(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સોફ્ટવેર ટેસ્ટિંગ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીના વિકલ્પો

ટેક્નોલોજીમાં કારકિર્દી બનાવવી હોય તો કયા કયા વિકલ્પો છે? કઈ પેટાલાઈન લેવી સારી? અત્યારે તો બરાબર, ભવિષ્યમાં કેવીક તકો રહેશે? આઇ.ટી.નું ક્ષેત્ર એટલું ઝડપથી બદલાતું રહે છે કે તેમાં કારકિર્દીને લગતા આવા બધા પ્રશ્ર્નો સતત વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતા રહે છે. ભારત અને યુએસએમાં કાર્યરત આઇટી કંપની ‘ઇન્ડયુએસએ’ના આસિસ્ટન્ટ મેનેજર (એચઆર) રોશન રાવલે અહીં તેમના અનુભવના આધારે આઇ.ટી.ના એક ચોક્કસ ક્ષેત્રમાં કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપ્યું છે. વાચકો તેમના આ વિશેના સવાલો રોશનભાઈને કે ‘સાયબરસફર’ને મોકલી શકે છે. – સંપાદક

આગળ શું વાંચશો?

  • કમ્પ્યુટર એન્જિનીયર બન્યા પછી પ્રોગ્રામિંગને બદલે ટેસ્ટિંગમાં જઈ શકાય? પ્રોગ્રામિંગ વધુ સારું નહિ?
  • સોફ્ટવેર ટેસ્ટ એન્જિનિયર કેવી રીતે બની શકાય?
  • ટેસ્ટિંગ માટે કોઈ સર્ટિફિકેટ લઈ શકાય? તેનાથી કારકિર્દીમાં કેટલો ફાયદો થાય?
  • સોફ્ટવેર ટેસ્ટ એન્જિનિયર તરીકે તકો કેવી ઉપલબ્ધ છે? પગારધોરણ કેવાં હોય છે?

અલગ અલગ સ્ત્રોત પ્રમાણે અત્યારે ભારતમાં લઘુત્તમ ૫% અને ગુરુત્તમ ૧૦% જેવો કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો વ્યાપ થયો છે. યુરોપ, યુ.એસ.એ. અને જાપાન જેવા દેશોમાં યુવાનોની સતત ઘટતી વસ્તી અને પગારનાં ઊંચા ધોરણો, તો આફ્રિકા-આરબ દેશોમાં પૂરતું બુદ્ધિધન ન હોવાના કારણે આવનારાં વર્ષોમાં આ સૌ પ્રદેશોમાંથી ભારતને સોફ્ટવેર આઉટસોર્સિંગ ક્ષેત્રે જબ્બર કામ મળી રહેશે, વત્તા ભારતમાં જ કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો વ્યાપ આવનારા વર્ષોમાં બમણો થવાની શક્યતા છે.

આ સૌ પરિબળો મળીને આઇ. ટી. અને સોફ્ટવેર ક્ષેત્રે વિપુલ તકો ઊભી કરશે! આ સાથે આવનારા વર્ષોમાં અનેક બિનપરંપરાગત કારકિર્દી વિકલ્પો આઇ. ટી. ક્ષેત્રે ઉપલબ્ધ થશે. અલબત્ત ભારતના સોફ્ટવેર ઉદ્યોગ સામે અનેક પડકારો પણ છે જ, પણ હાલ પૂરતી એ સમસ્યાઓની ચર્ચા મુલતવી રાખીએ.

અત્યારે આપણે વાત કરીએ, આઇ.ટી. ક્ષેત્રમાં કારકિર્દીની એક પ્રમાણમાં ઓછી જાણીતી તકની.

એપલના બહુ ચર્ચિત આઇફોન-૫માં મેપ્સને લગતી જે ખામીઓ રહી ગઈ હતી તેના લીધે તેના વેચાણમાં તો ખાસ ફરક ન પડ્યો, પણ ઉચ્ચ ગુણવત્તાના પયર્યિ ગણાતા એપલની પ્રતિષ્ઠા જરૂર જોખમાઈ. આ સિવાય ઘણી વાર આપણા સાંભળવામાં કે વાંચવામાં આવે છે કે ટીકીટ બુકિંગ માટેની વેબસાઇટ પ્રથમ દિવસે જ ક્રેશ થઈ ગઈ, મોલમાં બિલિંગ સોફ્ટવેરે ખોટું બિલિંગ કર્યું કે બેંકના સોફ્ટવેરે વધુ વ્યાજ કાપ્યું વગેરે. આવી ખામીઓ રહી જવાનું એક મોટું કારણ જે તે સોફ્ટવેરના ટેસ્ટિંગમાં રહેલી કચાશ હોય છે.

સોફ્ટવેર ટેસ્ટિંગને ઘણી વાર Quality Assurance પણ કહેવાય છે, પણ QA, QC (Quality Check) અને સોફ્ટવેર ટેસ્ટિંગ એકમેકના પયર્યિ નથી. QA વિસ્તૃત ફલક પર ફેલાયેલી પ્રક્રિયા છે. જ્યારે QC અને સોફ્ટવેર ટેસ્ટિંગ QA અંતર્ગત થતી પ્રક્રિયાઓ છે.

વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ હોય, ફેસબુક કે એમેઝોન જેવા વેબપોર્ટલ હોય કે મોબાઇલ એપ્સ હોય, આ તમામની ગુણવત્તાના અનેક માપદંડો મુજબની ચકાસણી કરવાની જવાબદારી સોફ્ટવેર ટેસ્ટ એન્જિનીયરની હોય છે. હાલના સમયમાં સોફ્ટવેર ટેસ્ટ એન્જિનીયર તરીકેની કારકિર્દીની અનેકવિધ તકો ઉપલબ્ધ છે.

આ સોફ્ટવેર ટેસ્ટિંગ શું છે? તેના કેટલા પ્રકાર છે અને ખાસ તો આ કારકિર્દી કેવી રીતે અપનાવી શકાય છે એની ચર્ચા કરીએ.

સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ, કે મોબાઇલ એપ એ અનેક સોફ્ટવેર એન્જિીયરો દ્વારા મહિનાઓની, ક્યારેક વર્ષોની મહેનત પછી અને હજારો લીટીઓનો કોડ લખવાથી બને છે. માટે સ્વાભાવિક જ તેમાં કેટલીક ખામીઓ રહી જવા પામે છે. આ ખામીઓ અનેક પ્રકારની હોઈ શકે, જેમ કે ગણતરીની ભૂલો, વેબસાઇટ બરાબર ન ખૂલવી, ગ્રાહકને ઈ-મેઇલ ન મળવો કે ખોટી વ્યક્તિને મળવો વગેરે. સોફ્ટવેર ટેસ્ટ એન્જિીયરની જવાબદારી કાળજીપૂર્વક આખા સોફ્ટવેરનું ટેસ્ટિંગ કરી તમામ સંભવિત ખામીઓને શોધીને સોફ્ટવેર ડેવેલપમેન્ટ ટીમના ધ્યાન પર લાવવાની હોય છે.

આ ખામીઓને ટેક્કિલ ભાષામાં બગ કહેવાય છે. બગ જ્યાં નોધવામાં આવે છે તે સોફ્ટવેરને બગ ટ્રેકિંગ સિસ્ટમ કહેવાય છે. બગઝીલ્લા, ક્લિયરક્વેસ્ટ, બગકલેકટર વગેરે બગ ટ્રેકિંગ સિસ્ટમનાં ઉદાહરણ છે. આ કામ જો યોગ્ય રીતે થાય તો ઉપર જણાવેલા પ્રકારની ગંભીર ભૂલોને સદંતર ટાળી શકાય.
સોફ્ટવેર ટેસ્ટિંગને મુખ્ય બે પ્રકારમાં વિભાજિત કરી શકાય : મેન્યુઅલ અને ઓટોમેટેડ. મેન્યુઅલ ટેસ્ટિંગમાં સોફ્ટવેર કે હાર્ડવેરનું ટેસ્ટિંગ કોઈ સોફ્ટવેર, ટૂલ કે સ્ક્રીપ્ટ વિના જાત તપાસ દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઓટોમેટેડ પ્રકારના ટેસ્ટિંગમાં સોફ્ટવેર, ટૂલ, સ્ક્રીપ્ટ કે ઈમ્યુલેટરની મદદ લેવામાં આવે છે.
સોફ્ટવેર ટેસ્ટિંગના ઘણા પેટા પ્રકારો છે. જેમ કે ફંક્શનલ, યુઝર ઇન્ટરફેસ, રિગ્રેશન, પરફોર્મન્સ, સિક્યુરિટી, કોસ્મેટિક વગેરે. આ અલગ અલગ પ્રકારની ચકાસણીથી જરૂરિયાત પ્રમાણે સોફ્ટવેરનાં વિવિધ પ્રકારના પેરામીટર્સ તપાસવામાં આવે છે.


મોબઇલનાં અવનવા મોડલ અને એપ્સનાં પ્રતાપે આવનારા સમયમાં મોબઇલ ટેસ્ટિંગ ક્ષેત્રે પણ વપુલ તકો ઊભી થશે એ નક્કી છે.

પ્રોગ્રામિંગ સિવાય પણ આઇ.ટી અને સોફ્ટવેરમાં ટેસ્ટિંગ અને બીજી અનેક કારકિર્દી છે જેની ચર્ચા આપણે આવનારા અંકોમાં કરીશું.

કમ્પ્યુટર એન્જિનીયર બન્યા પછી પ્રોગ્રામિંગને બદલે ટેસ્ટિંગમાં જઈ શકાય? પ્રોગ્રામિંગ વધુ સારું નહિ?

