(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સરકારી ઈ-મેઇલ માટે જીમેઇલ પર પ્રતિબંધ?

જો તમે સરકારી અધિકારી હો અને તમારા ઓફિશિયલ કમ્યુનિકેશન માટે જીમેઇલની સગવડભરી સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારી એ સગવડ ટૂંક સમયમાં છીનવાઈ જવાની સંભાવના છે.

આગળ શું વાંચશો?

  • એમેઝોનની સોગાત
  • એપલના નવા આઈફોન
  • એન્ડ્રોઈડનો મીઠો ધમાકો
  • એપલની નવી ઓએસ
  • એમ્બ્યુલન્સ માટે એલર્ટ સિસ્ટમ
  • ગૂગલનો લોગો બદલાશે
  • નોકિયા અને બ્લેકબેરી, બંને હવે ભૂતકાળ?
  • ગાંધીજી વિશે પોર્ટલ
  • યાહૂની ઓળખ બદલાઈ

ધ ઇકોનોમિક ટાઇમ્સ અખબારના એક અહેવાલ અનુસાર, ભારત સરકાર સરકારી માહિતીના આદાન-પ્રદાન માટે જીમેઇલ કે તેના જેવી બીજી સુવિધાઓના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાનું વિચારી રહી છે. કારણ? કારણ કે જીમેઇલ જેવી સર્વિસનાં સર્વર યુએસમાં છે અને છેલ્લા થોડા સમયમાં બહાર આવ્યું છે તેમ, યુએસ ગવર્નમેન્ટ તેના પ્રિઝમ નામના પ્રોગ્રામ હેઠળ ગૂગલ, ફેસબુક અને એપ જેવી કંપનીઓનાં સર્વરમાં રહેલા ઈમેઇલ્સ અને ચેટ મેસેજીસ ચકાસી શકે છે. આ કારણે ભારત સરકારની મહત્ત્વની માહિતી – જે ઘણી વાર ખાનગી અને દેશહિત માટે મહત્ત્વની હોઈ શકે છે, તે દેશ બહાર લીક ન થાય તે માટે આ પ્રકારના પ્રતિબંધનો વિચાર થઈ રહ્યો છે. આપણા દેશમાં સરકારી વિભાગો માટે નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા ઓફિશિયલ ઇમેઇલ સર્વિસ આપવામાં આવે છે, પરંતુ તેમાં કોઈ પણ અધિકારીએ એકાઉન્ટ ખોલાવવું હોય તો જરા લાંબી પ્રક્રિયા કરવી પડે છે, જ્યારે જીમેઇલમાં ફટાફટ એકાઉન્ટ ખોલી શકાય છે (ઉપરાંત, જીમેઇલની અનેક ચઢિયાતી સગવડોનો લાભ પણ ખરો). આથી સંખ્યાબંધ સરકારી અધિકારીઓ સત્તાવાર ઇમેઇલને બદલે જીમેઇલનો ઉપયોગ કરે છે.

અખબારના અહેવાલ અનુસાર, ભારત સરકારના કોમ્યુનિકેશન્સ એન્ડ આઇટી મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રીઓ શ્રી મિલિંદ દેવરા અને ડૉ. શ્રીમતી કૃપારાની કિલ્લીના સત્તાવાર પેજ પર, એમનાં ઓફિશિયલ ઇમેઇલ આઇડી તરીકે એનઆઇસીના ઇમેઇલ આઇડી ઉપરાંત, જીમેઇલના આઇડી આપવામાં આવેલ છે (જોકે આ લખતી વખતે ચેક કરતાં, માત્ર શ્રી મિલિંદ દેવરાના પેજ પર જીમેઇલનો ઉલ્લેખ જોવા મળ્યો)!

