વિકિપીડિયા પર હું મારો પોતાનો લેખ કેવી રીતે લખી શકું? વિગતવાર માહિતી આપશો.
– મહેન્દ્ર સામતરાય
‘સાયબરસફર’ મેગેઝિન તો સોળે કળાએ ખીલ્યું છે અને ઓનલાઇન અંકોનો ઠાઠ તો ઓર જ છે. માર્ચ ૨૦૧૩ના અંકમાં નેટજગતની માહિતીનો રસથાળ રજૂ કર્યો છે. લગભગ બે વરસથી મારા કમ્પ્યુટરની એક ડ્રાઇવ ખુલતી ન હતી, તમે એ પ્રોબ્લેમ ચપટી વગાડતાં સોલ્વ કર્યો… આભાર. ‘સાયબરસફર’ની આ સફર અવિરત ચાલતી રહે અને સદા ખીલતી રહે તેવી શુભેચ્છા.
– રજનીકાંત મારુ
નવા સોની પ્લેસ્ટેશન-૩ વિશે આવતા અંકમાં વિગતવાર માહિતી આપશો તો ઘણું ઉપયોગી બનશે, જેમ કે ફંકશનો કેવી રીતે ચલાવવા અને સેટિંગ્સ કરવા શું ઘ્યાન રાખવું, કઈ ગેમ કયાં મળે, ઇન્ટરનેટથી ડાઉનલોડ કરી શકાય, સસ્તી ગેમ કયાં મળે, બ્લુ-રે સીડી શું છે, કયાં મળે, પેનડ્રાઇવ કેવી રીતે ચલાવવાં વગેરે માહિતી આપશો.
– હિતેષ કે. ભટ્ટ
ગયા એક અંકમાંથી જોઈ શેરલોક હોમ્સનો ઓડિયોે સંભાળ્યો હતો, મજા પડી ગઈ. જમાનાની ગતિ સાથે હાલતાંચાલતાં જો ઓડિયોની ગુજરાતી /હિન્દી બુક સાંભળવા મળે તો સમય બચે, તો આ વિશે શક્ય હોય તો કોઈ અંકમાં વાત વણી લેજો.
– મયુર સાવજ
જાન્યુઆરી ૨૦૧૩નો અંક બહુ સરસ હતો. જ્ઞાન વધારવામાં એ બહુ ઉપયોગી થાય તેમ છે.
– પિંકલ પટેલ
આજકાલ જીપીએસ ડિવાઇસની વાતો ઘણી જગ્યાએ થાય છે. તો આ જીપીએસ શું છે, મોબાઇલમાં તેનો ઉપયોગ કઈ રીતે કરાય, લેપટોપમાં શરુ કરી શકાય કે કેમ વગેરે વિશે વિગતે માહિતી આપતો એક સંપૂર્ણ લેખ આપશો.
– હિતેશ કુબાવત
ક્યારે મહિનો પૂરો થાય ને નવો અંક જોવા મળે તેની રાહ જોઈએ છીએ. ખરેખર સુંદર માવજત લઈ ફેબ્રુઆરી ૨૦૧૩નો અંક તૈયાર કરેલ છે. ટેબલેટ વિશે વિગતવાર માહિતી આપવા વિનંતી.
– ધર્મેન્દ્ર મોદી
એકદમ સરસ મેગેઝિન. હવે તો લેપટોપ અને મેગેઝિન સાથે લઈને બેસી જાઉં છું.
– રાજેન્દ્ર ચૌહાણ

