આપણો ફુરસદનો સમય મજાથી પસાર આપતી ગેમ્સ આખરે બને છે કેવી રીતે એ આપણે ઓક્ટોબર ૨૦૧૩ના અંકમાં વાંચ્યું હતું. હવે ગેમ બનાવારા લોકો વિશે જાણીએ, જેમાં તમે પણ જોડાઈ શકો છો!
આગળ શું વાંચશો?
- ગેમ આર્ટ
- ગેમ પ્રોગ્રામિંગ અને ટેકનિકલ
- ગેમિંગમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેવી તકો છે?
- ગેમિંગ માટેનું શિક્ષણ ક્યાંથી લઈ શકાય
ગેમ આર્ટ
- ગેમ ડિઝાઈનર : ગેમ ડિઝાઈનરને એક રીતે ગેમ માટેના આર્કિટેક્ટ કહી શકાય. ગેમ કેવી લાગશે, અલગ અલગ સ્ટેજ કેવા લાગશે, કેવી રીતે રમાશે (ગેમ પ્લે), રમનારને કેવો અનુભવ થશે વગેરેનું આયોજન કરવાની જવાબદારી ગેમ ડિઝાઈનરની હોય છે. આ માટે તેઓ ગેમ સલાડ, યોયો ગેમ ડિઝાઈન સ્ટુડિયો, યુનિટી 3D સ્ટુડિઓ, ક્ધસ્ટ્રકટ-૨ વગેરે જેવા સોફ્ટવેર ઉપયોગમાં લે છે.
- લેવલ ડિઝાઈનર : લેવલ ડિઝાઈનરનું કામ અલગ અલગ સ્ટેજ કેવા લાગશે, કેવી રીતે રમશે વગેરે ડિઝાઈન કરવાનું હોય છે. આ માટે તે ઉપર મુજબના જ સોફ્ટવેર વાપરે છે. નાના સ્ટુડિયોમાં લેવલ ડિઝાઈનરનો સ્વતંત્ર હોદ્દો નથી હોતો. આ કામ ગેમ ડિઝાઈનર જ કરી લે છે. અલબત્ત લેવલ ડિઝાઈનર ગેમ ડિઝાઈનરનું કામ કરી શકતા નથી.
- કેરેક્ટર-કન્સેપ્ટ આર્ટિસ્ટ : ગયા લેખમાં આપણે જોયું હતું એમ ગેમ ડેવલપમેન્ટનો પ્રથમ તબક્કો Concept and Design Phase હોય છે. આ તબક્કમાં ગેમનાં દૃશ્યો કેવાં દેખાશે અને ખાસ તો ગેમનાં પાત્રો કેવાં દેખાશે, કેવી રીતે હલનચલન કરશે, તેમનાં કપડાં, વાહનો, શસ્ત્રો કે સાધનો વગેરે તૈયાર કરવાની જવાબદારી કેરેક્ટર ક્ધસેપ્ટ આર્ટિસ્ટની રહે છે. આ માટે તેઓ સૌથી પહેલાં પેપર પણ પ્રાથમિક રેખા ચિત્રો બનાવે છે. ત્યાર બાદ તેઓ એડોબ ફોટોશોપ, કોરલ કે અન્ય ગ્રાફિક સોફ્ટવેરમાં પૂરેપૂરું પાત્ર રંગો અને ટેકસ્ચર સાથે બનાવે છે. 3D ગેમ હોય તો આ કામ 3D મેક્સ, માયા, મડબોક્ષ, ઝીબ્રશ કે અન્ય 3D સોફ્ટવેરમાં થાય છે. કેરેક્ટર-કન્સેપ્ટ આર્ટિસ્ટ મોટે ભાગે ફાઈન આર્ટસ કે ગ્રાફિક્સ ડિઝાઈનના બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે. આ કામ કરવા માટે ખૂબ સારી કલ્પનાશક્તિ, મૌલિકતા અને હાથેથી ચિત્રો દોરવાની કળા ખૂબ અગત્યનાં છે.

