(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કારકિર્દીનો એક વિકલ્પ: ટેક્નિકલ રાઇટિંગ

ગુજરાતમાં આઇટી ક્ષેત્ર સતત વિકસી રહ્યું છે, પણ આઇટીમાં કરિયર એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ એવી માન્યતા થઈ પડી છે. વાસ્તવમાં આ ક્ષેત્રમાં જુદી જુદી ઘણી રીતે કારકિર્દી વિક્સાવી શકાય છે. શ્રી રોશન રાવલે તેમના આ બીજા લેખમાં ગુજરાતમાં ઓછી જાણીતી ટેકનિકલ રાઇટિંગની વાત આલેખી છે.વાચકો તેમના સવાલો રોશનભાઈને કે ‘સાયબરસફર’ને મોકલી શકે છે. – સંપાદક

આગળ શું વાંચશો?

  • ટેકનિકલ રાઈટર કેવી રીતે બની શકાય?
  • ટેકનિકલ રાઈટર અન્ય શું કામગીરી બજાવી શકે?
  • ટેકનિકલ રાઈટરની કારકિર્દીમાં વિકાસની તકો છે?
  • ટેકનિકલ રાઈટર માટે ગુજરાતમાં કેવી તકો છે? ફ્રીલાન્સિંગની તકો કેવી હોય છે?
  • સોફ્ટવેર પ્રોડક્ટ કંપની
  • સર્વિસીસ કંપની
  • ટેકનિકલ રાઈટર તરીકેની તકો અને પગાર ધોરણ કેવા હોય છે?

એમએસ-વર્ડ/એક્સેલ, ગૂગલ ક્રોમ કે કોઈ પણ અન્ય સોફ્ટવેર વાપરતી વખતે આપણને એક બાબતની નિશ્ચિતતા હોય છે કે ક્યાંક ગૂંચવાશું કે કોઈ વસ્તુ નહીં ચાલતી હોય તો એક કી દબાવીને હેલ્પ મેનુમાં જઈને તેનો ઉકેલ મેળવી શકાશે. હેલ્પ મેનુ થકી સરેરાશ વપરાશકર્તા માટે સોફ્ટવેરનો ઉપયોગ સરળ બનાવવાનું શ્રેય જાય છે ટેકનિકલ રાઇટરને.

ટેકનિકલ રાઇટરનાં કાર્યક્ષેત્રમાં સોફ્ટવેરના હેલ્પ મેનુ, મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેવા કે ટી.વી., ડિજિટલ કેમેરા, સેટટોપ બોકક્ળસ વગેરે અનેક સાધનોને વાપરવાની પ્રક્રિયા સમજાવતા યુઝર મેન્યુઅલ અને મેડિકલ કે ભારે મશીનરી જેવા ક્ષેત્રોનાં મેન્યુઅલ બનાવવાનું પણ આવે છે.

વપરાશમાં જેટલી જટિલતા એટલી ટેકનિકલ રાઇટરની જરુરિયાત વધારે.

આપણા આ લેખનો વ્યાપ જોકે ફક્ત સોફ્ટવેરનાં ક્ષેત્ર પૂરતો સિમિત રાખીએ. ટેકનિકલ રાઇટરને ઇન્ફોર્મશન ડેવલપર પણ કહેવાય છે.

ટેકનિકલ રાઇટરનું કામ ક્ધટેન્ટ રાઇટર જેવું જ હોય છે, પણ આ બંનેમાં લેખનની શૈલી અને ટેકનિકલ માહિતી એ પાયાનાં તફાવતો છે.

લગભગ દરેક સોફ્ટવેર કંપનીમાં ખાસ કરીને માઇક્રોસોફ્ટ, અડોબ, ઓરેકલ જેવી બહુરાષ્ટ્રીય પ્રોડક્ટ કંપનીઓમાં તેમની અસંખ્ય સોફ્ટવેર પ્રોડક્ટ્સના હેલ્પ મેનુ બનાવવામાટે ટેકનિકલ રાઇટરની ખૂબ જરૂર હોય છે.

