(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેકેશનમાં ઉપડો વિશ્વ પ્રવાસે!

આ વેકેશનમાં સિડનીનું ઓપેરા હાઉસ જોવું છે – એ પણ પ્રાઇવેટ બોટના ડેક પરથી? અથવા લંડનનો ટ્રફલર સ્ક્વેર જોવો છે કે બકિંગહામ પેલેસમાં લટાર મારવી છે? આ બધું જ શક્ય છે, ગૂગલ મેપ્સ પર આધારિત એક સાઇટ પર.

આ વખતના અંકમાં, ઘણાં ખરાં પેજીસ નીચે વિશ્વનાં જુદાં જુદાં સ્થળો કે શહેરોનાં નામે તમારું ધ્યાન ખેંચ્યું હશે. આ બધાં જ સ્થળોનાં, જુદા જુદા અનેક એંગલથી લેવાયેલા અલગ અલગ, ૩૬૦ ડીગ્રીના પેનોરમિક વ્યૂ તમે આ સાઇટ પર જોઈ શકો છો – http://maps.panedia.com

ગૂગલ મેપ્સની મજા એ છે કે કંપનીએ અલગ અલગ કંપનીઓ કે વેબ ડેવલપર્સ ગૂગલ મેપ્સને પાયામાં રાખીને પોતાની મરજી અનુસાર જુદા જુદા પ્રકારના મેપ તૈયાર કરી શકે એ માટે મેપ્સના કોડ સૌને ઉપલબ્ધ કર્યા છે. જો તમે ‘ગૂગલ મેપ્સ મેશઅપ્સ’ એવું સર્ચ કરશો તો આ પ્રકારની સંખ્યાબંધ, રસપ્રદ સાઇટ મળી આવશે. વિશ્વમાં થઈ રહેલા ધરતીકંપ, સ્વાઇન ફ્લુના નોંધાતા કેસ, દુર્ગમ પહાડી રસ્તાઓ, રેલમાર્ગો, ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ, ટેક્સીઝોન્સ, ભાડે-વેચાણ માટેની મિલકતોનાં લોકેશન બતાવતા મેપ્સ વગેરે કેટકેટલાય પ્રકારના મેપ્સ તમે આ રીતે શોધી શકો છો.

પણ આપણે વાત કરતા હતા, પેનેડિયાની. આ સાઇટ પર જઈને તમે ટોચના ડ્રોપડાઉન મેનુમાં તમારી પસંદનું પ્લેસ નકકી કરશો એટલે નકશામાં તે વિસ્તારનો બર્ડ વ્યૂ જોવા મળશે અને તેની સાથોસાથ નાનાં નાનાં સંખ્યાબંધ પ્લેસમાર્ક પણ જોવા મળશે. ધારો કે આપણે સિડનીના ઓપેરા હાઉસના પેનોરમા જોવા હોય તો તેની આસપાસ ઘણા બધા પ્લેસમાર્ક જોવા મળશે. આ દરેક પ્લેસમાર્ક પર ક્લિક કરીને આપણે, બિલકુલ એ સ્પોટ પરથી લેવાયેલ ઓપેરા હાઉસનો પેનોરમિક વ્યૂ માણી શકીએ છીએ. સ્ક્રીન પર જમણી તરફ આપેલા થમ્બનેઇલ્સ પર ક્લિક કરીને પણ કામ ચલાવી શકાય છે.
વેકેશનમાં સમય કાઢીને જોવા જેવી આ સાઇટ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!