- એનિમેટર : ગેમ રમતી વખતે રમનારનાં નિયંત્રણ સિવાય જે પણ હલનચલન થાય છે એ ગેમ એનિમેટરને આભારી હોય છે. એનિમેટરનું કામ પાત્રો (કેરેક્ટર) માટે વાસ્તવિક લાગે એવું (2D/3D) એનિમેશન આપવાનું હોય છે, આ ઉપરાંત તેઓ વાહનો, વસ્તુઓ, કે ગેમ મેનુનું પણ એનિમેશન અથવા ટ્રાન્ઝિશન ઇફેક્ટસ આપે છે. એનિમેટર 3D મેક્સ, માયા, એડોબ ફ્લેશ અને અન્ય અનેક સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. એનિમેટરની એક વધારાની જવાબદારી ગેમ માટે ધમાકેદાર અને પ્રભાવશાળી ટ્રેલર બનવાની હોય છે, કારણ કે આની ઉપર જ ગેમના વેચાણનો આધાર હોય છે.
- સાઉન્ડ એન્ડ મ્યુઝિક : અગાઉના લેખમાં નોધ્યું એમ ગેમમાં અનુપ મ્યુઝિક ન હોય તો રમવાની મજા આવે નહીં. આ માટે દરેક ગેમ માટે ખાસ મ્યુઝિક કમ્પોઝ કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક ક્રિયા જેમ કે ગોળી ચાલવી, ગાડી સ્ટાર્ટ થવી વગેરેનો આબેહુબ અવાજ પણ ગેમમાં ઉમેરવો પડે. પાત્રોના આવાજ માટે વોઇસ-ઓવર આર્ટિસ્ટની મદદ લેવામાં આવે છે. મ્યુઝિકનું કામ આઉટસોર્સ કરવામાં આવે છે અથવા ફ્રીલાન્સર પાસે કરાવવામાં આવે છે.
- સ્ટોરી અને ડાયલોગ : કેટલીક ગેમમાં રીતસરની વાર્તા અને પાત્રો વચ્ચે સંવાદો હોય છે. વાર્તા અને સંવાદોને સ્ક્રીપ્ટ સ્વરુપે લખવાનું કામ કરે છે સ્ટોરી રાયટર. આ કામ મોટે ભાગે ફ્રીલાન્સર પાસે કરાવવામાં આવે છે.
ગેમ પ્રોગ્રામિંગ અને ટેકનિકલ
- ગેમ પ્રોગ્રામર : ગેમ ડિઝાઈન, કન્સેપ્ટ, કેરેક્ટર વગેરે ફાઈનલ થઈ જાય પછી ગેમ પ્રોગ્રામરનું કામ શરુ થાય. તે, જે પ્લેટફોર્મ માટે ગેમ બનવાની હોય તેને અનુરુપ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને અન્ય ટૂલ્સની મદદથી ગેમને છેવટનું સ્વરુપ આપે છે. ગેમ રમનારના કમાન્ડ મુજબ કેરેક્ટર વર્તે, સ્કોર નોંધાય, બોનસ પોઇન્ટસ મળે, આગલા સ્ટેજમાં જવાય અને ગેમ ડિઝાઈન પ્રમાણે આખી ગેમ ચાલે એ પ્રમાણેનું પ્રોગ્રામિંગ કરવામાં આવે છે. આ માટે તેઓ C, C++, Java, C વગેરે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ કરે છે. ગેમ પ્રોગ્રામરો હવે ગેમનું ડેવલપમેન્ટ ઝડપી અને સરળતાથી થાય એ માટે ગેમ એન્જિનનો ઉપયોગ કરે છે. ગેમ એન્જિન એક પ્રકારનું ફ્રેમવર્ક છે જે થકી ગેમ ડિઝાઈનથી માંડીને 2D/3D ગ્રાફિક્સ, ગેમ સ્ક્રીપ્ટ, ગેમ સાઉન્ડ, (TCP/IP જેવા) નેટવર્ક પ્રોટોકોલ્સ, ગેમ પરફોર્મન્સ વગેરે અનેક પાસાને નિયંત્રિત કરી શકાય છે. યુનિટી 3D, અનરઇલ એન્જિન, ગેમબ્રાયો, વગેરે ખૂબ જાણીતાં ગેમ એન્જિન છે. અલબત્ત, દરેક પ્લેટફોર્મ (કોન્સોલ, પી.સી, મોબાઇલ વગેરે) માટે અલગ ગેમ એન્જિન હોય છે.
