૧૪-૧૫ એપ્રિલ, ૧૯૧૨ની મધરાતે ડૂબેલી આરએમએસ ટાઈટેનિક આજે પણ અનેક રીતે ઈન્ટરનેટ પર તરતી રહી છે.
આગળ શું વાંચશો?
- ટાઈટેનિકની ઈન્ટરએક્ટિવ ટાઈમલાઈન
- ટાઈટેનિક ટાઈમ મશીન
- કેવી હતી ટાઈટેનિકની રચના
- ટાઈટેનિક દુર્ઘટનાના ૧૦૦ વર્ષ પછી
- નેશનલ જ્યોગ્રાફિકની સાઈટ પર આ બધું પણ તપાસી જુઓ.
ટાઇટેનિકની ઇન્ટરએકિટવ ટાઇમલાઇન
૧૯૦૯માં આયર્લેન્ડના એક શીપયાર્ડમાં મહાકાય ટાઇટેનિક જહાજનું નિમર્ણિ શરુ થયું ત્યારથી માંડીને એપ્રિલ ૨૦૧૨માં ‘ટાઇટેનિક’ ફિલ્મ ૩ડીમાં રજૂ થઈ ત્યાં સુધીની ટાઇટેનિકને લગતી તમામ માહિતીની ઇન્ટરએક્ટિવ ટાઇમલાઇન તૈયાર કરવામાં આવી છે સાયન્ટિફિક અમેરિકન મેગેઝિનની સાઇટ પર. http://goo.gl/x1jdW
ટાઇટેનિક ટાઇમ મશીન
ઇંગ્લેન્ડના શ્રીમંત અને પ્રતિષ્ઠિત પરિવારના સભ્યો ટાઇટેનિકની પહેલી સફરમાં જોડાવા લંડનથી સ્પેશિયલ ટ્રેનમાં સધમ્પ્ટન પોર્ટ જવા રવાના થયા ત્યારથી સફરના છઠ્ઠા દિવસે, મધરાતે ટાઇટેનિક જહાજ હીમશીલા સાથે ટકરાઈને ડૂબ્યું ત્યાં સુધીમાં જે કંઈ બન્યું તેની વિગતવાર માહિતી આપતું ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક. અહીં આપણે દરેક દિવસે બનેલી ઘટનાઓને નકશા પર જોઈ શકીએ છીએ અને સાથોસાથ તેની વિગતો જાણી શકીએ છીએ. http://goo.gl/FNMBc
કેવી હતી ટાઇટેનિકની રચના?
ક્યારેય ડૂબે નહીં એવી જેના વિશે ભૂલભરેલી માન્યતા હતી એ ટાઇટેનિકની રચના કેવી હતી? તેના વિવિધ ભાગ અને દરેકની ઇજનેરી ખાસિયતોની વિગતવાર માહિતી આપે છે આ ઇન્ટરએક્ટિવ ગ્રાફિક : http://goo.gl/XfCsf
ટાઇટેનિક દુર્ઘટનાનાં ૧૦૦ વર્ષ પછી…
આપણે માનીએ છીએ કે ટાઇટેનિકના માલિકો અને બિલ્ડર્સે તેને ‘અનસિંકેબલ – ક્યારેય ડૂબે નહીં એવું જહાજ’ ગણાવ્યું હતું, બરાબર? પણ હકીકત એ છે કે તેમણે એવો દાવો નહોતો કર્યો. એક નાના અખબારે તેને ‘પ્રેક્ટિકલી અનસિંકેબલ’ ગણાવ્યું અને પછી બધાં અખબારો તેને ‘અનસિંકેબલ’ કહેવા લાગ્યાં. તેમ, ‘ટાઇટેનિક’ ફિલ્મ પછી આ જહાજ રોમાન્સનું પ્રતીક બની ગયું,પણ વાસ્તવમાં જહાજના પ્રવાસીઓમાં પુરુષોની સંખ્યા ઘણી વધુ હતી અને તેમાંના મોટા ભાગના પરિવાર વિના આવ્યા હતા. ટાઇટેનિકને લગતી આવી અને તે ઉપરાંત કેટલીય ટેકનિકલ બાબતોને આવરી લેતો એક ઇન્ટરએક્ટિવ રિપોર્ટ એસોસિયેટેડ પ્રેસે તૈયાર કર્યો છે. આ રિપોર્ટનો વીડિયો અને અન્ય માહિતી જોઈ શકાય છે ડેન્વર પોસ્ટ અખબારની વેબસાઇટ પર, અહીં : http://goo.gl/T12ue
આખરી સફરઃ ૪૧,૭૨૨ ટન વજનનું ટાઈટેનિક જહાજ ૧૫ એપ્રિલ ૧૯૧૨ના દિવસે હીમશીલાને ટકરાઈને નોર્થ એટલાન્ટિક મહાસાગરના તળિયે પહોંચ્યું ત્યાં સુધીની તેની છેલ્લી સફરમાં શું શું બન્યું તેની સચિત્ર માહિતી આપતું ઇન્ફોગ્રાફિક જુઓ અહીં : http://goo.gl/VvCCA
નેશનલ જ્યોગ્રાફિકની સાઇટ પર આ બધું પણ તપાસી જુઓ…
ટાઇટેનિકના બાંધકામની તલસ્પર્શી માહિતી, ઇન્ટરએક્ટિવ ટાઇમલાઇન સ્વરુપે http://goo.gl/hLHMQ
જૂના જમાનાની જાહોજલાલી અને અત્યારે મહાસાગરના તળિયે પડેલા કાટમાળને એકમેક સાથે સરખાવતી દુર્લભ તસવીરો http://goo.gl/4ZoSB
તમે પોતે આ વૈભવી જહાજના માનવંતા મહેમાન હોત તો? ટાઇટેનિક પર સાત દિવસની સફર કરાવતી એક ગેમ http://goo.gl/8ZglJ

