(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

“ફેર ફક્ત ભાષાનો છે, બીજો કોઈ નહીં’’

કાવેરી ધવન (ફેકલ્ટી ઓફ આર્કિટેકચર, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા)

ગૂગલ સ્ટુડન્ટ પ્રોગ્રામ અગાઉ એક ઓપન પ્રોગ્રામ હતો, પણ વિદ્યાર્થીઓના જબરજસ્ત પ્રતિભાવ પછી ગૂગલે પસંદગીની કોલેજોને પાંચ-પાંચ વિદ્યાર્થીઓ સૂચવવા કહ્યું અને તેમાંની પોતાના એમ્બેેસેડર પસંદ કરવાની પદ્ધતિ અપનાવી. અમારે પહેલાં એક ફોર્મ ભરીને અમારી વ્યક્તિગત વિગતો, આવડત અને લીડર તરીકેના અનુભવો કહેવાના હતા. ત્યાર પછીના ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં પણ અમારા પોતાના વિશે જ વાત કરવાની હતી.

સૌથી સારી વાત એ હતી કે ક્યાંય કશું ઇન્ટરવ્યૂ જેવું લાગ્યું નહીં. આપણે પોતાના નજીકના મિત્ર સાથે પોતાની વાત કરતા હોઈએ એવું જ લાગ્યું. ગૂગલે મને આ કમ્ફર્ટ લેવલ આપ્યું અને હું બહુ સહેલાઈથી મારા અનુભવો અને મહત્ત્વકાંક્ષાઓ વિશે વાત કરી શકી.

‘તમારી હોબી કઈ છે?’, ‘તમને કેવી રીતે વેકેશન માણવું ગમે?’ એવા બધા પ્રશ્ર્નોના જવાબ આપવામાં ખરેખર મજા પડી. આ બધું ફોર્મલ ઇન્ટરવ્યૂને બદલે કેઝ્યુઅલ ચેટ જેવું હતું, એ જ તો ગૂગલમાં ફર્ક છે!

જોકે મને મારી શાળા અને કોલેજના અનુભવો બહુ ઉપયોગી થયા કેમ કે તેનાથી જ આપણું વ્યક્તિત્ત્વ ઘડાતું હોય છે. તેનાથી મને મારી ક્ષમતાઓ જાણવાનો અને તેનો લાભ લેવાનો સૌથી સારો મોકો મળ્યો. મિત્રો અને ટીચર્સ પાસેથી મને ઘણું બધું નવું જાણવા મળ્યું અને પ્રોત્સાહન મળ્યું. સ્કૂલથી કોલેજ સુધી મેં ડાન્સિંગ, પબ્લિક સ્પીકિંગ, ડ્રામા, પેઇન્ટિંગ વગેરેમાં ભાગ લીધો છે. શહેર કે રાષ્ટ્રીય કક્ષાની સ્પધર્ઓિથી મારો આત્મવિશ્વાસ વધ્યો અને હું ખુદને વધુ સારી રીતે ઓળખી શકી.

હું સ્કૂલ કાઉન્સિલમાં સામેલ હતી અને સ્કૂલ કે કોલેજમાં નાની નાની ઇવેન્ટ યોજવાને કારણે મારામાં લીડરશીપના ગુણો પણ ખીલ્યા. મારા પેરેન્ટ્સ, કોલેજના ફેકલ્ટી મેમ્બર્સ અને સ્કૂલ ટીચર્સ તરફથી મને ખૂબ પ્રોત્સાહન મળ્યું અને એ પણ કોઈ ભાર વિના.

આમ તો મારું સ્કૂલિંગ ઇંગ્લિશ મીડિયમમાં જ થયું છે, પણ હું વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભણું છું એટલે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ સાથે પણ ઘણું ઇન્ટરએક્શન કરવાનું થાય છે. અંગતપણે હું માનું છું કે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ભાષાનો જ ફેર છે, જ્ઞાન અને આવડતમાં તો બંને બિલકુલ સરખા છે. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને હું ખાસ વિનંતી કરીશ કે તેઓ ઇંગ્લિશ ભાષાને તેમના અવરોધ તરીકે ન જુએ, પણ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ સાથે વધુ ને વધુ ઇન્ટરએક્ટ કરીને, તેમની પાસેથી આ ભાષા શીખે અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ કોઈ રીતે ઊતરતા છે એવો ભ્રમ બિલકુલ તોડી નાખે. કમનસીબે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમના વિદ્યાર્થીઓમાં આવો ભ્રમ હોય છે.

હું તો મારા સૌ સાથી વિદ્યાર્થી મિત્રોને કહીશ કે તમને તમારા રસ્તામાં જે તક મળે તે ઝડપી લો! આપણે સૌ પોતપોતાની પ્રવૃત્તિઓમાં અત્યંત બિઝી હોઈએ છીએ, પણ એમાંથી થોડો સમય કાઢીને આગળ વધીએ. જોકે જે કરીએ એ પૂરી પ્રામાણિકતાથી કરીએ.

મને ખરેખર એવું લાગે છે કે જીએસએ બનવાને કારણે મને અનુભવની રીતે તો ફાયદો થશે જ, પણ ગૂગલ સાથે કોઈ પણ રીતે જોડાવું એ જ બહુ મોટી ક્રેડિટ છે. જીએસએ બનવાને કારણે અમને આખા દેશના વિવિધ લોકો સાથે સંપર્કો કેળવવાની અને તેમને જાણવાની તક મળશે. અમને ટેસ્ટ કરવાની તક મળશે, આવડતો વિક્સાવવાની તક મળશે અને બધું વધુ વ્યવસ્થિત રીતે કરતાં શીખવા મળશે. સૌથી વધુ તો, અમે ગુડ હ્યુમન બીઇંગ બનતાં શીખીશું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!