ટેકનિકલ રાઇટર માટે સૌથી મોટો પડકાર જટિલ માહિતી કે પ્રક્રિયાને એક સામાન્ય વ્યક્તિ સમજીને જે તે સોફ્ટવેર કે ઉપકરણ વાપરી શકે એ રીતે સરળ અને ટૂંકી રીતે લખવામાં હોય છે. આ પ્રક્રિયામાં એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે વપરાશની સરળતા ઉપરાંત ઉપયોગકર્તા (અને સોફ્ટવેરની) સલામતી અંગે પણ પૂરતી માહિતી આપવામાં આવી હોય. આ માટે અંગ્રેજી (અથવા જે ભાષામાં મેન્યુઅલ બનવાનું હોય તે) ઉપર પ્રભુત્વ અને જે સોફ્ટવેર કે પ્રોડક્ટ વિશે લખવાનું હોય તેની તલસ્પર્શી માહિતી હોવી જરુરી છે.

ટેકનિકલ રાઇટર સમગ્ર સોફ્ટવેર ડેવલપમેન્ટની પ્રક્રિયા દરમ્યાન વિવિધ તબક્કે સંકળાયેલા હોય છે. લખવાનું શરૂ કરતા પહેલા ટેકનિકલ રાઇટર ડેવેલોપમેન્ટ ટીમનો ઇન્ટરવ્યૂ કરે છે, જે દ્વારા તે સોફ્ટવેર અંગે બને એટલી માહિતી એકઠી કરે છે. આ પછી આ માહિતીનું ઝીણવટભર્યું પૃથક્કરણ (analysis) કરે છે, ખાસ કરીને એ સોફ્ટવેરના વપરાશકર્તા કોણ હશે, જે તે સોફ્ટવેર કે પ્રોડક્ટનાં શું ફિચર્સ હશે, તે કેવું કામ આપશે, સોફ્ટવેર કેવી રીતે ઇનસ્ટોલ થશે, શું સંભવિત મુશ્કેલીઓ ઊભી થશે, વપરાશકતર્નિે સરળમાં સરળ સમજૂતી કેવી રીતે આપવી, કયા સ્વરુપે આપવી વગેરે બાબતોનો અભ્યાસ કરે છે.

આ ઉપરાંત તેઓ માહિતી અને પૃથક્કરણના આધારે સોફ્ટવેર કે પ્રોડક્ટને ખુદ એક સરેરાશ વપરાશકર્તા તરીકે વાપરે છે. આમ કરવાથી તે સોફ્ટવેર કે પ્રોડક્ટ વિશે જાત માહિતી મેળવે છે. આના થકી તેઓ વપરાશકતર્નિે પડનારી સંભવિત મુશ્કેલીઓ કે મૂંઝવણોને સમજે છે. ત્યાર બાદ જ્યાં જરુર જણાય ત્યાં થોડું સંશોધન કરીને કે ડેવલપમેન્ટ ટીમનું માર્ગદર્શન મેળવીને પછી ટેકનિકલ રાઇટર હેલ્પ મેનુ કે યુઝર મેન્યુઅલ લખે છે. આ ઉપરાંત નિયમિત રીતે સોફ્ટવેર કે પ્રોડક્ટમાં ડેવલપમેન્ટ દરમ્યાન કોઈ ફેરફાર થયા હોય, કે કોઈ નવું ફીચર ઉમેરાયું હોય તો તેની પણ નોંધ રાખે છે.


હેલ્પ મેનુ કે યુઝર મેન્યુઅલ લખવા માટે ટેકનિકલ રાઇટર સ્નેગ-ઇટ, રોબોહેલ્પ, ટ્રાયસોફ્ટ, ફોટોશોપ કે અન્ય સોફ્ટવેર અને ટૂલ્સની મદદ લે પણ છે. આનાથી તે લખાણની સાથે રેખાંકનો, સ્ક્રીનશોટ્સ કે ઓડિઓ-વીડિયો પણ ઉમેરી શકે છે. ટેકનિકલ રાયટિંગમાં મદદરૂપ થાય એવાં અનેક ટૂલ્સ હવે તો ઉપલબ્ધ છે.

