(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આકાશને ચૂમતી ઇમારતોની દુનિયા

તમે સિવિલ એન્જિીયરિંગ સાથે સંકળાયેલા હો કે ન હો, દુનિયાની અજાયબી જેવાં સ્કાયસ્ક્રેર્સ વિશે જાણવામાં તમે રસ હોય તો અહીં આપેલી કેટલીક સાઇટ્સ તેની ઇન્ટરએક્ટિવ અનુભવ આપે છે.

હજી એકાદ દાયકા પહેલાં, વર્ષ ૨૦૦૧માં મલેશિયામાં પેટ્રોનાસ ટાવર્સ નામે બનેલે જોડિયા ટાવરને દુનિયાના સૌથી ઊંચી ઇમારતનું સન્માન મળ્યું હતું. પરંતુ માંડ ત્રણ વર્ષ પછી એટલે કે ૨૦૧૬ સુધીમાં એવી સ્થિતિ સર્જાવાની છે કે વિશ્વની સૌથી ઊંચી ૧૦ ઇમારતોમાં પેટ્રોનાસ ટાવરનું ક્યાંય નામ જ નહીં હોય! અત્યારે બાંધકામ હેઠળ એવી સાત ઇમારતો આ ટોપ ટેનના લિસ્ટમાં નવી ઉમેરાશેે અને હાલમાં આ લિસ્ટમાં બીજાથી સાતમા ક્રમે રહેલી ઇમારતો પાછળ ધકેલાઈ જશે.

તમને વિશ્વની સૌથી ઊંચી ઇમારતો વિશે જાણવામાં રસ હોય તો અમેરિકાના પ્રસિદ્ધ મેગેઝિન સાયન્ટિફિક અમેરિકનની વેબસાઇટ (www.scientificamerican) પર મૂકવામાં આવેલી એક ઇન્ટરએક્ટિવ રજૂઆત તપાસી લેવા જેવી છે. તેમાં ૨૦૧૬ સુધીમાં વિશ્વની સૌથી ઊંચી ૧૦ ઇમારતોનું સ્થાન મેળવનારી ઇમારતો અને તેના ઉપરાંત, હાલની સૌથી ઊંચી ઇમારતોની માહિતી આવરી લેવામાં આવી છે. જે તે બિલ્ડિંગ પર માઉસ લઈ જતાં, તેનું નામ, લોકેશન, ઊંચાઈ, કામ પૂરું થયાનું કે પૂરું થવાની સંભાવના હોય તે વર્ષ વગેરે માહિતી વાંચવા મળશે.

અહીં થોડાં વધુ ખાંખાંખોળા કરતાં જાણવા મળે છે કે વિશ્ર્વે ૨૧મી સદીમાં પ્રવેશ કર્યો ત્યારે વિશ્ર્વમાં ૩૦૦મીટરથી વધુ ઊંચાં હોય તેવાં માત્ર ૨૨ “સુપરટોલ બિલ્ડિંગ હતાં. ૨૧મી સદીના પહેલાં ૧૦-૧૫ વર્ષમાં જ, એટલી જ સંખ્યામાં નવાં “સુપરટોલ બિલ્ડિંગ ઉમેરાઈ જવાનાં છે. અત્યંત ઊંચાં મકાનોની ઊંચાઈ કેવી રીતે નક્કી થાય છે એની રસપ્રદ જાણકારી પણ અહીં મળે છે.

મુંબઈનો વર્લ્ડ વન ટાવર

મુંબઈમાં બંધાઈ રહેલો, ૧૧૭ માળનો વર્લ્ડ વન ટાવર દુનિયાનો સૌથી ઊંચો રેસિડેન્શિયલ ટાવર બનશે. હાલની વિશ્વની સૌથી ઊંચી ઈમારત દુબઈની બુર્જ ખલિફા છે, જેમાં ૧૬૩ માળ છે, પરંતુ તેમાં રેસિડેન્શિયલ સ્પેસ ૧૦૯ માળ સુધી જ છે.

વર્લ્ડ વનની બાલ્કનીમાંથી મુંબઈ શહેર કેવું દેખાશે એ જોવું હોય તો જુઓ આ સાઇટ :http://www.theworldtowers.com/ (સાઇટ પર તમારે વ્યૂની લિંક જરા શોધવી પડશે!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!