(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ERP ક્ષેત્રે રહેલી કારકિર્દીની વૈવિધ્ય સભર અને વિપુલ તકો-૧

એન્જિનીયરીંગની પરંપરાગત શાખાઓ જેવી કે મિકેનિકલ, પ્રોડક્શન, કેમિકલ વગેરેમાં કામ કરતા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓ અને ફાયનાન્સ, લોજિસ્ટિક કે માર્કેટિંગ જેવા મેનેજમેન્ટનો અનુભવ ધરાવતા વ્યાવસાયિકોને આઇ.ટી. ક્ષેત્રે પ્રવેશવાની ખૂબ ઈચ્છા હોય છે, પણ આમ કરવા માટે નવેસરથી તાલીમ લઈને એકડેએકથી શરૂઆત કરવી પડે અને પહેલાંનો જે તે ક્ષેત્રનો અનુભવ પણ બાતલ જાય.

આગળ શું વાંચશો?

  • ERPની વિશેષતાઓ
  • પ્રિ-સેલ્સ
  • ERP એડમિનિસ્ટ્રેટેર
  • ટેકનિકલ કન્સલ્ટન્ટ
  • કરિયર સેન્ટ્રલ ડિક્ષનરી

પરંતુ આઇ.ટી. ક્ષેત્રે પ્રવેશવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિઓ જરાય નિરાશ થવાની જરુ‚ર નથી. આઇ.ટી. ક્ષેત્રે પ્રવેશવાનો એક પ્રમાણમાં સરળ રસ્તો છે ERP! આ પ્રકારની કારકિર્દી અપનાવવાનો ફાયદો એ છે કે પરંપરાગત ક્ષેત્રનું જ્ઞાન કામમાં લાગે અને ERPમાં તે અનુભવની જરુરિયાત પણ હોય છે.

ગ્લોબલાઇઝેશન અને ઝડપથી પરિવર્તન પામી રહેલા વિશ્વમાં દરેક ઉદ્યોગે સ્પર્ધામાં આગળ રહેવા અને ક્યારેક તો અસ્તિત્વ બચાવવા માટે સુગ્રથિત હોવું અનિવાર્ય બન્યું છે. કોઈ પણ કંપની માટે સુગ્રથિત હોવાનું પ્રથમ પગથિયું છે માહિતી અને માહિતીનો પ્રવાહ. સચોટ માહિતી બને એટલા ઓછા સમયમાં જો કંપની પાસે ઉપલબ્ધ હોય તો તે કંપની માટે સ્પર્ધામાં ટકી રહેવું અને નફાનાં ધોરણો સાચવવાં સરળ બની જાય. ERP આમ કરવામાં મદદરુપ બને છે.

ERP (Enterprise Resources Planning) એક એવી સિસ્ટમ છે જે કોઈ પણ કંપનીના વિવિધ વિભાગો જેમ કે ફાઇનાન્સ, પ્રોડક્શન, સેલ્સ, સપ્લાય ચેઇન, પ્લાનિંગ વગેરેને એક બીજા સાથે સંલગ્ન કરે છે, આમ કરવાથી કંપની (Enterprise) પોતાનાં સંસાધનોનો (Resources) મહત્તમ ઉપયોગ અને સચોટ આયોજન (Planning) કરી શકે છે.

કલ્પના કરો કે કોઈ કંપનીમાં આ સૌ વિભાગો પોતાનું કામ ચલાવવા અલગ અલગ સોફ્ટવેર વાપરતા હોય (કે સાવ ન વાપરતા હોય) અને આ બધાં સોફ્ટવેર એકમેક સાથે સંકળાયેલાં ન હોય તો શું થાય? અંગ્રેજીમાં જેને chaos અને ગુજરાતીમાં આંધાધૂંધી કહે છે તેવી પરિસ્થિતિ ઊભી થાય.

