(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બાયો-ડેટા કેવી રીતે બનાવશો?

ઘણા વાચક મિત્રોની માગણી હતી કે Resume, CV and Bio- Data નો તફાવત શું? તે ઝડપથી માઇક્રોસોફ્ટ વર્ડમાં કેવી રીતે તૈયાર કરવું તે જણાવો તથા તેનું આદર્શ ફોર્મેટ કયું કહેવાય તે જણાવો. તો આવા રોજબરોજના જીવનને સ્પર્શતા માઇક્રોસોફ્ટ વર્ડના ઉપયોગોને આજની સફરમાં વણી લઈએ છીએ. પહેલા તો સમજી લઈએ કે Resume, Bio-Data and CV માં તફાવત શું છે.

આગળ શું વાંચશો?

  • બાયોડેટામાં શું લખવું જરુરી છે

Resume: રેઝ્યુમ એક ફ્રેંચ શબ્દ છે અર્થ થાય છે summery એટલે કે સારાંશ, નવી નોકરી કરતી વખતે પોતાની શિક્ષણ અને રોજગાર કુશળતાનો સાર દર્શાવે તે રેઝ્યુમ. એ કારકિર્દીની પૂરી ‚પરેખા (Profile) નથી, પરંતુ માત્ર કેટલીક ચોક્કસ કુશળતા કે જે નોકરીને લક્ષ્યમાં રાખીને લખવામાં આવે છે. સામાન્ય રીતે મહત્તમ ૧ કે ૨ પાનાંઓ પર લખવામાં આવે છે.

રેઝ્યુમમાં જે તે ઉદ્યોગને લગતી કુશળતા, વ્યવસાયિક અનુભવ, ઉમેદવારની સંક્ષિપ્ત જાણકારી, લાયકાત વગેરે દશર્વિાય છે. તેમાં ફોકસ એકદમ તાજા અનુભવો (જવાબદારીઓ અને સિદ્ધિઓ) પર છે. અગાઉના અનુભવો સારરૂપે તથા શિક્ષણની વિગતો અથવા વ્યવસાયિક સંલગ્ન સંસ્થાઓ અને સ્વૈચ્છિક પહેલની વિગતો આપવામાં આવે છે. ટૂંકમાં રેઝ્યુમ એટલે જ્યારે ઉમેદવાર ચોક્કસ સ્થાન માટે અરજી કરી રહ્યો હોય ત્યારે શિક્ષણ અને અમુક ચોક્કસ કુશળતાની વિગતો આપે તે.

C.V.-CURRICULUM VITAE: આ એક લેટિન શબ્દ છે અર્થ છે “Course of life” એટેલે કે જીવનસારણી. અહીં રેઝ્યુમ કરતાં વધુ વિગતવાર માહિતી મુકવામાં આવે છે. સામાન્ય રીતે ૨-૩ કે તેથી વધુ પાનાંઓ પર લખવામાં આવે છે. અહીં આગળની તમામ નોકરી, હોદ્દાઓ, ડિગ્રીઓ કાલક્રમાનુસાર મુદ્દાસર લખવામાં આવે છે. અહીં ચોક્કસ સ્થાનની ઉમેદવારી માટે ઉમેદવારની ચોક્કસ કુશળતાને બદલે તેની પ્રતિભા ઉપર ભાર મુકવામાં આવે છે. ટૂંકમાં સીવીનો ઉપયોગ તાજા સ્નાતકો તથા જે લોકો કારકિર્દીની નવી તકો અપનાવી રહ્યા છે અને જેઓ ભૂતકાળ કરતાં વધુ મહત્ત્વનાં સ્થાનો માટે ઉમેદવારી કરી રહ્યા છે તેના માટે છે.

Bio-Data: બાયો ડેટા બાયોગ્રાફિકલ ડેટાનું ટૂંકું સ્વરુપ છે. એક રીતે તે સીવીનું હજી વધુ વિસ્તૃત સ્વરૂપ છે. તેમાં વધુમાં વધુ પર્સનલ માહિતી આપવા પર ફોકસ કરવામાં આવે છે, જેમ કે જન્મ તારીખ, લિંગ, ધર્મ, જાતિ, રાષ્ટ્રીયતા, રહેઠાણ, વૈવાહિક સ્થિતિ અને ત્યાર બાદ શિક્ષણ અને અનુભવની ક્રોનોલોજિકલ યાદી આવે છે.

બાયો ડેટા ખાસ કરીને ભારતીય ખાનગી સંસ્થા માટે વધુ યોગ્ય છે. આંતરરાષ્ટ્રીય કે બહુ રાષ્ટ્રીય કંપની માટે કે જ્યાં અંગત માહિતી જરુરી નથી ત્યાં આવો વિગતવાર બાયો ડેટા આપવો જરૂરી હોતો નથી.

