(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગેમિંગ ક્ષેત્રે રહેલી અપાર તકો-૧

છેલ્લાં બેએક વર્ષથી એન્ગ્રીબર્ડનાં કેરેક્ટરે ધૂમ મચાવી છે. ટીશર્ટ, મોબાઇલનાં કવર, સ્કૂલ સ્ટેશનરીથી માંડીને રાખડી કે કેક સુદ્ધાં ઉપર પણ એન્ગ્રીબર્ડની ડિઝાઇન જોવા મળે છે. એન્ગ્રીબર્ડ એક કેરેક્ટર તરીકે સ્પાઇડર મેન, શીન્ચેન, ડોરેમોન, કે છોટા-ભીમ જેવાં કાર્ટૂન કેરેક્ટરને લોકપ્રિયતામાં તો પરાસ્ત કરી જ ચૂક્યું છે, વત્તા તે ૫થી ૩૫ વર્ષના વયજૂથમાં એક સરખું લોકપ્રિય છે. એન્ગ્રીબર્ડ એક ગેમ તરીકે ૫થી ૭૫ના વયજૂથમાં એક સરખી લોકપ્રિયતા ધરાવે છે એ પણ નોંધપાત્ર છે. કોઈ ગેમના કેરેક્ટરને આટલી લોકપ્રિયતા મળી હોય એવા દાખલા કદાચ કોઈ નથી.

એન્ગ્રીબર્ડ સિવાય એક અન્ય દાખલો ફાર્મવિલેનો લો. જૂન ૨૦૦૯માં ફેસબુક પર આવેલી ફાર્મવિલે ગેમ ફક્ત છ અઠવાડિયામાં એક કરોડ લોકો રોજે રોજે રમતા હતા. ફાર્મવિલેને લીધે ફેસબુકને કેટલો ફાયદો થયો એ કહેવાની જરુર ખરી?!

આ ઉદાહરણો પરથી સહેજે ગેમિંગનો પ્રભાવ અને મહત્ત્વ સમજી શકાય. ગેમિંગ ક્ષેત્રને હસી કાઢવા જેવું નથી! કારકિર્દી માટે આ ક્ષેત્રે કેવી અને કેટલી તકો રહેલી છે એ જાણતાં પહેલાં ગેમિંગનાં વિવિધ પાસાંને સમજી લઈએ.

  • કોન્સોલ ગેમિંગ : કોન્સોલ એટલે ટીવીમાં એટેચ કરીને જોયસ્ટીકથી રમી શકાય એવી ગેમ. માયક્રોસોફટ X- Box 360 કે સોની પ્લેસ્ટેશન કોન્સોલ ગેમનાં ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત નીનટેન્ડો, સેગા વગેરે અનેક કંપનીઓ કોન્સોલ બનાવે છે. લગભગ તમામ પ્રકારના ગેમિંગના પૂર્વજ તરીકે કોન્સોલને ગણી શકાય. જર્મન-અમેરિકન રાલ્ફ બાયરે કોન્સોલનો આવિષ્કાર ૧૯૬૬માં કર્યો હતો.
  • આર્કેડ ગેમ : આર્કેડ એટલે મોલ જેવી જગ્યા જ્યાં વચ્ચે ખુલ્લી જગ્યા હોય અને બંને બાજુ લાઇનસર દુકાનો હોય. આવી જગ્યાઓએ ૧૯૭૦ના દાયકામાં ગેમ મશીન મુકાવા માંડ્યાં જે સિક્કો નાખીને રમી શકાય. આ પ્રકારની ગેમો હાલમાં પણ ખૂબ પ્રચલિત છે અને દરેક મોલમાં ગેમિંગ ઝોનમાં અચૂક જોવા મળે છે.
  • કમ્પ્યુટર ગેમ કે પી.સી. ગેમ : કમ્પ્યુટર પર કીબોર્ડ અને માઉસની મદદથી રમાતી ગેમ્સ. અપવાદ‚પે કમ્પ્યુટર સાથે જોયસ્ટીક એટેચ કરીને પણ રમી શકાય છે. કાઉન્ટર સ્ટ્રાઇક જેવી મલ્ટિપ્લેયર ગેમ્સ હાલમાં પણ ખૂબ લોકપ્રિયતા ધરાવે છે, અલબત્ત પી.સી.નું જ વર્તમાન અને ભવિષ્ય ડામાડોળ છે તો પી.સી. ગેમની ક્યાં વાત કરવી? મોટા ભાગની ગેમ કોન્સોલ અને પી.સી બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય છે.
  • મોબાઇલ ગેમિંગ : મોબાઇલ, સ્માર્ટફોન કે ટેબલેટમાં રમાતી ગેમ, જે ખાસ આવાં સાધનો પર રમવા માટે બનાવવામાં આવે છે.
  • વેબ અને સોશિયલ ગેમ : ઇન્ટરનેટ પર બ્રાઉસરમાં રમી શકાય એવી ગેમને વેબ ગેમ કહી શકાય. જ્યારે સોશિયલ ગેમ એટલે ફાર્મવિલે કે કેન્ડીક્રશ જેવી ગેમ જે મિત્રોની સાથે ઓનલાઇન રમી શકાય, તેમને ચેલેન્જ આપી શકાય વગેરે. દરેક વેબ ગેમ સોશિયલ ગેમ નથી હોતી.
  • કસીનો ગેમિંગ : પૈસા લગાડીને જુગાર રમી શકાય એવી ગેમ. કસીનોમાં આવી ગેમ્સ સ્લોટ મશીન સ્વરૂપે હોય છે. આવી ગેમ્સ હવે ઓનલાઇન પણ રમી શકાય છે.
  • અન્ય : પ્લેનમાં લાંબી મુસાફરી દરમ્યાન ઇન ફ્લાઇટ એન્ટરટેઇન્મેન્ટ માટે બનતી ગેમ્સ. MP3 પ્લેયરમાં પણ ક્યારેક ગેમ્સ ઉમેરવામાં આવે છે.

