કમ્પ્યુટરમાં કંટ્રોલ પેનલ એટલે તેની ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય. અહીં પહોંચીને આપણે વિવિધ રીતે કમ્પ્યુટરની રીત-ભાત અને આપણી સગવડતા નક્કી કરી શકીએ છે.
આગળ શું વાંચશો?
- સિસ્ટમ એન્ડ સિક્યુરિટી
- નેટવર્ક એન્ડ ઈન્ટરનેટ
- હાર્ડવેર એન્ડ સાઉન્ડ
- પ્રોગ્રામ્સ
- યુઝર એકાઉન્ટ એન્ડ ફેમિલિ સેફટી
- એપિરિયન્સ અને પર્સનલાઈઝેશ
- ક્લોક, લેંગ્વેજ એન્ડ રિઝન
- ઈઝ ઓફ એક્સેસ
દરેક મોટી સફરની શરુઆત એક નાના કદમથી થાય છે’ વિદ્વાનો આવું કહી ગયા છે. આપણા સંદર્ભમાં, વિશાળ વેબજગતમાં આપણી સફરની શરુઆત આપણા પોતાના કમ્પ્યુટરથી થાય છે, એને જેટલું વધુ જાણીએ એટલો આપણને વધુ લાભ!
કમ્પ્યુટરને વધુ જાણવા માટે એની ઓપરેટિંગ સિસ્ટમને સમજવી પડે. આપણાં મોટા ભાગનાં કમ્પ્યુટર વિન્ડોઝની જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે એટલે એને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો તમે હજી વિન્ડોઝ એક્સપી વાપરતા હો કે વિન્ડોઝ ૨૦૦૭ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય તેની કંટ્રોલ પેનલમાં રહેલું છે.
આ કંટ્રોલ પેનલથી આપણે આપણા કમ્પ્યુટરના વપરાશની વિવિધ બાબતોનું આપણે ઇચ્છીએ તે રીતે સેટિંગ કરી શકીએ છીએ. અહીં આપણે કંટ્રોલ પેનલમાંની વિવિધ બાબતોનો પ્રાથમિક પરિચય મેળવી લઈએ, દરેક બાબતમાં તમે વધુ આગળ વધશો, જરા સાચવી-સંભાળીને થોડા ઘણા પ્રયોગો કરશો તો કમ્પ્યુટર વિશે ઘણું નવું જાણવા મળશે.
કંટ્રોલ પેનલમાં પહોંચવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી કંટ્રોલ પેનલની લિંક ક્લિક કરો. અહીં જો કેટેગરી વ્યૂ નક્કી કરેલો હશે તો આઠેક મુખ્ય લિંકવા મળશે, જો લાર્જ કે સ્મોલ આઇકનનો વ્યૂ પસંદ કરેલો હશે તો ઘણી બધી લિંક્સ જોવા મળશે.
આપણે કેટેગરી વ્યૂ રાખીને તેમાં આગળ વધીએ. અહીંથી આપણે કમ્પ્યુટરનાં વિવિધ સેટિંગ્સ બદલી શકીએ છીએ. અહીં આપેલી બાબતો તમારા માટે બિલકુલ અજાણી હોય તો તેમાં ફેરફાર માટે તમારે કદાચ કમ્પ્યુટર એન્જિનીયરની મદદની જરુર પડશે, પણ પ્રાથમિક જાણકારી હશે અને અખતરા કરવાની થોડી હિંમત હશે તો ઘણું બધું તમે જાતે પણ કરી શકશો.
સિસ્ટમ એન્ડ સિક્યુરિટી :
કમ્પ્યુટરની સિક્યુરિટી (ફાયરવોલ, વિન્ડોઝ અપડેટ, વાયરસ પ્રોટેક્શન, ઇન્ટરનેટ સિક્યુરિટી સેટિંગ્સ વગેરે)નાં સેટિંગ્સ અહીંથી ગોઠવી શકાય છે.
તે ઉપરાંત કમ્પ્યુટર મેઇન્ટેનન્સની વિધિઓ પણ અહીંથી થઈ શકે છે.
નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ :
તમારું કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય કે ઓફિસમાંનાં અન્ય કમ્પ્યુટર સાથે જોડાયેલું હોય તો તેનાં સેટિંગ્સ અહીંથી થાય છે. વેબ બ્રાઉઝિંગ માટે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરતા હો તો તેનાં સેટિંગ્સ પણ અહીંથી ગોઠવી શકાય છે.
