(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિશાળ સોફ્ટવેર ડાઉનલોડ હબ

અંકનાં બધાં પાનાં વંચાઈ ગયાં હોય તો ફરી સમય છે આખું મેગેઝિન રિવાઇન્ડ કરવાનો!

આ વખતે ઘણાં બધાં પાનાંમાં છેક નીચે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લઈ શકાય એવાં વિવિધ સોફ્ટવેરનાં નામ આપેલાં છે. આમાંની કેટલાંક તમારા માટે જાણીતાં હશે, કેટલાંક જાણીતાં હશે, પણ એમનું સ્વરૂપ નવું હશે (જેમ કે ગૂગલ ક્રોમ પોર્ટેબલ!) તો કેટલાંક એવાં સોફ્ટવેર હશે જે તમારા જૂના પ્રશ્નોનો ઉપાય બતાવતાં હશે, પણ તમે સોફ્ટવેરનું નામ જાણતા નહીં હો!

જેમ આપણા સ્માર્ટફોનમાં અનેક પ્રકારની એપ્સ ડાઉનલોડ કરી શકાય છે એ જ રીતે આપણા પીસી કે લેપટોપમાં આપણે અસંખ્ય એપ્લિકેશન્સ કે સોફ્ટવેર ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરીને તેની પાસેથી અનેક પ્રકારનાં કામ લઈ શકીએ છીએ. સવાલ ફક્ત યોગ્ય અને સલામત સોફ્ટવેર શોધવાનો હોય છે. ટેક્નોલોજી ક્ષેત્રના અનેક નિષ્ણાતોને સાંકળતી સીનેટ વેબસાઇટ આમાં ઘણી મદદરુપ થઈ શકે છે.

સીનેટ આમ તો ઘણી બધી સાઇટ્સનું નેટવર્ક છે, પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની સગવડ આપતી તેની સાઇટ (http://download.cnet.com)ની.

આ સાઇટ પર પીસી સ્ટાર્ટર કિટ્સ, ગેમ્સ, સિક્યુરિટી પેચીઝ, સ્ક્રીનસેવર્સ, મોબાઇલ એપ્સ વગેરે મળીને દોઢ લાખથી વધુ ફ્રી ડાઉનલોડ્સ ઉપલબ્ધ છે. સીનેટના એડિટર્સ સોફ્ટવેર જુદી જુદી રીતે તપાસીને તેના વિશે પોતાના રીવ્યૂ અને રેન્કિંગ આપતા રહે છે. આપણને કામનું સોફ્ટવેર અહીં શોધવું સહેલું છે અને મળ્યા પછી તેના વિશે સીનેટના એડિટર્સ અને અન્ય યુઝર્સનો અભિપ્રાય કેવો છે એ જાણ્યા પછી સોફ્ટવેર ડાઉનલોડ કરીએ તો ખરેખર ઉપયોગી અને સલામત સોફ્ટવેર મળવાની શક્યતા ઘણી વધી જાય છે. આ સાઇટ પરથી ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરવાનો કોઈ ચાર્જ નથી અને રજિસ્ટ્રેશન કે પર્સનલ ઇન્ફર્મેશન આપવા જેવી ઝંઝટમાં પડવાની પણ જરુર રહેતી નથી.

હા, સોફ્ટવેર ડાઉનલોડ કરતી વખતે જરુરી સાવધાની રાખવી અનિવાર્ય છે, એ માટે આ જ અંકમાં આપેલો લેખ પહેલાં વાંચી લેશો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!