“કેનનોટ ડિલીટ ફાઇલ : એક્સેસ ઇઝ ડિનાઇડ. મેક સ્યોર ધ ડિસ્ક…. ક્યારેક ને ક્યારેક તમે તમારા કમ્પ્યુટરમાંની કોઈ ફાઇલ કે ફોલ્ડરને ડિલીટ કરતી વખતે આવી નોટીસ જોઈ હશે. એ ફાઇલ કોઈ પ્રોગ્રામમાં ઓપન ન હોય અને છતાં આપણે તેને ડિલીટ ન કરી શકીએ એટલે અકળામણ થઈ આવે. કમ્પ્યુટરના આપણાથી વધુ જાણકારની મદદ લઈએ તો પણ ઉકેલ ન આવે તો? તો આ પ્રમાણે પગલાં લઈ શકાય…
- એ ફાઇલને ડિલીટ કર્યા વિના, કમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરી ફરી એ ફાઇલને ડિલીટ કરવાનો પ્રયાસ કરી જુઓ.
- જો ફાઇલ ડિલીટ ન થાય તો એનો અર્થ એ કે તે ફાઇલ કે ફોલ્ડરનો કોઈ ભાગ હજી પણ આપણી જાણ બહાર કોઈ પ્રોસેસમાં ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. એ પ્રોસેસ બંધ થાય નહીં ત્યાં સુધી આપણે તેને ડિલીટ કરી શકીએ નહીં. એ ફાઇલ કે ફોલ્ડરને ડિલીટ કર્યા વિના ચાલે તેમ હોય તો કમ્પ્યુટરમાં એ ફાઇલ છે એ ભૂલી જાઓ અને વાત પર પૂર્ણવિરામ મૂકી દો. અથવા પછી, ત્રીજો કે ચોથો રસ્તો અજમાવો.
કમ્પ્યુટરના આપણાથી વધુ જાણકારની મદદ લઈ, ઓપરેટિંગ સિસ્ટમને સેફ મોડમાં સ્ટાર્ટ કરીને પેલી ફાઇલ કે ફોલ્ડર ડિલીટ કરી શકાય છે.- અથવા, પેલી ફાઇલ કે ફોલ્ડરની ‘ઓનરશીપ’ લઈને તેને ડિલીટ કરી શકાય છે. એ માટે નીચેનાં પગલાં લઈ શકાય :
-
- જે તે ફાઇલ/ફોલ્ડર પર રાઇટ ક્લિક કરી, ‘પ્રોપર્ટીઝ’ પર ક્લિક કરો.
- ‘સિક્યુરિટી’ ટેબ ક્લિક કરો.
- ગ્રુપ ઓર યુઝર નેમ્સ નીચે આપેલ ‘એડિટ’ પર ક્લિક કરો અને ‘એડ’ પસંદ કરો.
- જે નવી વિન્ડો ઓપન થાય તેમાં ‘એન્ટર ધ ઓબ્જેક્ટ નેમ્સ ટુ સિલેક્ટ’ નીચેના ખાનામાં ‘Everyone’ લખી ‘ચેક નેમ્સ’ પર ક્લિક કરો.
- ‘ઓકે’ ક્લિક કરો.
- ‘પરમિશન ફોર એવરીવન’ હેઠળ ‘ફૂલ કંટ્રોલ’ પસંદ કરો.
- પહેલાં ‘એપ્લાય’ અને ત્યાર પછી ‘ઓકે’ ક્લિક કરી દો.
હવે જે તે ફાઇલ કે ફોલ્ડર સંપૂર્ણપણે તમારા અંકુશમાં છે અને તમે તેને ડિલીટ કરી શકો છો.
આગળ કહ્યું તેમ, આ બધાં પગલાં કમ્પ્યુટરના વધુ જાણકારની હાજરીમાં લેવાં વધુ હિતાવહ છે.