એમેઝોનની સોગાત

પુસ્તક પ્રકાશનના ક્ષેત્રે ડિજિટલ રિવોલ્યુશન લાવી દેનાર એમેઝોન કંપની આ દિશામાં હજી નવાં પરિવર્તનો લાવી રહી છે. પુસ્તકોની બાબતમાં આપણો અત્યાર સુધીનો અનુભવ એવો છે કે હાર્ડ કોપીમાં પુસ્તક ખરીદીએ તો એ આપણી માલિકીનું બને અને જ્યારે જોઈએ ત્યારે હાથવગું બને, પરંતુ ડિજિટલ એડિશન ખરીદીએ તો એક પ્રકારે આપણે એ પુસ્તક ભાડે લઈએ છીએ, જ્યારે વાંચવું હોય ત્યારે જે તે વેબ કે ડિજિટલ સર્વિસની મદદથી એ વાંચી શકાય, પણ પુસ્તક કાયમ માટે હાથવગું બને નહીં. હવે એમેઝોને જાહેર કર્યું છે કે જે લોકો પ્રિન્ટેડ બુક્સ ખરીદશે તેમને તેનુ ડિજિટલ વર્ઝન ફ્રી અથવા ડિસ્કાઉન્ટેડ કિંમતે આવામાં આવશે. ‘મેચબુક’ નામની એમેઝોનની આ સ્કીમ છેક ૧૯૯૫થી, જ્યારે એમેઝોન સ્ટોર લોન્ચ થયો હતો ત્યારની અસરથી લાગુ પડશે! અત્યારે આ સ્કીમ ફક્ત એમેઝોનની યુએસ સાઇટ પર ઉપલબ્ધ છે, તેની અસર જોયા પછી એમેઝોન તેે વિશ્વના બીજા દેશો માટે વિસ્તારવાનું વિચારશે.

એપલના નવા આઇફોન

અત્યાર સુધી આપણે તો ‘એ ફોર એપલ’ અને ‘સી ફોર કેટ’ એવું જ ગોખેલું હતું, પણ એપલના આઇફોનનાં નવાં વર્ઝન્સ પર નજર માંડીને બેઠેલા લોકો ‘સી ફોર ચીપ’ હશે કે બીજું કંઈ એની ગૂંચવણમાં હતા! આઇફોનનાં લેટેસ્ટ વર્ઝનાં નામ આઇફોન ફાઇવસી અને આઇફોન ફાઇવએસ હોવાની વાત વહેતી થયા પછી એ સસ્તા એન્ડ્રોઇડ ફોનનું સતત વધતું વેચાણ જોઈને લોકોનો અંદાજ હતો કે આઇફોન ફાઇવસીમાં ‘સી ફોર ચીપ’ જ હોવું જોઈએ.

ફાઈવસી ફોન ફાઇવએસ કરતાં ફાઇવસી થોડો સસ્તો છે, પણ એપલના મતે ‘સી ફોર કલર’ છે કેમ કે ફાઇવસી અવનવા કલરફૂલ અંદાજમાં રજૂ થયા છે. ફાઇવએસ ફોન ગોલ્ડ, સિલ્વર અને બ્લેક વર્ઝનમાં મળશે.

ફાઇવ-સી એપલનો ઓછી કિંમતનો સ્માર્ટફોન હોવાની જે અપેક્ષા હતી એ ખાસ પૂરી થઈ હોય એવું લોકોને લાગતું નથી. વાત અત્યારે ડોલરની જ છે, ફાઇવએસ અને ફાઇવસી માટે ‚પિયામાં કિંમતની ચચર્િ થઈ શકે એવા દિવસો હજી દૂર છે એટલે અત્યારે આપણે ઊંડા ઊતરતા નથી. ફક્ત એટલું જાણી લો કે સાવ સસ્તા એન્ડ્રોઇડ ફોનની રેન્જમાં તો નહીં, પણ મીડ-રેન્જના એન્ડ્રોઇડ ફોન લેનારા લોકોને ફાઇવસી તરફ નજર દોડાવવાનું મન થાય એવી એની કિંમત રહેશે એવી ધારણા હતી, પણ અત્યારે ડોલર સામે ‚પિયો જરાતરા મજબૂત થઈ રહ્યો હોવા છતાં, ફાઇવસીની કિંમત રુ. ૩૫૦૦૦ જેટલે પહોંચે છે!

