(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમને બ્રાઉઝરમાં અનેક ટેબ ખોલીને સર્ફિંગ કરવાની ટેવ હોય તો ટેબને પિન કરવાની ટેવ તમારા માટે ઘણી રીતે લાભદાયી સાબિત થાય તેમ છે.

 આગળ શું વાંચશો?

  • પિન ટેબ કરવાથી ફરક શું પડે છે?
  • સ્માર્ટ ટેબ ગ્રુપ તૈયાર કરો

આજે જેની વાત કરવી છે એ સગવડ બહુ નાની છે, અગાઉ ક્યારેક આ મેગેઝિનમાં એનો અછડતો ઉલ્લેખ પણ થયો છે, પણ બહુ ઓછા મિત્રોને એનો લાભ લેતા જોઈને થયું કે થોડી વિગતવાર વાત કરી લઈએ. ગૂગલ ક્રોમ અને ફાયરફોક્સ બંનેમાં આ સગવડ છે, પણ ફાયરફોક્સમાં વાત જરા વધુ ચઢિયાતી છે એટલે એના સંદર્ભે જોઈએ.

તમે નોંધ્યું હશે કે આપણે જ્યારે જ્યારે વેબસર્ફિંગ કરવા માટે આપણું વેબ બ્રાઉઝર – ક્રોમ કે પછી ફાયરફોક્સ – ઓપન કરીએ ત્યારે ત્યારે કેટલીક સાઇટ તો આંખો મીંચીને ખોલી જ નાખીએ છીએ. જેમ કે જીમેઇલ કે યાહૂ અને ફેસબુક. આ સાઇટ્સનો હવે આપણે કમ્પ્યુટરમાંના પ્રોગ્રામની જેમ જ ઉપયોગ કરતા થઈ ગયા છીએ.

આધુનિક બ્રાઉઝરમાં ટેબ્સની સવલત હોવાથી આ કામ આસાન બને છે.

પણ થાય છે એવું કે આપણે એક સાઇટમાંથી બીજીમાં અને બીજીમાંથી ત્રીજીમાં એમ કૂદકા મારતા જઈએ છીએ અને વધુ ને વધુ ટેબ ઓપન કરતા જઈએ છીએ. આ બધી ટેબને જરૂરિયાત મુજબ ડાબે કે જમણે ખસેડવાની પણ સુવિધા હોય છે.

પરિણામે બને છે એવું કે પાર વગરની ટેબ ખોલી નાખ્યા પછી, અછડતી નજર નાખીને બંધ કરવા જેવી, જરા વિગતવાર વાંચીને બંધ કરવા જેવી કે પછી સતત ચાલુ રાખવા જેવી (મેઇલ કે ફેસબુક) સાઇટનો ખીચડો થઈ જાય છે અને એક તબક્કે, જ્યારે ઘણી બધી ટેબ જોઈને મગજ થાકે એટલે આપણે ફટાફટ ટેબ બંધ કરવાનું શરુ કરીએ છીએ.

આમ ઉતાવળે ટેબ્સ બંધ કરવા જતાં આપણે કામની ટેબ પણ ભૂલથી બંધ થઈ જાય છે અથવા બધી ટેબ ઓપન રાખીએ તો એમાં કામની ટેબ શોધવા જવું પડે.

આ વાત ધ્યાનમાં લઈને આધુનિક બ્રાઉઝરમાં આપણે કામની ટેબ પિન કરવાની સગવડ હોય છે. ધારો કે આપણે જીમેઇલની ટેબ સતત ચાલુ રાખવા માગતા હોઈએ તો તેના પર માઉસથી રાઇટ ક્લિક કરી, પિન ટેબના વિકલ્પ પર ક્લિક કરી દો.

આથી જીમેઇલની ટેબ બિલકુલ ટચૂકડી થઈને ટેબની યાદીમાં ડાબી તરફ જઈને સૌથી પહેલાં ગોઠવાઈ જશે.

પિન ટેબ કરવાથી ફરક શું પડે છે?

આનો પહેલો ફાયદો એ થશે કે આપણે કામની ટેબ સતત માઉસવગી રહેશે, આપણે તેને ટેબની ભીડમાં શોધવા જવું પડશે નહીં.


બીજું, પિન થયેલી ટેબ બિલકુલ નાની હોય છે અને તે સાઇટનો ફક્ત આઇકોન જ બતાવે છે, એટલે કે તે વધુ જગ્યા રોકતી નથી.

