(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સમજીએ કમ્પ્યુટરની રેમ અને હાર્ડ ડિસ્ક

કમ્પ્યુટર જેનો વ્યવસાય નથી એમને રેન્ડમ એક્સેસ મેમરી અને હાર્ડ ડિસ્ક ડ્રાઇવ વચ્ચે ગૂંચવણ થઈ શકે છે. અહીં આપેલી પ્રાથમિક સમજ મદદરુપ થશે.

નવું કમ્પ્યુટર ખરીદવાનું વિચારતા હો ત્યારે કે જૂનું કમ્પ્યુટર બહુ ધીમું ચાલતું હોય ત્યારે તેને અપગ્રેડ કરવા માટે કોઈ ઓળખીતા કમ્પ્યુટર જાણકારની સલાહ લઈએ ત્યારે વાત વાતમાં બે-ત્રણ શબ્દો આપણી સામે આવે છે – કમ્પ્યુટરની મેમરી, હાર્ડ ડિસ્કની કેપેસિટી કે રેમ (આરએએમ). આ ત્રણેય બાબત કમ્પ્યુટરની પાયાની બાબત છે, પણ તેના વિશે, કમ્પ્યુટર જેમનો વ્યવસાય નથી તેવા લોકોને જાણકારી ઓછી અને ગૂંચવણ વધુ હોય છે. આપણે સાદા શબ્દોમાં પણ સ્પષ્ટ સમજ મેળવવાનો પ્રયાસ કરીએ.

રેમ :

રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. આ એક પ્રકારની ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ હોય છે. આપણા કમ્પ્યુટરમાં આપણે કોઈ પણ પ્રોગ્રામ ચલાવીએ અને જુદી જુદી ફાઈલમાં કામ કરીએ ત્યારે તે બધું આ સર્કિટ્સમાં સ્ટોર થાય છે. અગાઉનાં કમ્પ્યુટરમાં બહુ ઓછી રેમ મળતી હતી, પણ હવે મોટા ભાગે ઓછામાં ઓછી ૨ જીબી રેમ જોવા મળે છે. આપણે આપણા કમ્પ્યુટરમાં વધુ રેમ ઉમેરી શકીએ છીએ, પણ તેની એક મયર્દિા હોય છે. બાજુની તસવીરમાં દેખાય છે તેમ, રેમ વાસ્તવમાં પાતળી પટ્ટી જેવી સર્કિટ હોય છે. કમ્પ્યુટરના મધરબોર્ડમાં આ સક્રિટ જોડવાના સ્લોટ હોય છે. મધરબોર્ડમાં જેટલા સ્લોટ આપેલા હોય તેટલી મયર્દિામાં આપણે રેમ ઉમેરી શકીએ. એથી વધુ રેમ ઉમેરવી હોય તો આપણે મધરબોર્ડ બદલવું પડે, જેના બદલે મોટા ભાગે લોકો આખું નવું કમ્પ્યુટર લેવાનું પસંદ કરે છે!

આ રેમ પણ એક રીતે તો ડેટાનો સંગ્રહ જ કરે છે, પણ હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઇવ જેવા બીજા ડેટા સ્ટોરેજથી એ અલગ એ રીતે છે કે તેને ડેટા સ્ટોરેજ કરી રાખવા પાવર જોઈએ છે. કમ્પ્યુટર બંધ કરો એટલે રેમની યાદશક્તિ ગુમ થઈ જાય છે!

હાર્ડ ડિસ્ક :

હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (એચડીડી) મેગ્નેટિક મટીરિયલ ધરાવતી પ્લેટ્સની બનેલી રચના હોય છે. હાર્ડ ડિસ્કમાં મૂવિંગ પાર્ટ્સ હોય છે, જે રીડ કે રાઇટ કરવાનું કામ કરતા હેડ્સ નીચે ફરે છે અને તેને કારણે તેના મેગ્નેટિક ફિલ્ડમાં પરિવર્તનો થતાં ડેટા તેમાં સ્ટોર થાય છે. આ હાર્ડ ડિસ્ક કમ્પ્યુટરની અંદર હોય છે તેમ બહારથી અલગ ડિસ્કને યુએસબીની મદદથી જોડી પણ શકાય છે. આ ડિસ્કમાં ઇલેક્ટ્રોનિક નહીં પણ મેગ્નેટિક ભાગોનો ઉપયોગ થતો હોવાથી સંગ્રહ થયેલો ડેટા જાળવી રાખવા માટે તેને સતત પાવરની જરૂર પડતી નથી. કમ્પ્યુટર જેની મદદથી ચાલે છે તે ઓપરેટિંગ સિસ્ટમ અને બીજા પ્રોગ્રામ્સ આ હાર્ડ ડિસ્ક પર ઇન્સ્ટોલ થાય છે. આપણે જે ફાઈલ્સ, ડેટા વગેરે ઉમેરીએ તે અંતે આ હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય છે. હવેનાં કમ્પ્યુટર્સ મોટા ભાગે ૫૦૦ જીબી કે તેથી વધુ ક્ષમતાનાં હોય છે.

‘હાર્ડ ડિસ્ક ક્રેશ થઈ કે હાર્ડ ડિસ્ક ઊડી ગઈ’ એવું આપણે અવારનવાર સાંભળીએ છીએ, એનો મતલબ એટલો જ કે હાર્ડ ડિસ્કના મિકેનિઝમ કે મેગ્નેટિક ફિલ્ડ્સમાં કંઈક ગરબડ સર્જાઈ, જેના પરિણામે આપણો ડેટા કમ્પ્યુટરના પ્રોસેસર માટે ‘વાંચવો’ મુશ્કેલ કે અશક્ય બની જાય છે. આવું થાય ત્યારે ડેટા રીટ્રિવલ જેનું મુખ્ય કામ છે એવા કોઈ ખરા જાણકારની મદદ લેવી હિતાવહ છે.

કમ્પ્યુટરની બાબતમાં સહુથી વધુ ગૂંચવણ કરાવતો શબ્દ છે મેમરી. હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર થાય છે કે ‘યાદ રાખવામાં આવે છે’ એટલા માટે આપણે મેમરીને હાર્ડ ડિસ્ક સાથે જોડી દઈએ છીએ, પરંતુ ટેક્નિકલ રીતે જોઈએ તો મેમરીને રેમ સાથે સંબંધ છે. કમ્પ્યુટર ચાલુ હોય ત્યારે જુદા જુદા પ્રોગ્રામ્સ એકસાથે ચલાવવા માટે તેને જે યાદશક્તિની જરુર પડે તે આ મેમરી છે.

આટલું વાંચ્યા પછી ફ્લેશ કેપેન ડ્રાઇવ વિશે પણ ગૂંચવણ થઈ શકે છે. પેન ડ્રાઇવમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય છે (જેમ રેમમાં હોય છે), પણ એ કામ હાર્ડ ડિસ્કનું કરે છે – પાવર વિના ડેટા સ્ટોર કરવાનું! ટેક્નોલોજી આગળ વધતી જાય છે તેમ તેમ કામમાં સરળતા આવે છે, પણ સમજવા બેસીએ તો ગૂંચવણો વધે છે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!