હવે જોઈએ Resume/CV/Bio Dataને માઇક્રોસોફ્ટ વર્ડમાં કેવી રીતે કંપોઝ કરવા?

  • યાદ રાખો કે ફોન્ટ સાઇઝ ૧૦થી ૧૨ હોવી જોઈએ. ફોન્ટ ટાઇપ Arial, Calibri  કે Times New Roman રાખવા.
  • જરુરિયાત પ્રમાણે માહિતી એકઠી કરી લો. દા.ત. કારકિર્દીનાં વર્ષોની યાદી.
  • હવે માઇક્રોસોફ્ટ વર્ડમાં બ્લેન્ક ડોક્યુમેન્ટ ઓપન કરી, Insert – Table – Insert Tablet  કરો. ત્યાં Number of Columns  3 અને Number of Rows = 10 આપો.

હવે ધ્યાનથી બે કોલમ વચ્ચે માઉસને રાખો. બે એરોવાળા ચિન્હોથી નીચે મુજબ કોલમ ગોઠવો અને જરુર મુજબનો Resume / CV / Bio Data ડેટા ટાઇપ કરતા જાવ. એક ખાનામાંથી બીજા ખાનામાં જવા ટેબ કીનો ઉપયોગ કરો. જરુર જણાયે જે તે લાઇન ખાલી પણ છોડી દો. વધુ વિગતો હોય ત્યાં જે તે ખાનામાં Enter આપો.

દા.ત. એડ્રેસમાં આપણે Enter આપીને નીચે મુજબ એન્ટ્રી કરીશું.

જરુર જણાયે ટેબલમાં પણ ટેબલ ઉમેરો (Insert – Table – Insert Table) જુઓ ઉપર.


હવે જાદુ માટે તૈયાર થાય જાવ! મુખ્ય ટેબલના ડાબી બાજુના ખૂણા પર જઈને માઉસ વડે ક્લિક કરીને આખું ટેબલ સિલેક્ટ કરો. રીબનમાં No Border સિલેક્ટ કરીને બધી બોર્ડર હંગામી ધોરણે દૂર કરો. જે પ્રિન્ટીંગમાં આવશે નહીં.

પેટા ટેબલની બોર્ડરને દૂર કરવાની જરુર નથી.

હવે નીચે મુજબના ફેરફારો કરી શકાય. ટેબલનું દરેક ખાનું એક અલગ અસ્તિત્વ ધરાવે છે, તો તેનો ઉપયોગ કરીને ટેબલના કોઈ પણ ખાનામાં નવું ટેબલ મૂકી શકાય છે. એટલું જ નહીં તેમાં જોઈતી ડિઝાઇન બનાવી શકાય છે તે માટે ટેબલના કોઈ પણ બે કે બેથી વધુ ખાના સિલેક્ટ કરી માઉસનું Right  ક્લિક કરીને Merge Cell કરીને બાજુમાં બતાવ્યા મુજબ જોડી શકાય છે. અને કોઈ એક જ ખાનામાં માઉસનું Right ક્લિક કરીને Split cells  સિલેકટ કરીને ખાનાના પેટા ભાગ જ‚રુરિયાત પ્રમાણે વિભાજિત કરી, ટેબ આપીને વિવિધ માહિતી લખી શકાય.

અંતે, આપની Resume/CV/Bio-Data સરસ બનાવીને આપની મનોકામના મુજબ હેતુ સિદ્ધ થાય તેવી પ્રાર્થના સાથે શુભેચ્છાઓ!

બાયોડેટામાં શું લખવું જરુરી છે

  • નામ, સંપૂર્ણ સંપર્ક માહિતી, શૈક્ષણિક લાયકાત.
  • અગાઉનો કાર્યઅનુભવ (વર્ષ મુજબ, કંપની અને ત્યાં જે જવાબદારીઓ સંભાળી હોય તેની ટૂંકી વિગત).
  • જે હોદ્દા માટે અરજી કરી રહ્યા હો તેને સંબંધિત તમારા અનુભવ અને લાયકાતની વિશેષ માહિતી.
  • હોબી (રસનો વિષય) જ્યાં અરજી કરી રહ્યા હો તેને સંબંધિત હોય, ખરેખર જાણકારી હોય તો જ લખો
  • બાયો-ડેટામાં ટૂંકમાં, સ્પષ્ટ રીતે માહિતી આપો, લંબાણની કોઈ જરુર નથી, ટૂકું લખો, સાચું લખો
  • સ્પેલિંગ કે ગ્રામરની ભૂલો કાળજીપૂર્વક દૂર કરો.
  • ટૂંકાક્ષરી શબ્દો કે એસએમએસ, ફેસબુકની ભાષામાં બિલકુલ ન લખો.
  • તમારો બાયો-ડેટા તમારી પહેલી ઓળખ છે, એમાં કાચું કપાયું તો ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં જ નહીં આવે એ યાદ રાખશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!