ફાઇવસી અને ફાઇવએસ વચ્ચે માંડ સો ડોલરનો તફાવત છે એટલે ફાઇવસી કેટેગરી રચવા પાછળ કંપનીનું શું ગણિત એ કોઈને સમજાતું નથી. ફાઇવએસના આગમન સાથે એપલ હજી માંડ એક વર્ષ પહેલાં રજૂ થયેલા આઇફોન ફાઇવને માર્કેટમાંથી દૂર કરશે! સામાન્ય રીતે, કંપનીનું સૌથી જૂનું મોડેલ દૂર કરવામાં આવે, પણ એપલે ફોરએસને બદલે ફાઇવને દૂર કરવાનું નક્કી કર્યું છે. ફાઇવ અને ફાઇવએસમાં ખાસ ફેર ન હોવાથી કંપનીએ પોતાની જ બે પ્રોડક્ટ વચ્ચે હરીફાઇ આ રીતે ટાળી છે.

એન્ડ્રોઇડનો મીઠો ધમાકો!

મોબાઇલ માટે એન્ડ્રોઈડ જેમની ફેવરિટ ઓપરેટિંગ સિસ્ટમ છે એ લોકોને જાણીને આનંદ થશે કે એન્ડ્રોઇડે તેના લેટેસ્ટ (૪.૪) વર્ઝનનું નામ, તમારી ફેવરિટ હોઈ શકે છે એ ચોકલેટના નામ પરથી ‘એન્ડ્રોઇડ કિટકેટ’ રાખ્યું છે! એન્ડ્રોઇડના દાવા મુજબ, અત્યારે એક અબજથી વધુ સ્માર્ટફોન અને ટેબલેટ્સમાં એન્ડ્રોઇડનું દિલ ધબકે છે, એન્ડ્રોઇડ સૌની લાઇફ સ્વીટ બનાવે છે એટલે તેનાં દરેક વર્ઝનનાં નામ જમ્યા પછી માણવા જેવી ડેઝર્ટ ડીશીઝનાં નામ પરથી પાડવામાં આવ્યાં છે (જેમ કે કપકેક, ડોનટ, એક્લેર, આઇસ્ક્રીમ સેન્ડવિચ… અને છેલ્લે જેલી બીન). કિટકેટ અને એન્ડ્રોઇડ બંને કંપની દાવો કરે છે કે આ સ્વીટ નામ માટે કોઈ કંપનીએ કોઈને નાણાં ચૂકવ્યાં નથી, ફક્ત મીઠા સંબંધોથી ફાયદાની આપલે થશે!

એપલની નવી ઓએસ

એપલે આઇફો માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસ ૭ પણ લોન્ચ કરી છે. એપલે જાહેરાત કરી છે કે ૨૦૧૦ પછી જે કોઈ લોકોએ આઇફોન લીધા હશે એ બધા લોકો તેમના ફોનમાં આ લેટેસ્ટ ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરી શકશે અને તેમના ફોનમાં નવોનકોર અનુભવ માણી શકશે! નિષ્ણાતોને લાગે છે કે એપલની આ લ્હાણીને કારણે તેના નવા ફોન્સના વેચાણ પર વિપરિત અસર થઈ શકે છે – જૂનો ફોન નવો (અલબત્ત, માત્ર અંદરથી) થઈ જતો હોય તો કોઈ નવો શા માટે લે? પરંતુ બિલકુલ અંદરની વાત એવી પણ હોવાની શક્યતા છે કે આઇફોન ધરાવતા લોકોને એન્ડ્રોઇડ તરફ જતા રોકવા માટે પણ એપલે આ પગલું ભરવું પડ્યું હોય એવી શક્યતા છે (સ્ટીવ જોબ્સની વિદાયની અસર હશે?)