ERP કંપનીના તમામ વિભાગો, શાખાઓ, દરેકે દરેક પ્રક્રિયાઓને સંલગ્ન કરીને તાલમેલ બેસાડે છે. ERPમાં દરેક વિભાગ માટે એક મોડ્યુલ આપેલું હોય છે, જેમ કે ફાયનાન્સ, પ્રોડક્શન, એચ.આર. વગેરે. આ વિવિધ વિભાગો એક બીજા સાથે ખૂબ ઘનિષ્ઠ રૂપે, મોડ્યુલ સ્વરૂપે, સંલગ્ન હોય તો તેનો ફાયદો એ થાય છે કે એક મોડ્યુલમાં કોઈ પણ એન્ટ્રી થાય કે ફેરફાર થાય એની અસર અન્ય મોડ્યુલ પર પડે જેથી મોટો પથારો ધરાવતી કંપનીમાં કોઈ પણ સમયે શું ચાલી રહ્યું છે તેની સચોટ અને રીયલ-ટાઇમ માહિતી કંપનીના મેનેજમેન્ટને મળી રહે. દા.ત. કાચો માલ ખૂટવા આવ્યો હોય તો તેની અસર પ્રોડક્શન મોડ્યુલ પર પડે.

ERPની વિશેષતાઓ

  1. વ્યવસ્થાપન અને સંચાલન: ERPનું હાર્દ Plaschedule-Operate-Control માં છે. એટલે કે કંપની પોતાની તમામ પ્રક્રિયાઓનું (ઉત્પાદન, વેચાણ અને વિતરણ, બિલિંગ વગેરે) અગાઉથી સચોટ આયોજન કરી શકે છે અને દરેક પ્રક્રિયાનું અસરકારક સંચાલન પણ કરી શકે છે. આનાથી કંપની બગાડ ઘટાડીને પોતાનાં સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને ધાર્યા સમયે લક્ષ્યાંકો પાર પાડી શકે છે.
  2. રીયલ-ટાઈમ ઇન્ફર્મેશન : આનો અર્થ થાય છે કે માહિતી મેળવવા માટે કોઈની પર આધાર નથી રાખવો પડતો કે માહિતી મોડી મળતી નથી. જે ક્ષણે એન્ટ્રી થાય એ જ ક્ષણે તે સિસ્ટમમાં નોંધાઈને અન્ય વપરાશકતર્ઓિને સુલભ બને છે. દા.ત. ફેક્ટરીમાં કેટલા માલનું ઉત્પાદન થયું છે એ હેડ ઓફિસમાં બેઠા જાણી શકાય અથવા સ્ટોરમાં કાચા માલનો કેટલો સંગ્રહ છે એની રજેરજની માહિતી મળી રહે.
  3. રીપોર્ટિંગ : Business Intelligence  કહેવાતા રીપોર્ટ ટૂલ્સનો ઉપયોગ કરીને ERPમાં રહેલી માહિતીનું પૃથક્કરણ કરીને સમજવામાં સરળ પડે એ રીતે ચાર્ટ, ગ્રાફ, પાઈ વગેરે સ્વરુપે રજૂકરી શકાય. આમ કરવાથી આયોજન અને સંચાલનમાં ખૂબ સરળતા રહે છે.
  4. ભૂલો ઘટાડે છે અને ઉત્પાદકતા વધારે છે : ERP તમામ પ્રક્રિયાઓને સ્વયંસંચાલિત (ઓટોમેશન) કરે છે. આમ થવાથી માનવીય ભૂલો થવાની શક્યતા ઘટે છે. જેને પરિણામે બગાડ, નુકસાન કે અકસ્માતમાં ઘટાડો થાય છે. ઉપરાંત અણુક ચોક્કસ વ્યક્તિઓ પર આધાર રહેતો નથી. કોઈ કર્મચારી ગેરહાજર હોય તો પણ એનું કામ અન્ય કર્મચારી કરી શકે છે, આથી ઉત્પાદકતા જળવાઈ રહે છે.