સોફ્ટવેર ટેસ્ટ એન્જિીયરનું કામ પ્રોગ્રામર કરતાં જરા પર ઉતરતું નથી. અરે ઉલટું સોફ્ટવેર ટેસ્ટ એન્જિનીયર તો પ્રોગ્રામરે કરેલા કામને પડકાર ફેંકે છે અને ખરું જોતાં તો સોફ્ટવેર ટેસ્ટ એન્જિીયરનું કામ ફક્ત પ્રોગ્રામરે કરેલી ભૂલો શોધવાનું નહિ પણ સોફ્ટવેર ડેવેલપમેન્ટની સમગ્ર પ્રક્રિયામાં ભાગ લઈ ખામીરહિત સોફ્ટવેર કેવી રીતે બનાવી શકાય એ અંગે માર્ગદર્શન આપવાનું છે. માટે ટેસ્ટિંગની કારકિર્દી પ્રોગ્રામિંગથી જરા પણ ઉતરતી નથી એવું કહી શકાય. લેખમાં ચર્ચેલા ઓટોમેટેડ ટેસ્ટ ટૂલને ચલાવા માટે સ્ક્રીપ્ટ લખવી પડે છે, જે પ્રોગ્રામિંગ જેવું જ છે. માટે ટેસ્ટિંગ કંઈ સરળ કે ઓછા ગંભીર પ્રકારનું કામ છે એવું જરાય નથી.

સોફ્ટવેર ટેસ્ટ એન્જિનીયર કેવી રીતે બની શકાય?

શૈક્ષણિક લાયકાત તરીકે B.Tech (IT/CE), MCA, M.SC (IT), BCA જોઈએ. Diploma IT/Computer પણ ચાલે. B.Com, B.Sc.  કે B.A. થયા પછી પણ આ ક્ષેત્રમાં આવી શકાય.

આ ક્ષેત્રમાં આવવા માટે વિન્ડોઝ અને લીનક્સ જેવી ઓપરેટિંગ સિસ્ટમ, ઇન્ટરનેટ, કમ્પ્યુટર હાર્ડવેર વગેરેનું પાયાનું જ્ઞાન ખૂબ જરૂરી છે. કોઈ આઇ.ટી. કંપનીમાં તાલીમાર્થી તરીકે જોડાઈને સોફ્ટવેર ટેસ્ટિંગ શીખી શકાય છે. આનો ફાયદો એ છે કે ખૂબ જ પ્રેક્ટિકલ તાલીમ અનુભવીઓ દ્વારા મળે છે. આ સિવાય કેટલીક ખાનગી સંસ્થાઓમાં પણ સોફ્ટવેર ટેસ્ટિંગની તાલીમ લઈ શકાય છે, જેમ કે…

  • ટોપ્સ ટેક્નોલોજી અમદાવાદ અને વડોદરા www.tops-int.com/
  • કીવી ક્યુ.એ. અમદાવાદ www.kiwiqa.com/
  • યુનિકોડ ટેક્નોલોજી અમદાવાદ http://www.unicodetechnologies.in

 ટેસ્ટિંગ માટે કોઈ સર્ટિફિકેટ લઈ શકાય? તેનાથી કારકિર્દીમાં કેટલો ફાયદો થાય?

હા. International Software Testing Qualifications Board (ISTQB)  આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સર્ટીફીકેટ આપે છે જે ભારતમાં પણ મેળવી શકાય છે. આ માટેની ખાસ ટ્રેનિગ આપતી ખાનગી સંસ્થાઓ પણ છે. આ સઘળી માહિતી http://www.istqb.in/ પરથી મેળવી શકાય છે. આ સિવાય ઉપર ચર્ચેલા એચ. પી., સિલ્ક, સેલેનીઅમ વગેરે ઓટોમેશન ટૂલનાં પણ સર્ટીફીકેટ લઈ શકાય. સર્ટીફીકેટ કારકિર્દી માટે મદદરૂપ નીવડશે, પણ અનિવાર્ય નથી.

સોફ્ટવેર ટેસ્ટ એન્જિનીયર તરીકે તકો કેવી ઉપલબ્ધ છે? પગાર ધોરણ કેવાં હોય છે?

સોફ્ટવેર ટેસ્ટ એન્જિીયર તરીકે તાલીમાર્થી તરીકે જોડાયા બાદ સિયિર સોફ્ટવેર ટેસ્ટ એન્જિીયર અને ત્યાર બાદ ટેસ્ટ લીડ અને પૂરતા અનુભવ અને સારા પરફોર્મન્સ બાદ સોફ્ટવેર ટેસ્ટ મેનેજર જેવો હોદ્દો પણ મળી શકે. તાલીમાર્થી તરીકે મહિને ૭થી ૧૫ હજારથી શરુઆત થતી હોય છે. ત્યાર પછી અનુભવ અને આવડત પ્રમાણે પગાર વધે છે. નિષ્ણાત ટેસ્ટ એન્જિીયર મહિને ૬ આંકડાનો પગાર પણ મેળવી શકે. આ ક્ષેત્રની તકો ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઉપલબ્ધ છે. આઇ. ટી. હબ ગણાતા બેંગલોર, પૂણે, હૈદરાબાદમાં તો ખરી જ. આ ઉપરાંત વિદેશોમાં (ખાસ કરીને યુરોપ-અમેરિકા) ટૂંકા કે કાયમી વસવાટના ધોરણે જવાની તક પણ રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!