એપલ આ નવી ઓપરેટિંગ સિસ્ટમ કેવી છે એ તો વાત જ્યારે આપણા હાથમાં આવશે ત્યારે ખબર પડશે, પણ ગયા વર્ષને યાદ કરીએ તો, એ વખતે એપલે પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફાર કર્યા ત્યારે તેમાંની બિલ્ટ-ઇન એપ્સમાં ફેરફાર કર્યા હતા અને ત્યારે ગૂગલની પોપ્યુલર મેપિંગ એપ દૂર કરીને એપલની પોતાની નેવિગેશન સિસ્ટમ ઉમેરી હતી, પણ તેમાં કેટલાક લોચા વળતાં એપલની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચ્યો હતો. નવા વર્ઝનમાં એપલે ગૂગલ મેપ્સને ફરી એન્ટ્રી આપી નથી, પણ સાથોસાથ બીજી પોપ્યુલર બિલ્ટ-ઇન એપમાં કોઈ ફેરફાર કરવાનું ટાળ્યું છે. નવી ઓપરેટિંગ સિસ્ટમથી આઇફોનમાં હજી વધુ બહેતર ફોટોગ્રાફ્સ લઈ શકાશે અને ફોટોગ્રાફ્સને વિવિધ કેટેગરીમાં ઓટોમેટિકલી સોર્ટ કરી શકાશે.

નવા ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ ઉમેરાયું છે અને એપલ માને છે કે આનાથી સિક્યુરિટીની દુનિયામાં ક્રાંતિ આવી જશે અને એક જમાનામાં ફોન લોક કરવા માટે પાસર્વડનો ઉપયોગ થતો એ પણ લોકો ભૂલી જશે!

અલબત્ત, આઇઓએસ ૭ લોન્ચ થયાના ગણતરીના કલાકોમાં જ હેકર્સે સાબિત કર્યું  કે તેમાં ગંભીર ખામીઓ છે એ આ સોફ્ટવેર આઇફોન ફોરએસ અને ફાઇવમાં નાખવામાં આવે તો, આ ફોન કોઈ હેકરના હાથમાં આવે તો એ ફોન લોક કર્યો હોય તો પણ ફોમાલિકા ઇમેઇલ, ફોટોઝ, ટવીટર, ફેસબુક, ફ્લિકર વગેરે એકાઉન્ટ સુધી હોંચી શકાય છે. ફાઇવએસ અને ફાઇવસીમાં આ ખામી હોવાનું નિષ્ણાતો કહે છે.

એલ કંીએ કહ્યું છે કે તે વા સોફ્ટવેર અડેટમાં આ ખામી સુધારી લેશે.

૨૦૧૦ પછી જે કોઈ લોકોએ આઇફોન લીધા હશે એ બધા લોકો તેમના ફોનમાં આ લેટેસ્ટ અને ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરી શકશે અને તેમના ફોનમાં નવોનકોર અનુભવ માણી શકશે!

એમ્બ્યુલન્સ માટે એલર્ટ સિસ્ટમ

પેલા ન્યૂટનની પહેલાં બીજા કેટલાય લોકોના માથા પર સફરજન કે બીજું કંઈ પડ્યું હશે, પણ ગુરુત્વાકર્ષણનો વિચાર ફક્ત ન્યૂટનને આવ્યો.

એ રીતે, આપણે ભારતમાં કેટલીય વાર એવું જોયું હશે કે કોઈ એમ્બ્યુલન્સ ગીચ રસ્તા પરથી તેજ ગતિએ આગળ વધવા મથતી હોય, આગળનાં વાહનોના ચાલકો પણ તેને રસ્તો આપવા ઇચ્છતા હોય, પણ પાછળ એમ્બ્યુલન્સ આવી રહી છે એવી જાણ એટલી મોડી થાય કે તેને રસ્તો આપવા પૂરતો સમય જ ન મળે.

આવું આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ, તેમ મૂળ ભારતીય, પણ ઓસ્ટ્રેલિયામાં રહેતા ૧૪ વર્ષના વિનય કુમારે ભારતમાં જ આવું જોયું અને તેને થયું કે આનો કોઈ ઉપાય હોવો જોઈએ. તેણે એન્ડ્રોઇડ-જીપીએસ વાયરલેસ એપ્લિકેશનનો કન્સેપ્ટ વિચાર્યો, જેનાથી એમ્બ્યુલન્સની આગળ જતા ટ્રાફિકને ઠીકઠીક પહેલેથી, પાછળ એમ્બ્યુલન્સ આવી રહી હોવાની જાણ થાય અને તેઓ રસ્તો ખાલી કરી શકે.

