(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આકાશને આંબતો વિચાર

આ અંકની કવરસ્ટોરી નક્કી કરવામાં અમને ખરેખર મૂંઝવણ થઈ. શરૂઆતમાં, સૌ કોઈ જેનો ઉપયોગ અને ચર્ચા કરે છે તે આજના ‘હોટ ટોપિક’ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સને કવર પર ચમકાવવાનું વિચાર્યું હતું. પછી, નેટબેન્કિંગમાં રહેલાં જોખમો અને તેની સામે સલામતીનાં પગલાંને કવર સ્ટોરી બનાવવાનું વિચાર્યું પણ અંતે, કવરસ્ટોરી બની ગૂગલના પ્રોજેક્ટ લૂન પર.

કેમ? કેમ કે ‘સાયબરસફર’નું પહેલું ધ્યેય હંમેશા જ્ઞાનની સીમાઓ વિસ્તારવાનું રહ્યું છે. પહેલા બે વિષય જરૂર મહત્ત્વના છે, એટલે તો આ અંકમાં લંબાણપૂર્વક આવરી લેવાયા છે, પણ રોજબરોજની સગવડ કે રુપિયાની સલામતી કરતાં વિશેષ મહત્ત્વ કંઈક નવું જાણવાનું અને મર્યાદાઓને ઓળંગવાની મથામણ કરતા પ્રયાસને બિરદાવવાનું છે. ગૂગલનો પ્રોજેક્ટ લૂન આ બંને વાતે ખરો ઊતરે છે.

‘સાયબરસફર’ની આ પહેલી એવી કવરસ્ટોરી છે, જેમાં તમારે એ વાંચ્યા પછી કશું કરવાનું નથી! તમે નેટ પર જઈને પ્રોજેક્ટ લૂનની સાઇટ કે વીડિયો જુઓ કે વધારાની માહિતી મેળવો એ અલગ વાત છે, પણ અહીં માત્ર જાણવાનું જ છે, બીજા લેખોની જેમ આ એક્શન ઓરિયેન્ટેડ લેખ નથી, પણ સાયબરજગતમાં કેવા ફેરફારો આવી રહ્યા છે કે પરિવર્તન લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે એ જાણવું પણ ખરેખર રસપ્રદ બને તેમ છે. જો આ પ્રયોગો સફળ થશે તો એની દૂરગામી અસરો આપણા જીવન પર થશે અને બહુ ઝડપથી થશે.

આ અંકના બીજા ત્રણ લેખનો ઉલ્લેખ પણ જરુરી છે – આ મહિને એન્જિનીયરિંગના ક્ષેત્રમાં ડગ માંડતા વિદ્યાર્થીઓએ બીજાથી આગળ રહેવું હશે તો તેમણે બીજાથી વધુ જાણવું અને શીખવું પડશે. ટ્રાય એન્જિનીયરિંગ જેવી સાઇટ એમાં મદદરૂપ થાય છે. ટેકનિકલ રાઇટિંગ એક અલગ પ્રકારની કારકિર્દી ઘડવાની તક આપે છે તો પર્સન ફાઇન્ડર, ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું માનવીય પાસું બતાવે છે.
આપના અભિપ્રાય જરુર આપશો!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!