(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માર્ગદર્શનનો મહિમા

‘નકશામાં જોયું તે જાણે ન કશામાં જોયું!’ આપણી આ ગુજરાતી કહેવત યાદ રાખીને આ વખતની કવરસ્ટોરી વાંચવાની ભલામણ કરું છું!


કેમ? એટલા માટે કે નકશાઓમાં આવેલી ડિજિટલ ક્રાંતિથી આપણી આખી દુનિયા ભલે બદલાઈ રહી હોય, દૂર દૂર સુધી વિસ્તરતા પહાડો પર સરકતાં વાદળાં બારીમાંથી જોવામાં કે દરિયાનાં પાણી ને સરકતી રેતી પર પગથી રમત માંડવામાં જે ભીની ભીની મજા છે એ નકશા પર કોરી રઝળપાટ કરવામાં નથી!

છતાં કવરસ્ટોરીમાં તમે વિગતવાર જાણશો તેમ આપણું જીવન અને એની રોજિંદી જરુરિયાતો સહેલી બનાવવા માટે આઇટી એન્જિનીયર્સ દિલ દઈને કામ કરી રહ્યા છે. માત્ર ૧૦-૧૫ વર્ષમાં નકશાઓ અને તેના કારણે આપણા જીવનમાં આવેલું પરિવર્તન ખરેખર રોમાંચક છે.

એ સાથે એ પણ નોંધવું રહ્યું કે અમદાવાદની સિટી બસ સર્વિસની અત્યંત વિગતવાર માહિતી સ્માર્ટફોન પર ઉપલબ્ધ થઈ ગઈ હોવા છતાં આપણાં માધ્યમોએ એની પૂરતી નોંધ લીધી નથી. સ્માર્ટફોન વાપરનારા સિટી બસમાં ફરતા નથી એવું ગણિત કામ કરી ગયું હશે, પણ હવે સિટી બસમાં ફરનારા સ્માર્ટફોન ખરીદવા લાગ્યા છે એ યાદ રાખવા જેવું છે.

સ્માર્ટફોન, ટેબલેટના વિકલ્પો પુષ્કળ વધી રહ્યા છે ત્યારે એની ખરીદી કરવામાં કઈ પાયાની બાબતોનું ધ્યાન રાખવું એ વાત આ અંકમાં વણી લીધી છે.
તેની સાથોસાથ આપણી પરંપરા મુજબ, કમ્પ્યુટર સાથે નવોસવો પરિચય કેળવતા લોકોથી માંડીને કમ્પ્યુટરમાં ખૂંપી ગયેલા લોકોને ઉપયોગી થાય એવી માહિતીનું સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે.

આ તમારું મેગેઝિન છે. એમાં હજી શું હોવું જોઈએ એ વિશે – નકશાના સંદર્ભમાં જ કહું તો – માર્ગદર્શન કરતા રહેશો!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!