આધુનિક ટેક્નોલોજીની માહિતી સાથે સાથે મોબાઇલની પાયાની માહિતી પણ સમજાવજો. હજુ ૯૯ ટકા લોકોને સાદા ફોનનાં બધાં ફીચર્સની પણ ખબર નથી. સાથોસાથે ડીવીડીના રીમોટનાં બધાં ફંક્શનની પણ માહિતી આપો તથા મોબાઇલનાં બધાં ફંક્શન સમજાવજો.
– મહેન્દ્ર જોષી
તમારો અંક મેં વાંચ્યો. ખૂબ જ ગમ્યો. તમે દરેક વસ્તુને ખૂબ જ સહજતાથી સમજાય તેવી રીતે સમજાવી આપો છો. હું તમને જણાવવા માગું છું કે તમે આવતા અંકમાં વિન્ડોઝ૮ની બેકઅપ ડીવીડી કેવી રીતે બનાવવી અને તેમાં પાર્ટિશન કેવી રીતે પાડવાં તે વિગતવાર સમજાવશો. ઘણાં નવાં લેપટોપમાં વિન્ડોઝ૮ પ્રીઇન્સ્ટોલ્ડ હોય છે અને માત્ર એક જ ડ્રાઇવ હોય છે.
– રજનીકાંત સાપાવડિયા
મજાની સાયબરસફર!
– સૌમ્યા ચૌહાણ
સપ્ટેમ્બરનો અંક માહિતીપ્રદ રહ્યો, આભાર. અંકને ઓનલાઇન વાંચવા માટે જીપીઆરએસ એજ સેટિંગ્સ કેવી રીતે કરવાં તેની માહિતી આપશો.
– ફૈયાઝ શેખ
હું એક ઉદ્યોગપતિ છું, ઇંગ્લિશ તેમ જ કમ્પ્યુટર ઓછું ફાવે છે, પરંતુ બિઝનેસના કારણે ઇન્ટરનેટનો સતત ઉપયોગ કરવો પડે છે. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી કળશમાં આવતી સાયબરસફર કોલમથી મારું કામ ઘણું સરળ થઈ ગયું છે, કળશની જરુરી બધી જ પૂર્તિ સાચવીને રાખું છું.
– શૈલેષ પટેલ
સૌથી પહેલાં તો, આપે દિવ્ય ભાસ્કરની નાની એવી કોલમથી સાયબરસફર જેવી ઉપયોગી વેબસાઇટ અને મેગેઝિનની શરુઆત કરી એ માટે આભાર. અમારા જેવા ઇન્ટરનેટની દુનિયાથી અજાણ્યા લોકો માટે ખૂબ ફાયદાકારક થાય છે. મને પર્સનલ કમ્પ્યુટર પ્રત્યે ખૂબ લગાવ છે.
– પુનિત
ખરેખર ગજબની જ્ઞાનસફર કરાવે છે સાયબરસફર. આ પહેલા સતત આગળ વધારશો. ટૂંકમાં કહું તો સમુદ્રમંથન વગરનું અમૃત એટલે સાયબરસફર!
– કિરણ રાઠોડ
હું નવમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છું. મને વિજ્ઞાન ખૂબ ગમે છે. હું મારી પોતાની વેબસાઇટ બનાવવા માગતો હતો અને સાયબરસફરમાંથી શીખીને હું સરળતાથી એ કરી શક્યો. મેં www.unrcscienceclub.webs.com વેબસાઇટ બનાવી છે. એ વિશે વધુ માર્ગદર્શન આપશો.
– વિવેક શાહ