વિનયે પોતાના આ વિચારને અમલમાં મૂક્યો અને એક પ્રોટોટાઇપ (કામચલાઉ નમૂનો) બનાવી તેને ટેસ્ટ કર્યો. અત્યારે એમ્બ્યુલન્સનું સાઇરન સાંભળ્યા પછી આગળનાં વાહનોને જાણ થાય છે, તેની સરખામણીમાં વિનયના સાધનથી ચારથી આઠ ગણા વધુ સમય પહેલાં તેમને આવી રહેલી એમ્બ્યુલન્સ વિશે જાણ થઈ જાય છે!

વિનય કહે છે કે “આ સાધનને યોગ્ય સ્વરૂપ આપવામાં હજી વાર લાગશે, પણ હું કોઈની જિંદગી બચાવવાની દિશામાં એક કદમ ચોક્કસ આગળ ચાલી શક્યો છું.

વિનયની આ શોધને વિશ્ર્વસ્તરે ચાલતી ગૂગલ સાયન્સ ફેર સ્પર્ધામાં  આ વર્ષે ૧૩થી ૧૪ વર્ષના વયજૂથમાં વિજેતા તરીકે પસંદ થઈ છે! ગૂગલ, લીગો, નેશનલ જ્યોગ્રાફિક, સાયન્ટિફિક અમેરિકન વગેરે સંયુક્ત રીતે આ વાર્ષિક સ્પધર્િ યોજે છે. સ્પર્ધા ઓનલાઇન છે, જેમાં આખી દુનિયામાંથી ૧૩થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લે છે. ૨૦૧૧થી ચાલતી આ સ્પર્ધામાં દર વર્ષે વિજેતાઓમાં મૂળ ભારતીય પણ વિદેશમાં સ્થાયી થયેલા
વિદ્યાર્થીઓનાં નામ જોવા મળે છે! (www.googlesciencefair.com/en/2013/)

ગૂગલનો લોગો બદલાશે

આખા વિશ્ર્વમાં મોબાઇલ ડિવાઇસીઝનો પ્રભાવ કેટલો વધી રહ્યો છે એનો વધુ એક પૂરાવો – આપણે વેબ બ્રાઉઝરમાં જીમેઇલ કે ડ્રાઇવ જેવી ગૂગલની સર્વિસમાં લોગ-ઇન થઈએ તો સૌથી ટોચ પર એક કાળી પટ્ટીમાં ગૂગલની અન્ય જુદી જુદી સર્વિસની લિંક મળે છે. ગૂગલ આ ડિઝાઇનમાં ફેરફાર કરી રહી છે. હવે આપણા મોબાલમાં એપ લોન્ચર માટેની પેલી જાણીતી ગ્રીડ જેવી ડિઝાઇનનો જ ઉપયોગ થશે, જેના પર ક્લિક કરતાં એક વિન્ડો ખૂલશે અને તેમાં ગૂગલની વિવિધ સર્વિસ જોવા મળશે – મોબાઇલના સ્ક્રીન પર જોવા મળે છે, એ રીતે!

ગૂગલના બ્લોગ પર લખાયું છે કે આ નવી ડિઝાઇના ભાગ રૂપે, ગૂગલના લોગોના રંગો અને અક્ષરોના આકારમાં પણ ફેરફાર થશે. થોડા સમયમાં આ ફેરફારો આપણે જોઈ શકીશું.

નોકિયા અને બ્લેકબેરી, બંને હવે ભૂતકાળ?

નોકિયા અને બ્લેકબેરી, એક સમયે મોબાઇલના ક્ષેત્રે બહુ ગાજેલી કંપનીઓ. એક સમય એવો હતો જ્યારે આપણે ‘લેવો છે તો નોકિયા જ’ એવી ગણતરીએ આંખો મીંચીને નોકિયાના હેન્ડસેટ ખરીદતા હતા. પંરતુ નોકિયાએ મોબાઇલમાં સોફ્ટવેરના મહત્ત્વને પારખ્યું નહીં. એ રીતે, સોફ્ટવેરની મહારથી કંપની માઇક્રોસોફ્ટે મોબાઇલના વધતા મહત્ત્વને જ પારખવામાં વાર લગાડી. છેવટે બંનેનું ખાતું સરભર થાય એ રીતે માઇક્રોસોફ્ટે નોકિયાનો મોબાઇલ બિઝનેસ ખરીદી લીધો છે. એપલ અને એન્ડ્રોઇડ પછી માઇક્રોસોફ્ટ મોબાઇલ ક્ષેત્રે મજબૂત બને તો ફાયદો આપણો જ છે.

