(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝ સાથે કામકાજ, સહેલું બનશે આ રીતે…

એકથી વધુ વિન્ડો ઓપન કરીને કામ કરતા હો તો બધી વિન્ડોને સહેલાઈથી મેનેજ કરવાની કેટલીક રીત જાણી લેવા જેવી છે.

આગળ શું વાંચશો?

  • તમારા મનગમતા આઈકન ગોઠવો

કમ્પ્યુટરમાં કામ કરતી વખતે ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે એક પછી એક સંખ્યાબંધ પ્રોગ્રામ કે વિન્ડો ઓપન કરી નાખીએ અને પછી ગૂંચવાયા કરીએ. આવું તમારી સાથે વારંવાર બનતું હોય તો વિન્ડોઝ ૭માં, તમે ઓપન કરેલી વિન્ડોઝ સાથે કામ પાર પાડવામાં નીચેની માહિતી તમને ઉપયોગી થશે :

  • કઈ કઈ વિન્ડો ઓપન છે તેની યાદી જોવા માટે : સ્ક્રીનના તળિયે રહેલા ટાસ્કબારમાં દરેક ઓપન વિન્ડોનો આઇકન જુઓ.
  • એક ઓપન વિન્ડોમાંથી બીજી વિન્ડોમાં જવા માટે : અહિ Alt+Tab ક્લિક કરશો એટલે સ્ક્રીન પર વચ્ચોવચ એક નાની વિન્ડો ખૂલશે, જેમાં તમે ખોલેલી બધી જ વિન્ડોના આઇકન લાઇનબંધ જોવા મળશે. હવે All કી પ્રેસ કરી રાખીને વધુ વાર Tab કી પ્રેસ કરતા જશો તેમ જુદા જુદા આઇકન હાઇલાઇટ થવા લાગશે. જે વિન્ડો ઓપન કરવી હોય તે હાઇલાઇટ થાય એટલે All કી છોડી દેતાં એ વિન્ડો ઓપન થશે.
  • ઓપન હોય એ બધી જ વિન્ડોઝ આપણે એક સાથે જોઈ શકીએ એ રીતે સ્ક્રીન પર ગોઠવવા માટે : ટાસ્કબારમાં જમણે ખૂણે આપેલ ઘડિયાળ પર માઉસથી રાઇટ ક્લિક કરો અને Show Windows stacked કે Show windows side by side વિકલ્પ પર ક્લિક કરો. બધી જ ઓપન વિન્ડો યોગ્ય રીતે ગોઠવાઈ જશે.
  • બધી ઓપન વિન્ડોને ‘કાસ્કેડ’ કરવા માટે, એટલે કે એકની ઉપર બીજી વિન્ડો આવે એ રીતે ગોઠવવા માટે : ફરી ટાસ્કબારમાં જમણે ખૂણે આપેલ ઘડિયાળ પર માઉસથી રાઇટ ક્લિક કરો અને Cascade windows વિકલ્પ પર ક્લિક કરો. બધી જ ઓપન વિન્ડો રમતનાં પત્તાંની જેમ, એક ઉપર બીજી આવે એ રીતે ગોઠવાઈ જશે.
  • બધી ઓપન વિન્ડોને નાની કરીને ડેસ્કટોપ જોવા : ટાસ્કબારના જમણા છેડે (ઘડિયાળ પછી) આપેલી નાની પટ્ટી પર માઉસ લઈ જતાં, Show desktop  લખેલું જોવા મળશે. આ પટ્ટી પર ક્લિક કરી દો.
  • આખા સ્ક્રીન પર કોઈ એક જ વિન્ડો જોઈ શકાય એવું કરવા માટે : જે તે વિન્ડોની ઉપરની બ્લુ પટ્ટી (જેને ટાઇટલ બાર કહે છે) પર માઉસથી ડબલક્લિક કરી દો અથવા ઉપર જમણે ખૂણે આપેલા મેક્સિમાઇઝ બટનનો ઉપયોગ કરો.

તમારા મનગમતા આઈકન ગોઠવો!

તમે તમારા કામના કોઈ ફોલ્ડર કે ફાઇલ સુધી પહોંચવા માટે જે વિન્ડો ખોલો તેમાં શું દેખાય છે? એક સરખાં લાગતાં પીળાં ફોલ્ડર, રાઇટ? હવે જે ફોલ્ડરનો વારંવાર ઉપયોગ કરતા હો તેનો આઇકન કંઈક જુદો, ઊડીને આંખે વળગે એવો હોય તો? કામ સહેલું બને કે નહીં?

આવું કરવા માટે તમારા ફોલ્ડર પર રાઇટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં જાઓ, તેમાં કસ્ટમાઇઝ ટેબમાં છેક નીચે આપેલા ‘ચેન્જ આઇકન’ બટન પર ક્લિક કરો, તમારો ગમતો આઇકન પસંદ કરો અને ‘ઓકે’, ‘ઓકે’ કહી બહાર નીકળી જાઓ.

હવે જ્યારે તમે તમારું સૌથી મહત્ત્વનું ફોલ્ડર શોધશો, ત્યારે એ તરત જ મળી આવશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!