- મેથ અને ફિઝિક્સ પ્રોગ્રામર : ગેમને બાળકોનો ખેલ અને ગેમ ડેવલપમેન્ટને ખાસ ગંભીર કામ નહીં ગણતા લોકો કદાચ એ નહીં જાણતા હોય કે ગેમ પ્રોગ્રામિંગ માટે ગણિત અને ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જરુરી છે! ખાસ કરીને 3D ગેમ્સ માટે. 3D ગેમમાં જ્યારે બે વસ્તુઓ એક બીજા સાથે અથડાય, ગાડીનો અકસ્માત થાય, બોમ્બ ફાટે વગેરે ઘટનાઓ ઘટે ત્યારે તેમને વાસ્તવિક બનાવવા માટે ભૌતિકશાસ્ત્રના નિયમો પ્રમાણે જ સ્ક્રીપ્ટિંગથી ઇફેક્ટસ આપવામાં આવે છે- આ પ્રક્રિયાને ફિઝિક્સ પ્રોગ્રામિંગ કહેવાય છે અને આ માટે પ્રોગ્રામરને ભૌતિકશાસ્ત્રના પાયાના નિયમોનું જ્ઞાન હોવું જોઈએ. આ જ પ્રમાણે ગેમ કંટ્રોલ્સ, એનિમેશન વગેરે માટે અનેક અલ્ગોરીધમનો ઉપયોગ થાય છે જેને સમજવા અને તેની સાથે કામ કરવામાં માટે ગણિતનું જ્ઞાન આવશ્યક હોય છે – આને મેથ પ્રોગામિંગ કહે છે. મેથ પ્રોગ્રામરને Vectors, Liner, Algegra, Trigonometri, Geometry વગેરે સારી રીતે આવડવા જોઈએ તો જ તે ગેમ એન્જિનમાં પ્રોગ્રામિંગ કરી શકે.
- ગેમ સિસ્ટમ ડિઝાઈનર : આ લોકોનું કામ Sony Playstation, Microsoft X-box, Sony PSP જેવા ગેમ હાર્ડવેર ઉપર સંશોધન (RD) કરીને વધુ ને વધુ બહેતર હાર્ડવેર અને સિસ્ટમ્સ બનાવવાનું હોય છે. આ ઉપરાંત મલ્ટિપ્લેયર ઓનલાઇન ગેમ્સ સર્વર, પૈસા આપીને ડાઉનલોડ થાય એવી ગેમના પ્લેટફોર્મ ગેમ બનાવવા માટેનાં નવા ટૂલ્સ વિકસવાની વગેરે જવાબદારી આ ટીમ ઉપાડે છે.
- ગેમ ટેસ્ટર : જૂન૨૦૧૩નાં અંકમાં આપણે સોફ્ટવેર ટેસ્ટિંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. ગેમ ટેસ્ટર પણ સોફ્ટવેર ટેસ્ટ એન્જિનીયરની જેમ જ ગેમને વિવિધ પાસા પર ચકાસે છે અને ક્યાંક કચાશ હોય તો એની આગળ જાણ કરે છે. આ કામની મજા એ છે કે કલાકો ગેમ રમવા મળે અને તેના સારાં એવાં પૈસા પણ મળે!
ગેમ મેનેજમેન્ટ
- પ્રોડ્યુસર : ફિલ્મોમાં જે ભૂમિકા ડિરેક્ટર-પ્રોડ્યુસરની હોય છે એવી જ કંઈક પ્રોડ્યુસરની ગેમ ડેવલપમેન્ટમાં હોય છે. પ્રોડ્યુસરનું કામ તમામ ટીમોનું (આર્ટ, પ્રોગ્રામિંગ, ચઅ વગેરે) સંકલન કરીને ધાયર્િ સમયે અને અપેક્ષિત ગુણવત્તા સાથે ગેમને રીલીઝ કરવાની હોય છે. મોટી કંપનીઓમાં પ્રોજેકટ મેનેજર પણ હોય છે. આ હોદ્દા પર આર્ટ અને ટેક્નિકલ બંને બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો પહોંચી શકે.