ERP નું જોડાણ વળી અન્ય સિસ્ટમ જેમ કે PoS (બિલિંગ સોફ્ટવેર), બારકોડ, RFID CRM પે-રોલ કે અન્ય પ્લાનિંગ ટૂલ્સ સાથે પણ થઈ શકે, જેથી આ સોફ્ટવેર સાથે પણ ERP માહિતીની આપલે કરી શકે. આમ થવાથી ઊછઙની અસરકારકતા વધે છે.

આ બધાં કારણોને લીધે અને ERP વસાવવાના ખર્ચને ટેક્ષમાં માફી મળતી હોઈ ઊછઙ ખાસ્સી ઝડપે પ્રચલિત થઈ રહ્યું છે.

આજે ERPનાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. ERP વિષે થોડી ઘણી માહિતી ધરાવતા લોકો ERP એટલે SAP માનતા હોય છે. આ વાત દરેક ચોકલેટને કેડબરી કે દરેક ફોટોકોપી મશીનને ઝેરોક્ષ કહેવા જેવી છે.

SAP એ ERP બનાવતી વિશ્વની ટોચની જર્મન કંપની છે જે આ ક્ષેત્રમાં ખૂબ લાંબા સમયથી અસ્તિસ્ત્વ ધરાવે છે, પણ આ ઉપરાંત ઓરેકલ ઈ-બિઝનેસ સ્વીટ, માયક્રોસોફટ ડાયનેમિક્સ (NAV,AX, GP), ઇન્ફોર, સેજ, એપીકોર વગેરે અનેક ERP પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ છે અને ગ્રાહકોમાં ખાસ્સી સ્વીકૃતિ પામ્યા છે. સ્થાનિક સોફ્ટવેર ડેવલપર્સ પણ મધ્યમ કક્ષાના ERP બનાવી શકે છે.


ERPનો પૂરેપૂરો પરિચય આપવા માટે એક સ્વતંત્ર લેખ કરવો પડે એમ છે. હાલ પૂરતું આપણે આ ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ કારકિર્દીના વિકલ્પો ચકાસીએ.
આ ક્ષેત્રમાં ચાર પ્રકાર તકોની ઉપલબ્ધ છે.

પ્રિ-સેલ્સ (Pre Sales) :

કોઈ પણ કંપનીમાં ERPનો પ્રોજેકટ લાખો ક્યારેક તો કરોડોમાં પડતો હોય છે. માટે સ્વાભાવિક છે ERP વસાવતાં પહેલાં તે કંપની પૂરું સંશોધન કરે, તેમની જરુ‚રિયાતને અનુકૂળ કઈ ઊછઙ પ્રોડક્ટ છે તેની ખાતરી કરે, ડેમો જુએ, જે તે વિભાગના વડાઓને બતાવીને તેમનો આભિપ્રાય લે, ભાવતાલ નક્કી કરે. આટલું કર્યાં પછી જે ઊછઙ પ્રોડક્ટ અને જે સર્વિસ કંપની ઉપર વિશ્ર્વાસ બેસે તેને પ્રોજેક્ટ સોંપવામાં આવે છે. આ સઘળી પ્રક્રિયાઓમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે પ્રિ-સેલ્સ કન્સલ્ટન્ટ!

પ્રિ-સેલ્સ કન્સલ્ટન્ટનું કામ ERP ખરીદવા ઇચ્છતી કંપનીની જ‚રિયાતો જાણી, ઊછઙમાં એ રીતનું સેટિંગ કરીને ડેમો આપવાનું હોય છે. પ્રિ-સેલ્સ કન્સલ્ટન્ટની જવાબદારી સંતોષપ્રદ ડેમો આપીને ગ્રાહક કંપનીનો વિશ્વાસ જીતવાની હોય છે. આ કામ ખૂબ જ આગત્યનું હોય છે કારણ કે પ્રોજેક્ટ મળવાનો આધાર પ્રિ-સેલ્સ  કન્સલ્ટન્ટની અસરકારકતા પર રહેલો છે.

