(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇંગ્લિશના ગૂંચવતા શબ્દો

ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેન્ગ્વેજ! બરાબર, આપણે સૌ આ જાણીએ છીએ અને તક મળે ત્યારે આ ભાષાની ગૂંચવણો પર હસીએ પણ છીએ. પણ દિલ પર હાથ મૂકીને કહો, તમારો પોતાનો, ઇંગ્લિશ પર પાવરફૂલ કમાન્ડ હોય તો તમને ગમે કે નહીં?

તો ટૂંકી વાત એટલી કે હવેથી આપણે ઇન્ટરનેટની ગલીગૂંચીઓમાં ચક્કર લગાવીને, અંગ્રેજી ભાષા પર મજબૂત પકડ મેળવવામાં મદદરુપ થાય એવી વાતો શોધી એને સમજવાનો પ્રયાસ કરીશું.

ઇંગ્લિશના ઘણા શબ્દો તેમના લગભગ સરખા સ્પેલિંગ કે ઉચ્ચાર કે જુદાં જ કારણોસર ઘણી ગૂંચવણ ઊભી કરે છે. અહીં આવા કેટલાક શબ્દોની આપણે પાકી સમજ મેળવીએ. આ માહિતી http://oxforddictionaries.com સાઇટ પરથી લેવામાં આવી છે. ઇંગ્લિશ પર પ્રભુત્વ મેળવવામાં ઊંડો રસ હોય તો, આ ભાષા માટે વિશ્વની સૌથી વધુ વિશ્વસનિય ડિક્શનરીઝમાંની એક એવી ઓક્સફર્ડ ડિક્શનરીઝની આ સાઇટ પર વારંવાર ચક્કર લગાવવાથી ફાયદો થશે એ નક્કી છે.

‘Less’ or ‘fewer’?

જ્યારે આપણે લોકો કે વસ્તુઓ વિશે, બહુવચનમાં વાત કરી રહ્યા હોઈએ ત્યારે Fewer  શબ્દનો ઉપયોગ યોગ્ય છે. જેમ કે,

People these days are buying fewer newspapers.

Fewer students are opting to study science-related subjects.

Fewer than thirty children each year develop the disease.

 પરંતુ, આપણે જેની વાત કરી રહ્યા હોઈએ તેનું બહુવચન થતું ન હોય (જેમ કે money, air, time, music, rain) ત્યારે ’less’ શબ્દનો ઉપયોગ યોગ્ય છે.

 It’s a better job but they pay you less money.


People want to spend less time in traffic jams.

Ironically, when I’m on tour, I listen to less music.

સંખ્યા કે માપ કે સમયના સંદર્ભએ વાત થતી હોય ત્યારે પણ fewer ને બદલે ’less’ વપરાય છે. જેમ કે,

  His weight fell from 18 stone to less than 12.

Their marriage lasted less than two years.
Heath Square is less than four miles away from Dublin city centre.

· · ·

 આપણું આ મેગેઝિન દર મહિને પ્રકાશિત થાય છે એટલે તેને ‘મંથલી મેગેઝિન’ કહેવાય, પણ એ મહિનામાં બે વાર અથવા બે મહિને એક વાર આવતું હોત તો તેને શું કહેવાય? બંને સ્થિતિ માટે જવાબ એક જ છે – Bimonthly!  આવી જ ગૂંચવણ Biweekly કે Biyearly શબ્દો માટે પણ છે. એટલા માટે, બિલકુલ સ્પષ્ટતાથી કહેવું હોય તો twice a month કે every two month  કે twice a week  કે every two years જેવા શબ્દપ્રયોગોનો ઉપયોગ કરવો જરુરી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!