(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)


અમે આઇટી ડેવલપમેન્ટ અને ટ્રેનિંગમાં કાર્યરત આઇટી કંપની છીએ. મને તમારું મેગેઝિન મળ્યું. મને ખૂબ ખૂબ ગમ્યું. તમારા આ કામ માટે મારી પાસે શબ્દો નથી. એટલું હું ચોક્કસ કહીશ કે અમારા તરફથી તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો અચકાયા વગર જરૂર જણાવશો. તમે ખૂબ સારું કામ કરો છો, તેને આગળ ધપાવજો.

– ચિરાગ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, (www.ckiict.com)


આઇબોલનું ટેબલેટ ભરોસાપાત્ર ખરું કે? એમએસ વર્ડમાં તો મજા આવી ગઈ. સ્ટેટસબારથી કામ એકદમ ઇઝી થઈ ગયું. થોડી એક્સેલ વિશે માહિતી આપશો તો મજા આવશે. ગૂગલની ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન પ્રોસેસ ચાલુ કરી લીધી. ફોટોશોપની કમાલ પણ સરસ. વેકેશનમાં લૂંટવા જેવી બધી જ સાઇટ બુકમાર્ક કરીને સેવ કરી લીધી છે. ઓનલાઇન મેગેઝિન ખૂલતું નથી તો એનું સોલ્યુશન આપવા વિનંતી.

– રાજેન્દ્ર ચૌહાણ, કલા શિક્ષક, સિક્કા


   (ઓનલાઇન એડિશન ફાયરફોક્સ અથવા ક્રોમના લેટેસ્ટ વર્ઝનમાં યોગ્ય રીતે જોઈ શકાશે. ઓનલાઇન એડિશન ફ્લેશ ફાઇલમાં તૈયાર થતી હોવાથી આપની સિસ્ટમમાં એડોબ ફ્લેશ પ્લેયરનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરી લો તો મુશ્કેલી થવી ન જોઈએ. તે અહીંથી ડાઉનલોડ થઈ શકશે : http://get2.adobe.com/flashplayer/)


માઇક્રોસોફ્ટ વર્ડના લેખો મને ગમ્યા, પરંતુ હું એમએસ એક્સેલ વિશે વધુ જાણવા માગું છું. તેમાં મારે વધુ કામ રહેતું હોવાથી એ વિશે વધુ જાણકારી આપશો.

– વેબસાઇટ પર મુકાયેલી કમેન્ટ


મે-૨૦૧૩નો અંક અદભુત રહ્યો. મોબાઇલ ટેક્નોલોજી વિશે વિગતવાર માહિતી વાંચવાની મજા આવી. શક્ય હોય તો કમ્પ્યુટર ટેક્નોલોજી કોર્સ, એસઈઓ કોર્સ અને તેના જેવા બીજા ટેક્નોલોજી કોર્સ વિશે માહિતી આપશો. મોબાઇલ એપ કેવી રીતે બનાવાય તે વિશે પણ જાણકરી આપશો. ટેક્નોલોજી વિશે જાણવું હોય તો ‘સાયબરસફર’ ખરેખર ઉપયોગી મેગેઝિન છે.

– પિંકલ પટેલ


 જીમેઇલમાં પહેલાં ગુજરાતી ભાષાની પસંદગી કરવાનો ઓપ્શન હતો, પણ હવે તેમાં એ ઓપ્શન મળતો નથી. તો કેવી રીતે લાવવો તે જણાવશો.


– ગીરિશ ચાવડા
(આ અંકના સ્ટેપ-બાય-સ્ટેપ વિભાગમાં આ માહિતી આવરી લીધી છે, સૂચન માટે આભાર!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!