(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જીમેઇલમાં ગુજરાતી

ગુજરાતીમાં ઈ-મેઇલ લખવાનું સહેલું છે, પણ જીમેઇલમાં આ સુવિધા એક્ટિવેટ કરવાનું કામ હવે જરા અટપટું બન્યું છે…

વધુ ને વધુ લોકો જીમેઇલ તરફ વળી રહ્યા છે, તેનું કારણ શું? ઉપયોગમાં સરળતા એ કદાચ જીમેઈલનું સૌથી મોટું જમા પાસું છે. અલબત્ત, જીમેઇલ પણ ક્યારેય ગરબડ કરી બેસે છે. જીમેઇલમાં ગુજરાતી લખવાની રીત પહેલાં સરળ હતી, હવે જીમેઇલનો ઇન્ટરફેસ થોડો બદલાયા પછી આ રીત અટપટી થઈ ગઈ છે. અહીં નવા ઇન્ટરફેસ અનુસાર, ગુજરાતી એક્ટિવેટ કરવાની રીત સમજાવી છે.

  1. જીમેઇલમાં લોગ-ઇન થયા પછી જમણી તરફ આપેલું સેટિંગ્સનું ડ્રોપ-ડાઉન મેનુ ઓપન કરો.
  2. તેમાં આપેલા સેટિંગ્સ બટન પર ક્લિક કરો.
  3. અહીં જનરલ ટેબમાં, લેંગ્વેજના ઓપ્શનમાં, ‘શો ઓલ લેંગ્વેજ’ ઓપ્શન્સ પર ક્લિક કરો.
  4. તેમાં ‘ઇનેબલ ઇનપૂટ ટૂલ્સ’નો વિકલ્પ ટિક કરો.
  5. તેમાં જ આગળ આપેલ ‘એડિટ ટૂલ્સ’ની લિંક પર ક્લિક કરો.
  6. હવે જે વિન્ડો ખૂલે તેમાં ગુજરાતી ઇનપૂટ ટૂલ શોધી, જેને એરો બટનની મદદથી ડાબી તરફના સિલેક્ટેડ ઇનપૂટ ટૂલ્સમાં મોકલી દો. ગુજરાતીમાં લખવા માટે ત્રણ વિકલ્પ મળે છે.
  7. Narmada લખીને નર્મદા મેળવવાની રીત ફાવતી હોય તો પહેલો ઓપ્શન પસંદ કરો. બીજા બંને ઓપ્શન પણ અજમાવી જોઈ શકાય!
  8. હવે તમે જોશો તેમ સેટિંગ્સની બાજુમાં ભાષા પસંદ કરવાનું ડ્રોપ-ડાઉન મેનુ આવી ગયું છે. તેને ક્લિક કરી, ગુજરાતી સિલેક્ટ કરો. ‘ગુ’ હવે વધુ ડાર્ક થશે.
  9. (આને ડિઝાઇનની ખામી કહી શકાય કેમ કે સાદા અને ડાર્ક અક્ષરનો તફાવત ઝડપથી પકડી શકાતો નથી, પણ બીજો ઉપાય ન હોવાથી આપણે કામ ચલાવવું રહ્યું.)
  10. બસ, હવે કમ્પોઝ બોક્સમાં Narmada લખીને સ્પેસબાર પ્રેસ કરશો એટલે ગુજરાતીમાં નર્મદા લખાઈ જશે. ફરી ઇંગ્લિશમાં લખવા માટે ભાષાના ડ્રોપ-ડાઉનમાં ગુજરાતીને ડિસિલેક્ટ કરી દો. જીમેઇલની અગાઉની રીતમાં, આ પદ્ધતિથી માત્ર કમ્પોઝ બોક્સમાં ગુજરાતી લખાતું હતું, આ પણ ડિઝાઇનની ખામી કહેવાય, પણ બીજો ઉપાય ન હોવાથી આપણે કામ ચલાવવું રહ્યું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!