બ્રિજેશ પટેલ (એલડી કોલેજઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ)
મારી ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની આદતે મને ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર પ્રોગ્રામથી વાકેફ કરાવ્યો. મારા ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દરમિયાન મને ૩-૪ ક્રોસ ક્વેશ્ચેન્સ પણ પૂછ્યા હતા, પણ મેં મારી બધી બેઝિક ઇન્ફર્મેશન પહેલેથી કાગળમાં નોટ કરી રાખી હતી.
હું છેલ્લાં ૩ વર્ષથી યુવા અનસ્ટોપેબલ નામની એક એનજીઓમાં કામ કરું છું. મારો એ અનુભવ મને બહુ કામ લાગ્યો. કેવી રીતે કોઈ પણ ઇવેન્ટ મેનેજ કરવી અને એમાં શું મુશ્કેલીઓ આવી શકે એનો મને પહેલેથી થયેલો અનુભવ મને બહુ કામ લાગ્યો.
એ ઉપરાંત, મારા કોલેજના ટીચર શ્રી હિતેષ દિવાનજીએ પણ ખૂબ સાથ આપ્યો. એમણે મને દરેક તબક્કે એનકરેજ કર્યો અને મને જે કંઈ પણ જોઈએ તે મળી રહે એની તકેદારી રાખી.
જોકે હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો હોવાથી ઇન્ટરવ્યૂમાં ઇંગ્લિશમાં બોલવામાં મને તકલીફ પડી હતી. છતાં મને લાગે છે કે સ્ટુડન્ટ્સમાં જાગૃતિ આવે તો આપણું ગુજરાત અત્યારના આઇટી હબ બેંગલોરને પણ પાછળ પાડી શકે તેમ છે.

