(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેબસર્ફિંગ સિમ્પલ બનાવતી સર્વિસ

સાયબરજગતની સફરમાં, એક સ્ટેશનેથી અનેક રુટ પર જઈ શકાય એવાં તમારાં પોતાનાં જંક્શન તમે તૈયાર કરી શકો છો. આવી એક સર્વિસની વાત અહીં વિગતવાર કરી છે. તમે તમને અનુકૂળ એવી, આવી બીજી કોઈ સર્વિસ પણ શોધી શકો છો.

ઇન્ટરનેટ એક એવું માધ્યમ છે, જેમાં સૌ કોઈ પોતપોતાની મરજી ચલાવી શકે છે. અખબાર તેના દરેક વાચકને એકસરખું વાંચન આપી શકે છે, એમાં આપણે સ્પોર્ટ્સનું આખું પેજ પહેલા પેજ પર જોવું હોય તો એવું શક્ય ન બને. ટીવીમાં ચેનલ પાર વગરની, પણ અંતે તો સ્ક્રીન પર એક જ ચેનલ જોઈ શકાય (પેલા પિક્ચર ઇન પિક્ચર જેવા અપવાદને બાદ કરતાં), જ્યારે ઇન્ટરનેટ પર એક જ મોનિટર પર આપણે આપણી ઇચ્છા મુજબનો, અત્યંત વિવિધતાવાળો રીડિંગ કે વ્યૂઇંગ એક્સપિરીયન્સ મેળવી શકીએ છીએ.

જો તમને ઇન્ટરનેટ પર આવા અખતરા કરવાની આદત હશે તો આટલે સુધી વાંચતાં ગૂગલની એક સરસ સર્વિસે તમારા મગજમાં ઝબકારો કર્યો હશે – ગૂગલ આઇજી. (www.google.com/ig) આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ આ સર્વિસની મદદથી, ગૂગલ એકાઉન્ટથી સાઇનઇન થઈને આપણે એક જ પેજ પર આપણી પસંદ અનુસારની અનેક બાબતો સેટ કરી શકીએ છીએ, જેમ કે ઈ-મેઇલનું ઇનબોક્સ, ન્યૂઝ સાઇટ્સ કે બીજી સાઇટ્સની આરએસએસ ફીડ, નાનાં નાનાં પણ કામઢાં વિજેટ્સ, વિકિપીડિયાનું સર્ચ બોક્સ, ડિક્શનરીનું સર્ચ બોક્સ વગેરે કેટકેટલુંય અહીં સેટ કરી શકો, જેથી તમારી વેબસફર આ એક જ પેજ પરથી શરૂ થઈને આગળ જુદી જુદી દિશામાં વિસ્તરી શકે.

હવે ગૂગલ આ સર્વિસને રીટાયર કરે છે, નવેમ્બર ૧, ૨૦૧૩થી આ સેવા બંધ થશે. ગૂગલે આ સર્વિસ લોન્ચ કરી હતી ૨૦૦૫માં અને ગૂગલના મત અનુસાર, હવે વેજ અને મોબાઇલ એપ્સમાં એટલા બધા ફેરફારો આવી ગયા છે કે ગૂગલ ક્રોમ અને એન્ડ્રોઇડના પ્લેટફોર્મ પર આઇગૂગલ જેવી જ સેવાઓ સહેલાઈથી મળતી હોવાથી આવી અલગ સર્વિસની હવે કોઈ જરૂર રહી નથી.

છતાં, જો તમે આ સર્વિસનો ઉપયોગ કરતા હશો તો તમારો મત ગૂગલ કરતાં જુદો હોઈ શકે છે કેમ કે ઓછા સમયમાં વેબ પર ઘણું બધું કરી લેવું હોય તો આ સગવડ ખરેખર કામની છે. (તેનો લાભ લીધો ન હોય તો નવેમ્બર મહિના સુધી અનુભવ કરી લેવા જેવો છે).

