(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જામ થયેલી સીડી ડ્રાઇવ કઈ રીતે ખોલી શકાય?

કમ્પ્યુટર સાથે દિવસરાતનો સંબંધ હોય તોય તેની કેટલીક વાતો અને ખૂબીઓ આપણા સાવ ધ્યાન બહાર હોય એવું બની શકે છે. અહીં જાણો એવી અજાણી ખૂબી.

કમ્પ્યુટર કે લેપટોપની સીડી કે ડીવીડી ડ્રાઇવ સામાન્ય રીતે તેનું ઇજેક્ટ બટન પ્રેસ કરીને ઓપન કરી શકાય છે. પણ સમય જતાં તેનું મિકેનિઝમ થોડું બગડે તો ક્યારેક એવું બને કે બટન વારંવાર પ્રેસ કરવા છતાં ડ્રાઇવ ઓપન થાય નહીં. ક્યારેક એવું પણ બને કે તમે આ ડ્રાઇવની અંદર સીડી ભૂલી ગયા હો અને કમ્પ્યુટર શટડાઉન કર્યા પછી યાદ આવે કે જે સીડી લઈને ક્લાયન્ટને મળવા જવાનું છે એ તો ડ્રાઇવની અંદર રહી ગઈ. હવે? કમ્પ્યુટરને ફરી ઓન કરવાનો સમય નથી!

આ બંને સ્થિતિમાં એક ઉપાય છે. સીડી ડ્રાઇવની પેનલ તમે ધ્યાનથી જોશો તો તેમાં એક બિલકુલ નાનું એક છિદ્ર દેખાશે. અત્યાર સુધી એ તમારા ધ્યાનમાં જ આવ્યું નહીં હોય. આ ડ્રાઇવનું રીસેટ હોલ છે. એક પેપરક્લિકને બરાબર સીધી કરીને આ હોલમાં કાળજીપૂર્વક દાખલ કરી હળવું દબાણ આપશો તો પાવર વિના પણ ડ્રાઇવ ખૂલી જશે!

તમે લિફ્ટવાળા મકાનમાં રહેતા હશો તો અનુભવ હશે કે જાળીવાળી લિફ્ટમાં કોઈ અંદર રહી ગયું હોય અને લાઇટ જાય ત્યારે જાળીની અંદર હાથ નાખી, નાની લાકડીની મદદથી લિફ્ટની બહારની દીવાલ પરની એક સ્વિચ જેવી વ્યવસ્થા પ્રેસ કરવાથી જાળી ખોલી શકાય છે. કેટલીક લિફ્ટમાં બહારની બાજુએ આ માટે ખાસ પ્રકારનાં હોલ આપેલ હોય છે. કમ્પ્યુટરની ડ્રાઇવમાં કંઈક આવી જ વ્યવસ્થા છે.

પણ ખાસ ધ્યાને લેશો. ડ્રાઇવ પુશ બટનથી ખૂલતી ન હોય તેવા સંજોગોમાં જ આ રીત અજમાવજો, આ ખૂબી ચેક કરવા જતાં સાજીસમી ડ્રાઇવ બગડી ન જાય તેની કાળજી રાખશો!

જોઈતી બાબત શોધો, સહેલાઈથી

તમે કમ્પ્યુટરમાં કામ કરતા હો કે વેબસર્ફિંગ કરી રહ્યા હો, ઘણી વાર એવું બન્યું હશે કે તમે કમ્પ્યુટરની ફાઈલમાં કે વેબપેજ પર કોઈ ચોક્કસ શબ્દ શોધવા ઇચ્છતા હશો. આ માટે ctrl+F કી પ્રેસ કરતાં, ફાઇન્ડ વિન્ડો (વેબ બ્રાઉઝરમાં ક્રોમમાં ઉપર અને ફાયરફોક્સમાં નીચેની તરફ) ઓપન થાય છે. તેમાં તમે જે શબ્દ શોધતા હો તે લખીને ઝડપથી આખું ડોક્યુમેન્ટ કે વેબપેજ સર્ચ કરી શકો છો.

વાત સાવ નાની છે, પણ જો ખબર હોય તો તમારો ઘણો સમય બચાવે તેવી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!