એ રીતે, આપણે બ્લેકબેરી કંપનીને તેના ફોન અને મેસેજિંગ સર્વિસ બીબીએમથી જ ઓળખીએ છીએ, પણ વાસ્તવમાં, બ્લેકબેરીના લેટેસ્ટ ફોનનું સોફ્ટવેર કાર્સ, હેલ્થકેર ઇક્વિપમેન્ટ અને ન્યુક્લિયર પ્લાન્ટમાં પણ ઉપયોગમાં લેવાય છે અને હવે બ્લેકબેરી એ જ દિશામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.
જ્યારે આપણે ત્યાં એપલ કે એન્ડ્રોઇડના સ્માર્ટફોન પ્રચલિત નહોતા ત્યારે ખાસ તો હાલતાં-ચાલતાં જેમને પોતાના ઇમેઇલ ચેક કરવાની જરૂર હોય એવા ઉચ્ચ અધિકારીઓ કે કંપની માલિકોના હાથમાં અચૂક બ્લેકબેરી ફોન જોવા મળતા હતા. પરંતુ આ કંપનીનો લેટેસ્ટ બ્લેકબેરી ઝેડ૧૦ ફોન લોકોને પસંદ પડ્યો નહીં અને ફક્ત ત્રણ મહિનાના ગાળામાં કંપનીને એક અબજ ડોલરનું નુક્સાન થયું. કંપનીની સ્થિતિ આમ પણ ગંભીર હતી હજી હમણાં જ તેણે ૪૦ ટકા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો હતો. છેવટે મૂળ ભારતીય, હવે કેનેડામાં સ્થાયી થયેલા એક રોકાણકારે બ્લેકબેરી કંપની પોતાના અંકુશમાં લીધી છે. હવે બ્લેકબેરી કંપની કન્ઝ્યુમર ફોનમાર્કેટમાંથી જ બહાર નીકળી જશે.

ગાંધીજી વિશે પોર્ટલ

ગયા મહિને ગાંધીજી વિશે સમૃદ્ધ માહિતી ભંડાર ખોલતું એક પોર્ટલ, ગાંધી હેરિટેજ પોર્ટલ લોન્ચ થયું. ગાંધીજીની જીવન પ્રસંગો, એમના લખાણો, એમની તસવીરો, વીડિયો, કાર્ટૂન્સ, ઓડિયો, ગાંધીજીએ ચલાવેલ ર્જલ્સ વગેરે માહિતીની અને તેમનાં પુસ્તકો વિસ્તૃત રીતે અહીં આવરી લેવાયાં છે. ગાંધીજીના વ્યક્તિત્ત્વમાં ઊંડો રસ હોય તેમને તો આ પોર્ટલ ચોક્કસ ગમશે, એક વ્યક્તિના જીવનનાં અલગ અલગ પાસાંને નવી ટેક્નોલોજીથી કેટલી જુદી જુદી દશર્વિી શકાય છે એ જોવા માટે પણ આ પોર્ટલ જોવા જેવું છે.

યાહૂની ઓળખ બદલાઈ!

લાંબા સમય પછી, યાહૂએ પોતાનો લોગો બદલ્યો છે. આ માટે યાહૂએ પૂરા એક મહિના સુધી, કંપની માટે વિચારેલા જુદા જુદા નવા લોગો લોકો સાથે શેર કર્યું તેમના વિચારો જાણ્યા અને પછી છેવટે નવો લોગો જાહેર કર્યો. અહીં આમાંથી કેટલાકની ઝલક આપી છે. યાહૂનો નવો લોગો કેવી રીતે બન્યો અને તેના દરેક વળાંક પાછળ કેટલી ચોક્કસ ગણતરીઓ છે તે જોવા-સમજવા માટે આ વીડિયો જુઓ :http://www.yahoo.com/dailylogo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!