સવાલ એ છે કે આઇગૂગલ સર્વિસ બંધ થયા પછી, લગભગ તેના જેવી જ સગવડ મેળવવી હોય તો? જવાબ સિમ્પલ છે – સિમ્બાલૂ (www.symbaloo.com)

આ સાઇટ પર જઈને તમે જોશો તેમ, આ સર્વિસ આઇગૂગલ જેટલી વ્યાપક સ્તરની સગવડો આપતી નથી, પણ એક વાર થોડો સમય લઈને તમે અહીં તમારી મરજી મુજબની સાઇટ્સ સેટ કરી દો તો વેબસર્ફિંગના ફર્સ્ટ સ્ટેપ તરીકે આ સર્વિસ ઘણી ઉપયોગી થાય તેમ છે. અલબત્ત, એ માટે આ સર્વિસમાં એક ફ્રી એકાઉન્ટ ખોલાવવો જરુરી છે.

અહીં આપણે જુદી જુદી સાઇટની લિંક્સ ટાઇલ્સ સ્વરુપે ગોઠવી શકીએ છીએ. સિમ્બાલૂ તેને ‘વેબમિક્સ’ કહે છે. હોમ વેબમિક્સ પર આપણે રોજબરોજના ઉપયોગની સાઇટ્સ કે તેની આરએસએસ ફીડની લિંક્સ સેટ કરી શકીએ છીએ. આમાં કેટલીક ટાઇલ્સ પર ક્લિક કરતાં બ્રાઉઝરના નવા ટેબમાં એ સાઇટ ખૂલે છે, જ્યારે કેટલીક ટાઇલમાં જો આરએસએસ ફીડની સગવડ આપણે ગોઠવી હોય તો તેનાં હેડિંગ્સ વાંચવા મળે છે. કેટલીક સાઇટ સિમ્બાલૂના પેજ પર જ નાના વિજેટ સ્વરુપે ઓપન થાય છે. આ બધું તમે એક વાર સિમ્બાલૂમાં ખાબકશો પછી વધુ સારી રીતે જાણી સકશો.

એક રીતે જોઈએ તો બુકમાર્ક સર્વિસના વિકલ્પ તરીકે પણ આ કામ લાગે તેવી સર્વિસ છે. જેમ બુકમાર્કિંગ કરતી વખતે આપણે આપણા રસના વિષય અનુસાર ફોલ્ડર બનાવીને તેમાં સંબંધિત સાઇટ્સની લિંક્સ સાચવી રાખીએ છીએ તેમ સિમ્બાલૂમાં જુદાં જુદાં ટેબમાં વેબમિક્સ બનાવી, તેને આપણી મરજી મુજબનાં નામ આપી, તેમાં સંબંધિત વેબલિંક્સ કે ફીડ્સ સેટ કરી શકીએ છીએ. જેમ કે એક વાર થોડો સમય કાઢીને ન્યૂઝ, ક્રિકેટ, સાઇન્સ સાઇટ્સ, રેફરન્સ સાઇટ્સ, લેન્ગવેજ ટૂલ્સની સાઇટ્સ વગેરે વગેરેનાં વેબમિક્સ તૈયાર કરી લઈએ તો પછી જ્યારે પણ આપણે સાયન્સ સાઇટ્સ જોવાના ઇરાદાથી સાયબરજગતમાં ઝંપલાવીએ ત્યારે સિમ્બાલૂનું આ એક પેજ જ ઓપન કરવાનું રહે!

સોશિયલ મીડિયાની સગવડો અહીં પણ હાજર છે, તમે તમારી પસંદનાં વેબમિક્સ બનાવીને મિત્રો સાથે શેર કરી શકો છો, બીજાએ બનાવેલાં વેબમિક્સ તમારા ઉપયોગમાં લઈ શકો છો.


શરૂઆતમાં લખ્યું તેમ, ઇન્ટરનેટ આપણને આપણી મરજી ચલાવવાની પૂરતી તક આપે છે. સિમ્બાલૂ જેવાં ટૂલની મદદથી આપણે ધાર્યાં કામ કઢાવી શકીએ છીએ, મરજી હોય તો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!