(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકમાં ઇંગ્લિશ કોચિંગ

સ્પેલિંગ કે ઉચ્ચારની રીતે સરખા લાગતા શબ્દોના સાચા ઉપયોગની સમજ કેળવવી હોય તો આ પેજ લાઈક કરવા જેવું છે

 ફેસબુક એટલે સમયનો નર્યો બગાડ – આવું તમે વારંવાર સાંભળતા હશો, આવી દલીલો સામો કરવો હોય તો તમે એક હથિયાર આપીએ, જોકે એનો યોગ્ય અને નિયમિત ઉપયોગ કરવાની શરતે!

વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના ઈંગ્લીશના પ્રોફેસર પોલ બ્રાયન્સે લાંબી જહેમત કરીને ઇંગ્લિશ ભાષાના ઉપયોગ દરમિયાન જોવા મળતી અસંખ્ય સામાન્ય ભૂલો તારવી છે અને તેનાે સાચાે ઉપયોગ દર્શાવ્યો છે. અલબત્ત, પ્રોફેસર અમેરિકન છે અને તેમણે પોતાના અમેરિકન વિર્દ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ સામગ્રી તૈયાર કરી છે, પણ આપણનેય ચોક્કસ કામ લાગે તેવી છે. તેમની તમામ સામગ્રી એક વેબસાઇટ પર છે અને તે ઉપરાંત, ફેસબુના પેજ પર દરરોજ એક લેખે, સામાન્ય ભૂલો અને તેની સાચી સમજણ આપવામાં આવે છે. અલબત્ત, પ્રોફેસરે રમતિયાળ ભાષામાં આ ભૂલો સમજાવી હોવાથી, એટલું ઇંગ્લિશ સમજાય તો ગૂંચવણ વધવાની શક્યતા છે!

આટલી ચોખવટ સાથે, આપણે પ્રોફેસર બ્રાયન્સે તારવેલી કેટલીક ભૂલો અને તેના સાચા ઉપયોગ સમજીએ. ફેસબુકમાં પ્રોફેસરના પેજને લાઇક કરી લેશો તો નિયમિત રીતે ઇંગ્લિશની સાચી સમજણ કેળવાતી જશે!

  • beside/besides: besides  એટલે જે કંઈ હોય તે ઉપરાંત, જ્યારે beside એટલે કંઈકની બાજુમાં.
  • dyeing/dying: dyeing એટલે કાપડને રંગ કરવાની પ્રક્રિયા, જ્યારે dying એટલે ચહેરો કાળોધબ્બ થઈ જાય ત્યારની-મૃત્યુનો સમય!
  • any where/anywhere: somewhere કે nowhere જેમ જ anywhere હંમેશા એક શબ્દ તરીકે લખાય છે, જુદા જુદા નહીં.
  • formally/formertly : ઉચ્ચારમાં ખાસ્સા નજીકના એવા આ શબ્દો અર્થની  રીતે બહુ દૂર દૂર છે. formally  એટલે કશું ફોર્મલ-ઔપચારિક રીતે કરવાની પ્રક્રિયા. પરંતુ અગાઉની કોઈ વાતના સંદર્ભમાં વાત થતી હોય ત્યારે તેના માટે formerly શબ્દ વપરાય છે.
  • between you and between you ane me: સ્ટાન્ડર્ડ ઇંગ્લિશમાં between you and me  શબ્દપ્રયોગનો જ ઉપયોગ થાય છે.
  • copywrite/copyright: લખવાા સંદર્ભમાં ઉપયોગ થાય ત્યારે copywrite જેમ કે જાહેરાતો માટેું લખાણ (copy) લખાર વ્યક્તિ copywriter કહેવાય છે, પરંતુ લેખક પોતાના લખાણ પર પોતાનો અધિકાર સ્થાપિત કરે તો તેે copyright કહેવાય.
  • farther/further: ફક્ત એક a અને u નો જ ફેર, પણ બંનેમાં ઘણો તફાવત છે. સામાન્ય રીતે, ભૌતિક અંતરની દૃષ્ટિએ દૂરની વાત હોય ત્યારે farther વપરાય છે, જ્યારે further એટલે વધુમાં. આ શબ્દ સમય કે પ્રમાણના સંદર્ભમાં વપરાય છે.
  • Capitalization : પ્રોપર નાઉન એટલે કે સંજ્ઞા એટલે કે વ્યક્તિ અને સ્થળોનાં નામ કે પ્રોપર એડજેક્ટિવ્સ (જેમ કે Indian, French) વગેરેનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ લખવો જોઈએ. ઔપચારિક ઈ-મેઇલ-એસએમએસમાં ઉતાવળે આ વાતનો ખ્યાલ ન રખાય તો કદાચ ચાલે, પણ બિઝનેસ કે નોકરી દરમિયાન લખાતા પત્રોમાં આ કાળજી અનિવાર્ય છે..

(ફેસબુકમાં Common Errors in English Usage સર્ચ કરવાથી આ પેજ પર પહોંચી શકાશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!