એરપેનો.કોમ જેવી અમૂલ્ય ભેટ આપવા બદલ આભાર! મારી પાસે વર્ણન કરવા માટે શબ્દો નથી. આવી સરસ સાઇટ બતાવીને બહુ મોટું કામ કર્યુ છે. હું દિલ્હીના અક્ષરધામની રૂબરૂ મુલાકાત લેવા માગું છું, પણ જાતે જઈશ તો પણ જે વ્યૂ એરપેનોમાં મળી શકે છે એ તો નહીં જ મળે!
– જિજ્ઞેશ પટેલ,
જીએનએફસી, અમદાવાદ
અંક નં. ૧૫ આખો વાંચ્યો અને ખૂબ ગમ્યો. સ્માર્ટફોન ખોવાય તે પહેલાં અને પછી શું કરવું એ વિશેનો લેખ તો ખાસ ગમ્યો. ગૂગલમાં ટુસ્ટેપ ઓથેન્ટિકેશન, વેકેશનમાં ફનટાઇમ, વગેરે લેખો પણ સરસ અને સમજવામાં એકદમ સરળ છે. સ્માર્ટફોન વિશે વધુ લેખો આપશો. સ્કાઇપ અને જાવા વિશે પણ વધુ માહિતી આપશો.
– અમીત પંચાલ, વાપી
‘સાયબરસફર’ એટલે વિશ્વાસ અને દિલની વાત. અભિનંદન અને આભાર.
– હિતેશ રાઠોડ
જૂન ૨૦૧૩ના અંકમાં નવી ટેકનોલોજી વિશે બહુ સરસ રીતે માહિતી આપી છે. ધન્યવાદ.
– રાહુલ પટેલ
આવી સુંદર પહેલ માટે અભિનંદન!
– ડો. રશ્મીકાંત ગાંધી
બહુ માહિતીપ્રદ ગુજરાતી ઇ-મેગેઝિન.
– વિજય પટેલ
નેટ યુઝર માટે બહુ ઉપયોગી માહિતી આપતું મેગેઝિન.
– ડી. એન. ખેર
તમે સાયબરજગતમાં ટેક્નોબ્રિજનું કામ કરી રહ્યા છો. તમારા મેગેઝિનની જેમ વીડિયો ટીચિંગ મોડ્યુલ્સ પણ અપલોડ કરશો તો બહુ ઉપયોગી થશે.
– હિંમતભાઈ ધોળકિયા
‘સાયબરસફર’ મોબાઇલમાં વાંચવા મળે તેવી કોઈ એપ્લિકેશન બતાવશો. માઇક્રોસોફ્ટ એક્સેલ, વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેસ વગેરે વિશે વિસ્તારથી સમજાવશો અને તેનાં ફંક્શન, ફોર્મ્યુલા વગેરેની માહિતી આપશો.
– ઇદરીશ પટેલ, ભરુચ