આ કામ ઘણી વખતે ફંકશનલ કન્સલ્ટન્ટ પણ કરે છે, કરી શકે છે. જોકે પ્રિ-સેલ્સ કન્સલ્ટન્ટનો સમુદાય પોતાનું આગવું અસ્તિત્વ ઊભું કરી શક્યા છે અને હાલમાં તેઓની સંખ્યા મર્યાદિત હોઈ તેમની ખૂબ માંગ રહે છે. પ્રિ-સેલ્સ કન્સલ્ટન્ટ ERP સર્વિસ આપતી કંપનીમાં કાયમી કર્મચારી અથવા ફ્રીલાન્સર હોઈ શકે. પગાર ઉપરાંત તેમને સેલ્સ કમિશન મળે છે.

ફંકશનલ કન્સલ્ટન્ટ ક્યારેક પૂર્ણ સમય માટે પ્રિ-સેલ્સ કન્સલ્ટન્ટની કારકિર્દી અપનાવી લે છે. આ સિવાય તાલીમ અને મહાવરાથી ERPનું વેચાણ કરતા સેલ્સ કે માર્કેટિંગના અનુભવીઓ પણ આ કારકિર્દી અપનાવી શકે.

ગ્રાહક કંપનીની જરુ‚રિયાત સમજવાની ક્ષમતા, ખૂબ જ અસરકારક રજૂઆત કરવાની છટા, સ્કિલ્સ, ERPની ઊંડી સમજ પ્રિ-સેલ્સ કન્સલ્ટન્ટ બનવા માટેની પ્રાથમિક જરુ‚રિયાતો છે. પ્રિ-સેલ્સ કન્સલ્ટન્ટ ERP ઉપરાંત અન્ય સોફ્ટવેર જેવા કે કન્ટેન્ટ મેનેજમેન્ટ, બિઝનેસ ઇન્ટેલિજન્સ, ટેલિકોમ વગેરેમાં પણ કારકિર્દી બનાવી શકે અને એક કરતાં વધુ સોફ્ટવેરમાં નિપુણતા મેળવીને પોતાના માટે વધુ તકો ઊભી કરી શકે.

ERP એડમિનિસ્ટ્રેટર :

ERP સિસ્ટમ જ્યારે કોઈ પણ કંપનીમાં શરુ કરાતી હોય ત્યારે સૌ પ્રથમ તેમાં કોણ કોણ વપરાશકર્તા (યુઝર) હશે, તેમને કેટલા હદ સુધીની માહિતી મળશે અને સત્તા હશે અને ERP સિસ્ટમની સિક્યુરિટી વગેરેનું ખાસ ધ્યાન રાખીને સેટિંગ કરવાનું હોય છે. ત્યાર બાદ તેમાં સમયાંતરે જરુરિયાત મુજબના ફેરફાર કરવા, ERPનું નવું વર્ઝન ડાઉનલોડ કરવું, હેલ્પ ડેસ્ક, ડેટાબેઝ મેનેજમેન્ટ અને ખાસ તો ERP સર્વર ૨૪ડ્ઢ૭ ખામી રહિત ચાલે, વગેરે જવાબદારી ERP એડમિનિસ્ટ્રેટરની રહે છે.

આ કામ વિન્ડોઝ કે લીનક્સનાં એડમિનિસ્ટ્રેટર પ્રકારનું છે. ખાનગી સંસ્થાઓમાંથી કે ERP સર્વિસ આપતી કંપનીમાં જોડીઈને આ કામ શીખી શકાય છે.

ટેક્નિકલ કન્સલ્ટન્ટ :

ટેક્નિકલ કન્સલ્ટન્ટનું કામ ERP એડમિન કરતાં ઘણું ભિન્ન હોય છે. આગળ ઉપર આપણે જોયું કે ERP પ્રોડક્ટમાં લગભગ દરેક મોડ્યુલ અને ફીચર્સ પહેલેથી હાજર જ હોય છે, પણ દરેક ક્લાયન્ટની આગવી જરુરિયાતોને ધ્યાનમાં લેતા જે તે ERPમાં ખાસ્સો એવા ફેરફાર કરવા પડે છે.

