(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અમદાવાદની વેબસાઇટ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં

અમદાવાદમાં જેાં મૂળ છે એવી એક વેબસાઇટે ગયા મહિને લિમ્કા બુક ઓફ એવોર્ડ્સમાં એન્ટ્રી મેળવી. સાઇટનું નામ છે inpublicinterest.in.

ટીવી પર આવતી સંખ્યાબંધ જાહેરાતોમાની કેટલીક એવી હોય છે જે આપણા દિમાગમાં ઘર કરી જતી હોય છે. ગણતરીની સેકન્ડમાં પોતાની વાત અસરકારક રીતે કહી જતી જાહેરખબર બનાવવી એ બહુ મુશ્કેલ કામ છે. એમાં પણ આખા સમાજને અસર કરે એવો કોઈ હકારાત્મક સંદેશ ધરાવતી જાહેરખબર બનાવવી એ તો વળી વધુ અઘરું કામ છે. ઇનપબ્લિકઇન્ટરેસ્ટ.ઇન સાઇટ પર આવી જાહેર હિતની, સામાજિક સંદેશ ધરાવતી દેશ-વિદેશની અઢળક જાહેરાતો એકઠી કરવામાં આવી છે.

લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં જે કંઈ પ્રથમ, સૌથી ચઢિયાતું કે આગવું હોય તેને સ્થાન મળે છે. એક જ પ્રકારની, સૌથી વધુ જાહેરાતો ધરાવતી આ પ્રથમ સાઇટ છે, તેથી તેને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું.

આ સાઇટના સર્જક સંજય ચક્રવર્તી પોતે અમદાવાદના એડવર્ટાઈઝિંગ પ્રોફેશનલ છે. એ કહે છે કે “કોઈ રેકોર્ડ સર્જવાના હેતુથી નહીં, પણ એડવર્ટાઈઝિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને અન્ય સૌ કોઈને નવું જાણવા મળે અને કંઇક ક્રિયેટિવ કરવાની પ્રેરણા મળે એ હેતુથી આ સાઇટ સર્જવામાં આવી છે.

ત્રણ વર્ષ પહેલાં લોન્ચ થયેલી આ સાઇટ પરથી યુઝર્સને યુટ્યુબ પરની આ સાઇટની એક ચેનલ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે, જેમાં આપણે બધી જ જાહેરાતોના વીડિયો જોઈ શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!