હેલ્પ મેનુ કે યુઝર મેન્યુઅલ લખી રહ્યા બાદ ટેકનિકલ રાઇટર એ ડોકયુમેન્ટને બિઝનેસ એનાલિસ્ટ કે પ્રોજેક્ટ મેનેજરને મંજૂરી માટે મોકલે છે. ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ સરવાળે હેલ્પ મેનુ કે મેન્યુઅલ તેયાર થાય છે.

ટેકનિકલ રાઇટર કેવી રીતે બની શકાય?

ભારતમાં ટેકનિકલ રાઇટર્સ ઓફ ઇન્ડિયા નામનું એક ઔપચારિક મંડળ અસ્તિત્વ ધરાવે છે. આ મંડળ ટેકનિકલ રાઇટિંગની કારકિર્દી બનાવવા માગતી વ્યક્તિઓને માર્ગદર્શન આપે છે. આ મંડળની વેબસાઇટhttp://www.twin-india.org/ પરથી ટેકનિકલ રાઇટિંગની તાલીમ આપતી ખાનગી સંસ્થાઓ વિશેની વિસ્તૃત માહિતી મેળવી શકાય છે.

આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે અંગ્રેજી ઉપરનું સારું પ્રભુત્વ અને જટિલ ટેકનિકલ બાબતો સમાજવાની ક્ષમતા એ પૂર્વશરત છે.

ટેકનિકલ રાઇટર અન્ય શું કામગીરી બજાવી શકે?

ટેકનિકલ રાઇટર ISO, CMM, COBIT કે ITIL જેવા સોફ્ટવેર ડેવલપમેન્ટ અને આઇ.ટી. મેનેજમેન્ટ પ્રોસેસિસમાં પણ ડોક્યુમેન્ટેશન અને ઇન્ટરનલ ઓડિટર તરીકેનો અગત્યનો ભાગ ભજવી શકે છે. આ ઉપરાંત વ્હાઇટ પેપર લખવા, માર્કેટિંગ મટિરિયલ અને પ્રેઝેન્ટેશન વગેરે તૈયાર કરવામાં પણ ભાગ ભજવી શકે.

ટેકનિકલ રાઇટરની કારકિર્દીમાં વિકાસની કેવી તકો છે?

આ પ્રકારના કામમાં કારકિર્દીની પ્રગતિનું નિશ્ચિત માળખું નથી હોતું. ટેકનિકલ રાઇટર તરીકે જોડાયા બાદ, સિનિયર ટેકનિકલ રાઇટર અને પૂરતા અનુભવ બાદ લિડ મેનેજર જેવી પોસ્ટ મળી શકે. ઉપર નોધ્યું એ મુજબ આ કામ સૌથી વધારે પ્રોડક્ટ કંપનીઓમાં થતું હોય છે, સર્વિસ પ્રકારની કંપનીઓમાં ટેકનિકલ રાઇટર માટે પ્રમાણમાં ઓછું કામ હોય છે. વળી નાની કે મધ્યમ કદની કંપનીઓ કરતાં મોટી અને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં આ કારકિર્દી માટે વધારે તકો રહેલી છે.

અંગ્રેજી સિવાયની અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓ ખાસ કરીને જાપાનીઝ, સ્પેનિશ, જર્મન, ફ્રેંચ, ચાઇનીઝ વગેરે પર પ્રભુત્વ મેળવીને પણ આ ક્ષેત્રે વધુ વિકાસ કરી શકાય છે.

તાલીમ અને પ્રયત્નોથી ટેકનિકલ રાઇટર આગળ જતાં બિઝનેસ એનાલિસ્ટ અથવા ઇન્ફર્મેશન આર્કિટેક્ટ જેવી કારકિર્દી પણ આપનાવી શકે.

ટેકનિકલ રાઇટર માટે ગુજરાતમાં કેવી તકો છે? ફ્રીલાન્સિંગની તકો કેવી હોય છે?

