૪કે અલ્ટ્રા એચડી વીડિયો રેકોર્ડ કરવા માટે પણ આ કાર્ડ કામ લાગશે.

આ કાર્ડમાં એમપી૩ ફોર્મેટનાં લગભગ ૮૦૦ આલબમ અને ૧૫૦ જેટલી મૂવી સ્ટોર કરી શકાશે!

અને કિંમત? આ કાર્ડ લગભગ ૮૦૦ ડોલર એટલે કે લગભગ અડધો લાખ રૂપિયામાં મળશે, પછી કિંમત ધડાધડ નીચે ઊતરશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!