(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટૂંકાક્ષરી શબ્દોનું ફટાફટ જાણો ફૂલ ફોર્મ

ISRO, IIMA, NASA, BBC, GMT, GPS રોજબરોજના વાંચનમાં આવા તો કેટલાય ટૂંકાક્ષરી શબ્દો તમારી સામે આવતા હશે. કેટલાકનું ફૂલ ફોર્મ આપણે જાણતા હોઈએ તો કેટલાકમાં પાકી સ્પષ્ટતા ન હોય. આવે સમયે, ગૂગલિંગ કરી લેવાની તેની લાંબીલચક સમજણ તો મળી રહે, પણ આપણા મૂળ પ્રશ્ન – What is GMT -નો તાબડતોબ જવાબ જોઈતો હોય તો ગૂગલને બરાબર આ જ પ્રશ્ન પૂછી લો, સર્ચ રિઝલ્ટમાં સૌથી ઉપર એકબોક્સમાં પ્રશ્નનો જવાબ મળી જશે!

આગળ શું વાંચશો?

  • જુદાં જુદાં યુનિટ કન્વર્ટ કરો સહેલાઈથી
  • એકાઉન્ટિંગ શીખો, સરળ રીતે
  • મસ્તીખોર ગૂગલ
  • ટકાની સહેલી ગણતરી

જુદાં જુદાં યુનિટ કન્વર્ટ કરો સહેલાઈથી

યુનિટ કન્વર્ટર માટે આમ તો ગૂગલ જ કાફી છે, છતાં, એમાં તમને થોડી ગૂંચવણ થતી હોય તો જુદાં જુદાં યુનિટને એકબીજામાં ફેરફવવા માટે એક બહુ કામની સાઇટ છે આ : http://www.unitconverters.net/

સાઇટના હોમપેજ પર અંતર, તાપમાન, ક્ષેત્રફળ, કદ, વજન, સમય વગેરેનાં સામાન્ય યુનિટ કન્વર્ઝનની સગવડ આપેલી છે, પણ જો તમે એન્જિનીયરિંગના વિદ્યાર્થી હોય કે ફિઝિક્સમાં આગળ વધી રહ્યા હો તો એક્સિલરેશન ક્ધવર્ટર, એક્સિલરેશન-એંગ્યુલર કન્વર્ટર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કન્વર્ટર, ટોર્ક કન્વર્ટર વગેરે કે પછી ઇલેક્ટ્રિસિટીને લગતાં લિનિયર ચાર્જ ડેન્સિટી કન્વર્ટર, કરન્ટ કન્વર્ટર, ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ કન્વર્ટર કે પછી ફ્લુઇડને લગતાં ફ્લો – માસ કન્વર્ટર, કોન્સન્ટ્રેશન-સોલ્યુશન કન્વર્ટર, સરફેર ટેન્શન કન્વર્ટર વગેરે એકદમ હાથવગાં કરવા માટે આ સાઇટ કામની છે. સાયન્સ તમારો વિષય ન હોય તો દુનિયામાં આટલી પ્રકારનાં યુનિટ હોય છે એ જાણવા પણ આ સાઇટ જોવી રહી!

એકાઉન્ટિંગ શીખો, સરળ રીતે

માર્ચ-એપ્રિલમાં પરીક્ષા ઉપરાંત ફાઇનાન્સ, એકાઉન્ટિંગ, ઇન્વેસ્ટમેન્ટ વગેરે મુદ્દા પણ આપણા મગજ પર સવાર હોય છે. એકાઉન્ટિંગ તમારો વિષય હોય કે ન હોય, તેની ઊંડી (પણ સરળ) સમજ મેળવવી હોય તો આ સાઇટ બહુ કામ લાગે તેવી છે : http://www.accountingcoach.com

મસ્તીખોર ગૂગલ

ગૂગલની પહેલી ઓળખ ગઈ? સર્ચ એન્જિન, બરાબર? વાત સાચી, પણ ગૂગલ તેના સર્ચ એન્જિનની મદદથી આપણી સાથે જાત ભાતની રમત પણ રમે છે. જુદા જુદા ખાસ દિવસે ગૂગલના સર્ચ એન્જિનમાં ગૂગલનો લોગો જુદાં જુદાં ગૂગલ ડૂડલ સ્વરૂપે જોવા મળે છે એ તો આપણે જાણીએ જ છીએ, ગૂગલ સર્ચમાં પણ કેટલીય કરામતો કરવામાં આવી છે. માન્યામાં ન આવતું હોય તો

google.com પર જઈને સર્ચ બોક્સમાં નીચે બતાવ્યા મુજબ કરો અને જુઓ કે શું થાય છે :

સર્ચ બોક્સમાં Do a barrel roll ટાઇપ કરો અને સર્ચ કરો.

google gravity સર્ચ કરો અને google gravity mr. doob લખેલું જે પહેલું રીઝલ્ટ મળે તેના પર ક્લિક કરો.

મજા પડી? વાત અહીં પૂરી થતી નથી. ગૂગલનું સર્ચ બોક્સ શોધી કાઢો અને ફરી તેમાં કંઈ પણ લખીને સર્ચ કરી જુઓ.


Tilt A’hp Askew લખીને સર્ચ કરી જુઓ.

google mirro લખીને સર્ચ કરો એ જુઓ કે શું થાય છે! હવે ફરી સર્ચ બોક્સમાં કશુંક લખીને સર્ચ કરી જુઓ.

http://elgoog.im/underwater/ પર જાઓ. હવે આ સાઇટ દેખાતા ગૂગલ સર્ચ બોક્સમાં પણ કશુંંક લખીને સર્ચ કરી જુઓ.

ટકાની સહેલી ગણતરી

૬૪ના ૪ ટકા કેટલા થાય? અથવા ૩૬, ૧૬૦ના કેટલા ટકા થાય? આ સવાલો તમને મુશ્કેલ લાગતા હોય તો આ સાઇટ પર તમને તેના તદ્દન સહેલા જવાબ મળી જશે :http://www.percentagecalculator.net/આ ઓનલાઇન ફ્રી પર્સન્ટેજ કેલ્ક્યુલેટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!