(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આખરે ગૂગલનું નેક્સસ ટેબલેટ ભારતમાં વેચાવા લાગ્યું છે. જો તમે પણ ટેબલેટ લેવાનું વિચારતા હો તો પસંદગીના વિકલ્પ ઘણા છે, તેમ ખરીદી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા પણ ઘણા છે.

ઘણી રાહ જોવડાવ્યા પછી અંતે ગૂગલનું નેક્સસ-૭ ટેબલેટ ભારતમાં પણ વેચાવા લાગ્યું છે. તમે ડાયરેક્ટ ગૂગલ પ્લે સ્ટોર પર તેનો ઓર્ડર નોંધાવી શકો છો અને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીની માહિતી અનુસાર એપ્રિલ ૫ સુધીમાં તેની ડિલિવરી શરૂ થઈ જશે. જોકે ગૂગલ છે એટલે જોરદાર જ હશે એમ માનીને ખરીદવા માટે દોટ મૂકવા જેવી છે.

પહેલી વાત એ કે નેક્સસમાં કોલિંગ ફેસિલિટી નથી. આપણે ટેબલેટનો ઉપયોગ ભલે ફોન તરીકે ન કરવો હોય, પણ વેબસર્ફિંગ માટે પણ માત્ર વાઇ-ફાઇની સવલત ભારત માટે અપૂરતી છે. બીજું, સેમસંગનું લગભગ આવું જ, સિમ કાર્ડ વિનાનું ટેબલેટ ૧૩ હજાર જેટલામાં મળે છે. જ્યારે નેક્સસ કરતાં ફક્ત ૩૦૦-૪૦૦ વધુ આપવાથી સેમસંગનું સિમકાર્ડવાળું ટેબલેટ મળી જાય છે.

જો તમે ટેબલેટ ખરીદવાનું ગંભીરતાથી વિચારતા હો તો તમારી જરૂરિયાત અને ગમે ત્યાં તેનો ઉપયોગ કરી શકવાની ટેબલેટની ક્ષમતા ધ્યાને રાખીને તમારી ટેબલેટ પસંદ કરજો. નીચે વિવિધ રેન્જનાં ટેબલેટની સરખામણી આપી છે તે ઉપયોગી થશે. કિંમતમાં ઘટાડા સાથે ખાસ કરીને ઇન્ટરનલ સ્ટોરેજ, રેમ, પ્રોસેસર અને સ્ક્રીન રેઝોલ્યુશનમાં કેવો તફાવત આવે છે એ પણ નોંધજો. કેટલીક કંપનીનાં ટેબલેટ ગૂગલ પ્લે સ્ટોરની કનેક્ટિવિટી આપતાં નથી, એ પણ ટેબલેટની ખરીદી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે.

જો બજેટનો વિચાર પહેલાં કરવાનો હોય તો બીજો વિચાર એ કરજો કે ટેબલેટની કિંમતો સતત ઘટતી જાય છે. અત્યારના લેટેસ્ટ ટેબલેટ કરતાં સસ્તું અને ચઢિયાતું ટેબલેટ માંડ એક વર્ષમાં આવી જ જવાનું છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!