ત્રીજું કે આ ટેબમાં ક્લોઝ બટન હોતું નથી એટલે બીજી બધી ટેબ ધડાધડ બંધ કરવા જતાં કામની ટેબ પણ ભૂલથી બંધ થઈ જવાની શક્યતા રહેતી નથી (માઉસના સ્ક્રોલબટનથી ક્લોઝ કરવાની આદત હોય તો જુદી વાત છે. ટેબના ખૂણે આપેલી ચોકડી પર નિશાન તાકીને માઉસ લઈ જવાને બદલે ટેબમાં ગમે ત્યાં માઉસના વચ્ચેના સ્ક્રોલ બટનથી ક્લિક કરતાં ટેબ બંધ થાય છે એ ખ્યાલ છેને?)

વધુ મજાની વાત હવે આવે છે. આપણે જીમેઇલની ટેબ પિન કરી રાખી હોય અને પછી બીજી કોઈ ટેબમાં કામ કરતા હોઈએ ત્યારે જો નવો મેઇલ આવે તો જીમેઇલની પિન્ડ ટેબ હાઇલાઇટ થાય છે – અલગથી મેઇલ નોટિફાયરની સગવડ રાખવાની જરુર જ નહીં!

ઉપરાંત, આપણે જુદી જુદી પિન ટેબ કરીને પછી બ્રાઉઝર બંધ કરીએ અને પછી જ્યારે ફરી ઓપન કરીએ ત્યારે અગાઉ પિન કરેલી ટેબ્સ થયાવત, પિન્ડ ટેબ તરીકે જ ઓપન થાય છે.

બીજો એક વધારાનો લાભ પણ છે, સામાન્ય રીતે, આપણે કોઈ સાઇટમાં બીજી સાઇટની લિંક પર ક્લિક કરીએ તો એ જ સાઇટના સ્થાને નવી સાઇટ ખૂલી જતી હોય છે (ફેસબુક, જીમેઇલમાં આવું થતું નથી, પણ બીજી ઘણી ખરી સાઇટમાં આવું થતું હોય છે). આપણે પિન કરેલી આવી કોઈ સાઇટમાંની કોઈ લિંક પર ક્લિક કરીએ તો એ ચોક્કસપણે બીજી નવી ટેબમાં જ ખીલે છે અને પિન્ડ ટેબ યથાવત રહે છે.

સ્માર્ટ ટેબ ગ્રુપ તૈયાર કરો

જો તમે એક સાથે જુદા જુદા વિષય પર સર્ચ કરતા હો અને થોકબંધ ટેબ્સ ઓપન કર્યા પછી લાગે કે આ બધી ટેબમાંથી વિષય અનુસારની ઓપન ટેબ અલગ તારવવી જરુરી છે, તો એ માટે ટેબ ગ્રુપિંગનો ઓપ્શન છે. ફાયરફોક્સમાં Ctrl+Shift+E કી પ્રેસ કરશો એટલે તમે ઓપન કરેલી બધી જ ટેબ એક મોટા ગ્રુપમાં દેખાશે.

તેમાંથી તમારા વિષય અનુસારની ટેબ માઉસથી એ ગ્રુપની બહાર ખેંચી કાઢો. ધારો કે તમે ગેલેક્સી અને સ્ટાર્સ વિશે એક સાથે સર્ચ કરતા હો તો ગેલેક્સી સંબંધિત બધી ટેબ બહાર ખેંચી કાઢતાં તેમનું એક અલગ ગ્રુપ તૈયાર થશે, તેને તમે ગેલેક્સી એવું નામ પણ આપી શકો. આ રીતે જરુરિયાત અનુસાર બે-ચાર ગ્રુપ બનાવી લેશો તો સર્ચ આસાન બની જશે.

ગ્રુપની અંદર આપણે સર્ચ પણ કરી શકીએ અને કોઈ ટેબ પર ક્લિક કરતાં, ફક્ત એ ગ્રુપની બધી ટેબ ફાયરફોક્સની મૂળ વિન્ડોમાં ઓપન થશે. અત્યારે કદાચ આ ગૂંચવણભર્યું લાગશે, પણ કંઈક સિરિયસ કામ કરતા હો તો એ આ પ્રકારે ગ્રુપિંગની ખરેખર આસાન બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!