[vc_row][vc_column][vc_column_text]
આપણી ભાષા આપણા વ્યક્તિત્ત્વનો પરિચય આપે છે. ભાષા પરનું પ્રભુત્વ (પ્રભુત્ત્વ નહીં!) આમેય મહત્ત્વનું છે, પણ આજના વૈશ્વિક સમયમાં તો બીજાથી આગળ રહેવા માટે કમ્યુનિકેશન સ્કીલ્સ કેળવવી એ બહુ મહત્ત્વની વાત બની છે. માતૃભાષા ઉપરાંત હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી વગેરે ભાષાઓમાં પણ તમે ઠીકઠીક ઊંડા ઊતરવા માગતા હો તો ઇન્ટરનેટ પરની કેટલીક સાઇટ્સ તમારું કામ બહુ સરળ બનાવી શકે છે. અહીં આપેલી સાઇટ્સ પર એક વારની મુલાકાત, તમે વારંવાર તેમના તરફ દોરી જશે એ નક્કી.
આપણી ભાષાનું ગૌરવપૂર્ણ સંકલન, જે બીજી અનેક ભાષાઓમાં દુર્લભ છે. ગુજરાતી શબ્દકોષ, ભગવદ્ગોમંડલનો સમગ્ર જ્ઞાનકોષ, નવા શબ્દોને સમાવતો લોકકોષ વગેરેથી અત્યંત સમૃદ્ધ આ સાઇટ પર ઇંગ્લિશ ટુ ગુજરાતી અને હિન્દી ટુ ગુજરાતી ડિક્શનરી, શબ્દ રમતો વગેરે સહિત ગુજરાતી ભાષા સંબંધિત વિશાળ સંદર્ભો ઉપલબ્ધ છે.
ફિલ્મ કે ટીવી સિરિયલ ઉપરાંત પણ હિન્દી ભાષા સાથે તમારે સંબંધ હોય તો તેને ગાઢ બનાવવા માટે આ સાઇટ ઉપયોગી છે. અહીં શબ્દોના ઉચ્ચાર સાંભળવાની સુવિધા પણ છે. ઇંગ્લિશ ટુ હિન્દી અને હિન્દી ટુ ઇંગ્લિશ ડિક્શનરી ઉપરાંત આ સાઇટ પર હવે ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, મરાઠી વગેરે ડિક્શનરી પણ ઉમેરાઈ છે.
સંસ્કૃત ભાષા સંબંધિત જે કંઈ સંદર્ભ સાહિત્ય ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે તેને એક સાથે, એક સાઇટ પર ઉપલબ્ધ કરવાનો આ પ્રયાસ છે. અહીંથી તમને ઓનલાઇન સંસ્કૃત ડિક્શનરી, સંસ્કૃત શીખવતી સાઇટ્સ, સંસ્કૃતના ઉચ્ચારોની ગાઇડ્સ વગેરે મળી રહેશે. અહીં ચાહો તો સંસ્કૃતમાં સમાચાર સાંભળી શકો છો કે સંસ્કૃત અખબારને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો!
ઇંગ્લિશ સાવ પહેલેથી શીખવા માટે નહીં, પણ ઇંગ્લિશ પાવરફૂલ બનાવવા માટે ખાસ ઉપયોગી સાઇટ. ઓનલાઇન ડિક્શનરી તો ઘણી મળશે, પણ અહીં ભાષા સંબંધિત બીજા ઘણા રિસોર્સીઝ મળી રહેશે. આ સાઇટનાં મૂળ જેમાં છે તે રેફરન્સ.કોમ (વિિંંા://ફતસ.યિરયયિક્ષભય.ભજ્ઞળ/શક્ષરજ્ઞળિફશિંજ્ઞક્ષ) પર ભાષા ઉપરાંત પણ બીજું ઘણું સંદર્ભસાહિત્ય મળશે.
ભાષા પર પ્રભુત્વ મેળવવાનો એક રસ્તો વિવિધ શબ્દો સાથે ગોઠડી માંડવાનો છે. ઇંગ્લિશમાં હોમ એટલે ઘર, પણ હોમ સાથે લાગતાવળગતા બીજા કેટલા શબ્દો તમે વિચારી શકો છો? ઇંજ્ઞળય એટલે ઘર, પણ ઇંજ્ઞક્ષય એટલે? હોમને સંબંધિત નાઉન, એડવર્બ, વર્બ, ફ્રેઝ, એડજેક્ટિવ વગેરે જાણવા-સમજવામાં તમને રસ હોય તો આ સાઇટ બહુ કામની છે.
ઇંગ્લિશ (ખરેખર તો બધી ભાષા)નું આ એક વિષચક્ર છે – આપણને જે તે શબ્દનો સાચો ઉચ્ચાર આવડતો ન હોય એટલે આપણે એ બોલવાનું જ ટાળીએ. ઇંગ્લિશમાં ઓછું બોલીએ એટલે મહાવરો ન થાય અને સરવાળે ભાષા કાચી જ રહે. ઇંગ્લિશમાં તમને ગૂંચવતા બધા જ શબ્દોના યોગ્ય ઉચ્ચાર સાંભળવાની સરસ સગવડ આ સાઇટ પર છે.
‘ઇંગ્લિશ ઇજ એ ફન્ની લેન્ગ્વેજ’ એમ કહી દેવાથી આપણને ગ્રામરનો ગોટાળા કરવાનો પરવાનો મળી જતો નથી. Then અને Than ક્યારે વપરાય કે Alright અને All right માં તમે ગૂંચવાડો તો હોય તો આવી નાની નાની અનેક બાબતો વિશે સરળ ભાષામાં સમજણ તમે આ સાઇટ પર મેળવી શકો છો. થોડું ગૂગલિંગ કરશો તો આવી બીજી સાઇટ્સ પણ મળી આવશે.
[/vc_column_text][/vc_column][/vc_row]

