એપ્રિલ મહિનાનો અંક આજે મળ્યો જે ખૂબ જ ગમ્યો. એક જ બેઠકે આખો અંક વાંચી લીધો અને પછી અંકમાં આપેલ માહિતીનું પ્રેકટિક્લ…! મજા પડી ગઈ. ગૂગલ મેપ્સ વિશે આપેલ લેખ ખૂબ જ વિગતવાર આપેલ હોઈ વધારે ગમ્યો. કમ્પ્યુટરનો પાવર યૂઝર હોય સ્માર્ટ વર્કિંગ વિભાગ પણ ખૂબ જ ગમ્યો.
– સુરેશ વાઘેલા, રાજકોટ
વાહ… વાહ… અદ્ભુત… આપે તો એપ્રિલ ૨૦૧૩ના અંકમાં ટેબલેટ અને જીપીએસની માહિતીનો દરિયો બતાવી દીધો… ગોળનું ગાડું મળ્યું… બીજું શું જોઈએ…? અને હવેથી તો નક્કી જ કરી નાખ્યું કે કમ્પ્યુટર જગતને લગતી સલાહ… ‘સાયબરસફર’ પાસેથી જ લેવી અને એને જ અનુસરવું… ફરી વાર ખૂબ આભાર.
– હિતેશ કુબાવત
આપનો એપ્રિલ મહિનાનો અંક ખૂબ જ જ્ઞાન આપનારો રહ્યો છે. ગૂગલ મેપ્સ, સ્માર્ટફોન, ટેબલેટ વિશે ખૂબ જ વિસ્તૃત અને ઉપયોગી માહિતીવાળો અંક રહ્યો. મારું એક સૂચન છે કે જો શક્ય હોય તો કમ્પ્યુટરના અલગ અલગ કોર્ષ વિશે માહિતી આપતા રહેશો તો અમારા જેવા વિદ્યાર્થી માટે ખૂબ જ સારું રહેશે.
– કેયૂર સાવજ, સુરત
જીપીએસ વિશેની માહિતી બહુ જ સરસ અને સહજ રીતે સમજૂતી આપવામાં આવી છે. વસતિ વિસ્ફોટની માહિતી સારી લાગી.
– રાહુલ
ખરેખર વન્ડરફૂલ અને ઉપયોગી સેવા છે. – પ્રિયાંક પટેલ
ગુજરાતીમાં આવું સરસ મલ્ટિમીડિયા મેગેઝિન પ્રગટ કરવા માટે અભિનંદન.
– રાઘવજી માધડ, ગાંધીનગર
એકવીસમી સદીના વિજ્ઞાનયુગમાં સાયબરજગત અંગે માહિતીસભર લેખો આપવા બદલ આપને અભિનંદન.
– વસંતલાલ પરમાર, ગાંધીનગર
‘સાયબરસફર’નો અંક મળ્યો, આભાર. વિકસતા જતા વિજ્ઞાનમાં આ બધું ખૂબ વિસ્મયજનક લાગે છે. આ વિષયના જાણકાર જ આવો પ્રયાસ કરી શકે. મારા માટે આ બધું એક નવી જ દુનિયા જેવું છે. તમને ખૂબ સફળતા પ્રાપ્ત થાય એ જ શુભેચ્છા.
ડો. હસમુખ દોશી, રાજકોટ
સુંદર અંક તૈયાર થયો છે. ઇન્ટરનેટની દુનિયામાં નવી ભાત પાડે છે. વાચકોને મજા પડશે. ખરેખર ઉપયોગી અને મહત્ત્વનો અંક. દરેક અંક ફરજિયાતપણે સાચવવો પડે. અભિનંદન!
ડો. સંતોષ દેવકર, પ્રિન્સિપાલ, પીટીસી કોલેજ, મોડાસા


