જીપીએસ નેવિગેશન
માત્ર એન્ડ્રોઇડ ડિવાઇસ પર મળતી સુવિધા. આ સગવડ ધરાવતા સ્માર્ટફોન સાથે તમે કારમાં જતા હો તો જ્યાં પહોંચવું હોય તેના દરેક વળાંકની માહિતી મળી રહે (આગળ વાંચો વિગતવાર લેખ).
માય મેપ્સ
ગૂગલ મેપ્સમાં તમે તમારી પસંદના નકશા બનાવીને મિત્રો સાથે શેર કરી શકો છો. તમે ઘણી બધી વેબસાઇટ પર તેમના એડ્રેસ સાથે તેનું લોકેશન બતાવતા ગૂગલ મેપ જોયા જ હશે!
લાઇવ ટ્રાફિક
શહેરના રસ્તાઓ પર બરાબર અત્યારે કેવો ટ્રાફિક ચાલી રહ્યો છે તે તમે ડેસ્કટોપ કે સ્માર્ટફોનના સ્ક્રીન પર જોઈ શકો છો. આ સર્વિસ છેક આપણા અમદાવાદ શહેર સુધી પહોંચી ગઈ છે. અમદાવાદ પર ઝૂમ કરો અને જોઈ જુઓ!
બિઝનેસ પ્લેસ સર્ચ
ભલે આખું સરનામું ભૂલાઈ ગયું હોય, ગૂગલ મેપમાં કંપનીનું નામ લખો અને ત્યાં પહોંચવાનો રસ્તો જાણો. નજીકનાં રેસ્ટોરન્ટ, એટીએમ, પેટ્રોલ પમ્પ વગેરે પણ જાણી શકો. અજાણ્યા શહેરમાં કેટલી કામની સગવડ!
કમ્પાસ મોડ, માય લોકેશન
આ સગવડ પણ માત્ર એન્ડ્રોઇડ પર. સ્માર્ટફોનમાં ૩ડી કમ્પાસ મોડમાં જતાં તમે જે દિશામાં જોઈ રહ્યા હોય એ પ્રમાણે નકશો પોતાની દિશા બદલશે – તમારા લોકેશન અનુસાર.
લાઇવ ટ્રાન્સિટ અપડેટ

લંડનની અન્ડરગ્રાઉન્ડ ટ્યૂબ ટ્રેન, ભારતની છૂકછૂક ગાડી ને અમદાવાદની લાલ સિટી બસ હવે છે ગૂગલ મેપ્સ પર. તમારે ફક્ત ક્યાં પહોંચવું છે એ કહેવાનું, કઈ બસ ક્યાંથી મળશે એ ગૂગલ કહેશે (વાંચો આગળ વિગતવાર લેખ).
ઇન્ડોર મેપ્સ
આ સગવડ પણ હાલમાં ફક્ત એન્ડ્રોઇડ પર. ફક્ત દેશ-દુનિયા ને શહેરો જ નહીં, જગતનાં કેટલાંય એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ વગેરેના ઇન્ડોર મેપ્સ હવે ગૂગલ મેપ્સ પર ઉપલબ્ધ છે. એરપોર્ટ પર તમારો ટર્મિનલ ગેટ શોધવાનું કામ હવે સાવ સહેલું!
ગૂગલ મેપ મેકર
ગૂગલના મેપમાં તમે ખૂટતી વિગતો ઉમેરવા માગો છો? મેપ મેકરથી મેપ એડિટ કરો અને તમે કરેલા ફેરફાર મંજૂર થાય તો ગણતરીની મિનિટોમાં મેપ પર જોવા મળે!
સ્ટ્રીટ વ્યૂ

કોઈ ચોક્કસ સ્થળે જતાં પહેલાં, એનો કાચો અંદાચ મેળવી લેવો હોય તો ખાસ ઉપયોગી થાય તેવી સુવિધા. હવે તમે રેસ્ટોરાંની અંદર પણ ડોકિયું કરી શકો છો, ત્યાં ગયા વિના.
બાયસાયલિંગ ડિરેક્શન્સ
ખાસ કરીને યુરોપના દેશોમાં સાયકલિંગ કરતા લોકો માટે ખાસ ટ્રેક્સની સુવિધા હોય છે. તેમને જોઈતી બધી માહિતી આપે છે, ખાસ સાયકલિસ્ટ્સ માટેના મેપ્સ.