આ ઉપરાંત ગેમ્સને 2D/3D, સિંગલ પ્લેયર-મલ્ટિપ્લેયર, ફર્સ્ટ પર્સન શૂટર, રેસિંગ વગેરે શ્રેણીઓમાં વિભાજીત કરી શકાય છે.

આમાંની કોઈ પણ ગેમને બનાવવા માટે કેટલીક પાયાની બાબતો સમાન હોય છે. ગેમ ડેવેલપમેન્ટનું કામ આમ તો સોફ્ટવેરને મળતું આવે છે, પણ તે વધુ સામ્ય કોઈ ફિલ્મ નિમર્ણિ સાથે ધરાવે છે. કદાચ એટલે જ ગેમ બનાવતી કંપનીઓને ગેમ સ્ટુડિયો કહેતા હશે. ગેમ બનાવવી એ એક વ્યક્તિનું કામ નથી, ટીમવર્ક છે! ગેમની ડિઝાઇન, એનિમેશન, પ્રોગ્રામિંગ ઉપરાંત તેમાં ગેમને અનુરૂપ સંગીત પણ જોઈએ. તો જ ગેમની ખરી મજા આવે.

ગેમ બનાવવાની પદ્ધતિ આમ તો દરેક સ્ટુડિયો પ્રમાણે બદલાય પણ ટૂંકમાં નીચે પ્રમાણે જોઈ શકાય :

Game Development Life Cycle

Stpe:1 Concept and Design Phase આ તબક્કામાં ગેમ કેવી બનાવી, કોણ રમશે, પાત્રો (કેરેક્ટર્સ) કેવાં હશે એનું ઊંડાણપૂર્વક આયોજન થાય છે. સ્ટોરીબોર્ડ કહેવાતી પ્રક્રિયા દ્વારા ગેમ કેવી રીતે રમાશે, કેટલાં સ્ટેજ હશે, વગેરેની રૂપરેખા નક્કી થાય છે. આ બધું ફાઇનલ થાય એટલે ગેમ ડિઝાઇનડોક્યુમેન્ટ બને જેના આધારે આગળ કામ ચાલે. આ તબક્કામાં પ્રોડ્યુસર, વિઝ્યુલાઇઝર, ગેમ ડિઝાઇનર, ગ્રાફિક આર્ટિસ્ટ ભાગ લે છે.

Step:2 Prototyping Phase  પ્રોટોટાઈપ એટલે પ્રાથમિક નમુનો. ગેમ કેવી બનાવવી છે એ નક્કી થાય એ પછી એક પહેલો નમુનો બનાવીને ચકાસવામાં આવે છે, કહો કે ગેમનો એક સ્ટેજ બનાવીને ટેસ્ટ કરવામાં આવે છે. આમ કરવાથી ગેમ રમવામાં કેવી રહે છે, જે તે પ્લેટફોર્મ પર તે કેવી ચાલે છે, રમનારાઓને રસ પડશે કે નહીં? વગેરે જોવામાં આવે છે. આ બધા મુદ્દા સંતોષપ્રદ લાગે તો પૂરી ગેમ બનાવવા માટેની લીલી ઝંડી મળે છે.

Step:3 Production Phase આ તબક્કામાં સ્ક્રીપ્ટ રાઇટર, 2D/3D એનિમેટર, સાઉન્ડ ડિઝાઇનર, પ્રોગ્રામર વગેરે સૌ મળીને સંપૂર્ણ ગેમ બનાવવા પર મચી પડે છે. સરેરાશ ૩૦થી ૨૦૦ વ્યક્તિઓની ટીમ મહિનાઓ સુધી મહેનત કરીને ગેમનું આલ્ફા (સાવ પ્રાથમિક) વર્ઝન તૈયાર કરે છે.


Step:4 Testing and QA આલ્ફા વર્ઝનમાં ગેમ પ્લે, ગેમ કેવી ચાલે છે, ગેમના કંટ્રોલ્સ ધાર્યું કામ આપે છે કે નહીં, હાર્ડવેર કે ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ગેમ બરાબર ચાલે છે કે નહીં વગેરેનું ઝીણવટભર્યું ટેસ્ટિંગ થાય છે. આમ કરવાથી જે ખામીઓ નીકળે તેને સુધારીને ગેમનું બીટા વર્ઝન બનાવવામાં આવે છે. બીટા વર્ઝનને ફરીથી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે અને એ સાથે કેટલાક જાણકાર એવા ગેમિંગના શોખીનોને પણ અભિપ્રાય માટે મોકલવામાં આવે છે.

Step:5 Final Release બીટા વર્ઝનનાં ટેસ્ટિંગ પછી જે ખામીઓ જણાઈ હોય એ સૌને દૂર કરીને ગેમનું ફાઇનલ વર્ઝન અગાઉથી નક્કી કરેલા દિવસે રીલિઝ કરવામાં આવે છે. આ પછીની જવાબદારી માર્કેટિંગ અને પી.આર. વિભાગની હોય છે.

ગેમિંગ ક્ષેત્રેનો પ્રાથમિક પરિચય મેળવ્યા બાદ આવતા અંકમાં આપણે આ ક્ષેત્રે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય, ક્યાંથી તાલીમ લઈ શકાય વગેરેની ચર્ચા કરીશું. આપને કોઈ પ્રશ્રો હોય તો લખી મોકલાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!