ગુજરાતમાં નબળા અંગ્રેજી અને આ કારકિર્દી અંગેની જાગૃતતાના અભાવે ટેકનિકલ રાઇટિંગની કારર્કિદી અપનાવનાર જૂજ છે. અમદાવાદ જેવા શહેરમાં પણ આંગળીને વેઢે ગણી શકાય એટલા જ ટેકનિકલ રાઇટર છે એવું જરાય અતિશોક્તિ વિના કહી શકાય. માટે આ ક્ષેત્રે ગુજરાતમાં ઉજ્જવળ તકો છે. બહેનો માટે આ કારકિર્દી ઉત્તમ છે. આ ક્ષેત્રમાં ફીલાન્સિંગની તકો પ્રમાણમાં ઓછી છે. તેનું એક મુખ્ય કારણ કદાચ એ છે કે ટેકનિકલ રાઇટરે સતત પ્રોજેકટ ટીમના સંપર્કમાં રહેવાનું હોય છે. એ સિવાય ગોપનીયતાના કારણથી પણ આ કામ કંપનીઓ બહાર કરાવતી નથી.

આપણે અગાઉના લેખમાં જોયું એ પ્રકારે ટેકનિકલ રાઇટિંગનાં ક્ષેત્રે પણ મોબાઇલ અને મોબિલિટીની ક્રાંતિને પરિણામે ખૂબ તકો સર્જાઈ છે. તો વળી ક્લાઉડ કમ્પ્યુટિંગ, બીગ ડેટા, સોશિયલ મીડિયા વગેરેને લીધે પણ ખૂબ તકો ઊભી થશે.

સોફ્ટવેર પ્રોડક્ટ કંપની

આવી કંપની વિવિધ ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર જેમ કે એન્ટિવાઇરસ, એમએસ-ઓફિસ, ફેસબુક/ગૂગલ કે ઓરેકલ જેવા ડેટાબેસ વગેરે બનાવીને વપરાશ માટેનાં લાઇસન્સ વેચતી હોય છે. આ સિવાય .NET, Java  કે iPhone જેવા ડેવલપમેન્ટ પ્લેટફોર્મ/SDK બનાવતી કંપનીઓને પણ સોફ્ટવેર પ્રોડક્ટ કંપની કહી શકાય. આમાં પ્રોપરાઇટરી અને ઓપન-સોર્સ એ બંને પ્રકારની કંપનીઓ આવી જાય.

સર્વિસીસ કંપની

આવી કંપનીઓ મોટે ભાગે આઉટસોર્સિંગ પ્રકારે સોફ્ટવેર સપોર્ટ, .NET, Java કે iPhone જેવા પ્લેટફોર્મને વાપરીને સોફ્ટવેર કે એપ્લિકેશન બનાવવાં, જૂના સોફ્ટવેરને નવેસરથી ડેવલોપ કરવું કે નવા પ્લેટફોર્મમાં તબદીલ કરવું વગેરે જેવી સેવાઓ પૂરી પડે છે. આ પ્રકારની કંપનીઓ દ્વારા આપતી સોફ્ટવેર સર્વિસીસનું લિસ્ટ ખાસ્સું લાંબું હોય છે. તાતા ક્ધસલ્ટન્સી, ઇન્ફોસીસ, વિપ્રો, જેવી કંપનીઓ સર્વિસીસ કંપનીનાં ઉત્તમ ઉદાહરણ છે.

ટેક્નિકલ રાઇટર તરીકેની તકો અને પગાર ધોરણ કેવા હોય છે?

આમ તો (સારા) ટેક્નિકલ રાયટરની ખાસ્સી અછત હોય છે માટે આ સલામત કારકિર્દી છે, પણ સોફ્ટવેર એન્જિનયર, સોફ્ટવેર ટેસ્ટ એન્જિનયર, સિસ્ટમ એડમિનીસટ્રેટર જેવા કામોમાં જેમ સેંકડો નોકરીઓ ઉપલબ્ધ હોય છે એટલી વિપુલ તકો ટેક્નિકલ રાયટર માટે નથી હોતી. કારકિર્દીની શ‚રુઆતમાં મહિને પગાર આઠથી દશ હજાર જેટલો હોઈ શકે છે, પણ જેમ જેમ અનુભવ વધતો જાય એમ પગાર અને તકો પણ વધતી જાય છે. પુરતો અનુભવ હોય તો બહુરાષ્ટ્રીય સોફ્ટવેર પ્રોડ્કટ કંપનીઓમાં તો મહિને છ આંકડાનો પગાર પણ શક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!