હાર્ડવેર એન્ડ સાઉન્ડ :
કમ્પ્યુટર સાથે જોડેલ પ્રિન્ટર, માઉસ, મોનિટર વગેરેનાં સેટિંગ્સ, પાવર ઓપ્શન્સ, સ્પીકર વગેરેનાં એડજસ્ટમેન્ટ, સીડી નાખતાં તે ઓટોપ્લે થવી જોઈએ કે નહીં તેના ઓપ્શન વગેરે અહીંથી બદલી શકાય છે.
પ્રોગ્રામ્સ :
કંટ્રોલ પેનલનો આ બહુ મહત્ત્વનો ભાગ છે. આપણે કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા બધા જ પ્રોગ્રામની યાદી અહીં જોઈ શકાય છે. કમ્પ્યુટર ધીમું થઈ ગયું હોય તો શક્ય છે કે આપણે ઘણા બધા બિનજરી પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કરેલા હોય, જે કમ્પ્યુટર માટે બોજાપ હોય. નિયમિત રીતે પ્રોગ્રામ્સની યાદી તપાસીને બિનજરી પ્રોગ્રામ અનઇન્સ્ટોલ કરવાની આદત કેળવવા જેવી છે.
યુઝર એકાઉન્ટ એન્ડ ફેમિલિ સેફ્ટી :
પરિવારમાં એક જ કમ્પ્યુટર હોય અને એકથી વધુ સભ્યો તેનો ઉપયોગ કરતા હોય તો દરેક યુઝર માટે જુદા જુદા એકાઉન્ટ ખોલીને સૌ કોઈ માટે અલગ અલગ રીતે કમ્પ્યુટરનો યુઝર અનુભવ ગોઠવી શકાય છે. આ રીતમાં, દરેક યુઝરે કમ્પ્યુટર શ કરતાં વેંત પોતપોતાના પાસવર્ડથી લોગ-ઇન થવાનું રહે છે. અહીંથી દરેક યુઝર માટેનાં સેટિંગ્સ ગોઠવી શકાય છે.
એપિરિયન્સ અને પર્સનલાઇઝેશન :
કમ્પ્યુટરને તમારી મરજી મુજબના રંગપ આપવાં હોય તો આ ભાગ તમારા માટે સૌથી વધુ મહત્ત્વનો અને મજાનો છે. કમ્પ્યુટરની થીમ બદલવી, ડેસ્કટોપનું બેકગ્રાઉન્ડ બદલવું, સ્ક્રીન રેઝોલ્યુશનમાં પરિવર્તન કરવું વગેરે અહીંથી થઈ શકશે.
ક્લોક, લેંગવેજ એન્ડ રિજન :
જેટલા દેશ એટલે વેશ, એની જેમ આપણું કમ્પ્યુટર દુનિયાના જે ભાગમાં ઉપયોગમાં લેવાતું હોય એ મુજબના રંગઢંગ અપનાવી શકે છે. જેમ કે કરન્સીના સિમ્બોલ, તારીખ લખવાની રીત, સંખ્યામાં અલ્પવિરામનું સ્થાન વગેરે અહીંથી નક્કી કરી શકાય છે. કમ્પ્યુટરમાં ઇંગ્લિશ ઉપરાંત ગુજરાતી અને હિન્દીમાં કામ કરવું હોય તો તેનાં સેટિંગ્સ પણ અહીંથી નક્કી થાય છે.
ઇઝ ઓફ એક્સેસ :
કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં તમને ઉંમર કે કોઈ શારીરિક તકલીફને કારણે મુશ્કેલીઓ નડી રહી હોય તો અહીંથી તમે તમને અનુકૂળ આવે એ રીતે કમ્પ્યુટરનો ઉપયોગ સરળ બનાવતાં સેટિંગ્સ કરી શકો છો.
ઓપરેટિંગ સિસ્ટમમાં કંટ્રોલ પેનલ એ બહુ મોટો વિષય છે, અહીં આપણે ફક્ત તેની બિલકુલ પાયાની જાણકારી મેળવી છે. અલબત્ત, આ બધું જ સરેરાશ વ્યક્તિ પોતાની રીતે પણ સેટિંગ્સ કરી શકે એવી રીતે ડિઝાઇન થયેલું હોવાથી તમે બધું ધ્યાનથી વાંચશો, તપાસશો તો તમારા ઘણા પ્રશ્રોના જવાબ અહીંથી મળી આવશે.