ટેક્નિકલ કન્સલ્ટન્ટની જવાબદારી જે તે ERP પ્રોડક્ટમાં ગ્રાહકની જ‚રિયાત મુજબ પ્રોગ્રામિંગ કરીને તેને વિકસાવવાની હોય છે. આ ઉપરાંત ક્લાયન્ટના સર્વર પર ERP ઇન્સ્ટોલ કરવું, ટ્રબલશૂટિંગ, ERPનું અન્ય સોફ્ટવેર કે સિસ્ટમ સાથે જોડાણ કરવું વગેરે જવાબદારીઓ પણ રહેલી હોય છે.

આ કામ Java કે .NETના પ્રોગ્રામર જેવું જ હોય છે. B.E. (IT/CE), M.Sc (IT) કે MCA કરીને આ કારકિર્દી અપનાવી શકાય છે. SAP, Oracle, E-Busiess, Suite કે Microsoft Dynamics માં હાલમાં ખૂબ તકો ઉપલબ્ધ છે.

ટેક્નિકલ કન્સલ્ટન્ટ તરીકે કારકિર્દી શરુ કરવાનો શ્રેષ્ટ માર્ગ છે ERP સર્વિસ આપતી કંપનીમાં તાલીમાર્થી તરીકે જોડાઈને અનુભવ મેળવવો. આવી તકની અવેજીમાં ખાનગી સંસ્થાઓમાંથી તાલીમ લઈ શકાય છે. સર્ટિફિકેટ મેળવાવાથી વધુ તકો મળે છે.

ERPમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે ફંકશનલ કન્સલ્ટન્ટ! ટેક્નિકલ કન્સલટન્ટ અને ERP એડમિનિસ્ટ્રેટર મોટે ભાગે ફંકશનલ કન્સલ્ટન્ટનાં માર્ગદર્શન પ્રમાણે ચાલે છે. ફંકશનલ ક્ધસલ્ટન્ટનું કામ શું હોય, કોણ અને કેવી રીતે બની શકે, આ પ્રકારની કારકિર્દીના જમા અને ઉધાર પાસા શું છે એની વિસ્તૃત ચર્ચા આવતા લેખમાં.

કરિયર સેન્ટ્રલ ડિક્ષનરી

એન્ટરપ્રાઇઝ (Enterprise) : એન્ટરપ્રાઇઝનો સાદો અંગ્રેજી અર્થ થાય ઉદ્યોગ સાહસ, પણ સોફ્ટવેરની પરિભાષામાં એન્ટરપ્રાઇઝનો સંદર્ભ થોડો વિશિષ્ટ છે. કોઈ પણ મોટી કંપની જે અનેક શાખાઓ ધરાવતી હોય, સેંકડો કે હજારો કર્મચારીઓ હોય, ઘણી બધી પ્રોડક્ટ્સ હોય તેમાં જે પ્રકારનાં સોફ્ટવેરની જરુરત પડે તેને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર કહેવાય છે. ERP, CRM વગેરે એન્ટરપ્રાઇઝ સોફ્ટવેરનાં ઉદાહરણો છે.

રિયલ-ટાઈમ (Real-Time) : કમ્પ્યુટર અને આઇ.ટી. ક્ષેત્રે આ વિશેષણ ખૂબ પ્રચલિત છે જેનો સાદો અર્થ થાય જે ક્ષણે ઘટના ઘટે એ જ ક્ષણે એ નોંધાય અથવા એની માહિતી ઉપલબ્ધ થાય. અલગ અલગ ક્ષેત્રે રિયલ-ટાઇમની વ્યાખ્યા બદલાય છે, પણ તેની માન્ય સીમા હંમેશા કેટલીક મિલી-સેકંડની અંદર જ હોય છે. શેરબજારનાં ટર્મિનલ કે ઓનલાઇન બીડિંગનાં સોફ્ટવેર એ રિયલ-ટાઇમ એપ્લિકેશનનાં ઉત્તમ ઉદાહરણો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!