- પ્રોડક્ટ મેનેજર : પ્રોડક્ટ મેનેજરનું કામ ગેમ કેવી બનાવવી, કયા પ્લેટફોર્મ પર બનાવવી, ક્યારે લોન્ચ કરવી, ગેમ પ્રોડક્ટનાં પ્રતિસ્પર્ધીકોણ છે વગેરેનો અભ્યાસ કરીને વ્યૂહરચના બનાવવાનું છે. પ્રોડ્યુસર, આર્ટ ટીમ અને ગેમ ડેવલપમેન્ટ ટીમને નવી ગેમ પ્રોડક્ટને કેવી રીતે સફળ બનાવી શકાય એ માર્ગદર્શન આપવાની જવાબદારી પ્રોડક્ટ મેનેજરની હોય છે. આ ઉપરાંત ભૂતકાળમાં લોન્ચ થયેલી ગેમ પ્રોડક્ટસને પણ કેવી રીતે વધુ સફળ બનાવી શકાય એની ઉપર ધ્યાન આપવાનું હોય છે. MBA કર્યા બાદ આ ક્ષેત્રે પ્રવેશી શકાય.
- ગેમ માર્કેટિંગ : ગેમ બનાવવા જેટલી જ નવીનતા તેને માર્કેટ કરવામાં બતાવી પડે છે. ગેમનું માર્કેટિંગ પણ ગેમ અને તેને રમનારા લોકોને અનુપ હોવું જોઈએ, જો ગેમ ટાર્ગેટ ઓડિયન્સ સુંધી પહોંચે નહીં તો તેનો મતલબ નથી રહેતો. છેલ્લાં ઘણાં વર્ષોથી Gamevertisingલ કે In-Game Advertisingનો ટ્રેન્ડ ચાલ્યો છે. (ક્રિશ-૩માં આપણે બોર્નવિટા અને હેવમોરની જાહેરાત જોઈ એમ જ) આ અંતર્ગત ગેમમાં અન્ય સંબંધિત પ્રોડક્ટ્સની આડકતરી રીતે જાહેરાત હોય. દા.ત. નીડ ફોર સ્પીડ જેવી રેસિંગની ગેમ હોય તો એન્જિન ઓઈલ, ટાયર કે અન્ય કાર કંપનીઓની જાહેરખબર તેમાં બતાવવામાં આવે. સ્વાભાવિક જે વ્યક્તિ રેસિંગ ગેમ રમતી હોય તેને વાસ્તવિક જીવનમાં પણ આવી પ્રોડક્ટ્સમાં રસ હોવાનો. Gamevertisingલ દ્વારા ગેમ સ્ટુડિયો ગેમને રીલીઝ કર્યા પહેલાં જ તેમાંથી સારા એવા પૈસા કમાઈ લે છે. MBA કર્યા બાદ આ ક્ષેત્રે પ્રવેશી શકાય.
આગાઉના લેખોમાં આપણે ઊછઙ અંગે ચર્ચા કરી હતી. ઊછઙની જેમ જ ગેમિંગ પણ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીનો ભાગ હોવા છતાં પણ એક સ્વતંત્ર અને ખૂબ વિશાળ ક્ષેત્ર છે. ગેમિંગને લગતી અનેક બીજી કારકિર્દીઓ છે અને ભવિષ્યમાં અનેક બીજી ઊભી થવાની. આપણે સૌથી મૂળભુત વિકલ્પોની ચર્ચા કરી છે. આપને કોઈ પ્રશ્રો હોય તો લખી મોકલાવશો.
ગેમિંગમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેવી તકો છે?
- ભારતમાં ખાસ કરીને મેટ્રો શહેરોમાં આ ક્ષેત્રે ઘણી નવી તકો ઊભી થઈ રહી છે. Electronic Arts, Zygna, Bally,Aristocrat, WMS જેવી અનેક બહુરાષ્ટ્રીય ગેમ કંપનીઓ ભારતમાં તેમના ડેવેલોપમેન્ટ સેન્ટર્સ ખોલી ચુકી છે અને હવે આખે આખાં ગેમ ટાઇટલ્સ ભારતમાં બનાવડાવે છે. Gameshashtra, India Games, કે Reliance Games જેવી ભારતીય કંપનીઓએ પણ ખાસ્સું કાઠું કાઢ્યું છે.
- ગુજરાતમાં મોબાઇલ ગેમ બનાવતી ઘણી કંપનીઓ છે અને આંકડો વધી રહ્યો છે, અલબત્ત કોન્સોલ કે પી.સી ગેમ ક્ષેત્રે કામ કરતી એક માત્ર કંપની ઝતુન આ લખનારની જાણમાં છે.
