સાયબરસફરમાં અવારનવાર કહેવામાં આવે છે એમ આ જરા જુદા પ્રકારનું મેગેઝિન છે. એક તો, આ એક બેઠકે વાંચીને પૂરું કરવાનું મેગેઝિન નથી. આટલાં પાનામાં જે વાંચવા કે જાણવા મળે છે એ તો હિમશીલાની ટોચ સમાન હોય છે, અહીંથી કડી પકડીને ઇન્ટરેટના અફાટ વિસ્તારમાં આગળ વધીએ ત્યારે કેટકેટલુંય નવું જાણવા મળે, જેનો ક્યારેય અંત આવે.
આ વખતની કવરસ્ટોરીમાં આપણે વિષયને આવર્યો છે તે ગૂગલ ક્રોમનો વેબ સ્ટોર પણ કંઈક આ જ પ્રકારનો છે. તમે તેમાં જેટલા ઊંડા ઊતરશો એટલે વેબજગતની અનેક વિસ્મયભરી વાતો તમને જાણવા મળશે. વેબ સ્ટોરમાં મુખ્યત્વે ત્રણ બાબતો મળે છે – એપ્સ, એક્ટેન્શન અને થીમ્સ.
આપણે ઊંધેથી ચાલીએ તો થીમ્સ ક્રોમે તમારી પસંદ અનુસારના રંગ આવા માટે કામની છે. એક્સટેન્શન ક્રોમમાં જુદી જુદી સગવડો ઊમેરવા માટે કામની છે એ સૌથી મહત્ત્વી વાત છે એપ્સ. આ એપ્સ એક રીતે જોઈએ તો ઇન્ટરેટની જુદી જુદી સાઇટ્સની લિંક માત્ર છે, પણ ઇન્ટરનેટ પર જે કોઈ નવી નવી રસપ્રદ સર્વિસીઝ ઉમેરાતી જાય છે તેમાંની ઘણી ખરી સુધી આપણે આ એપ્સની મદદથી પહોંચી શકીએ છીએ.
આ અંકમાં મોટા ભાગનાં પાનાં પર ક્રોમ વેબ સ્ટોરમાં મળી રહે તેવી એપ્સ કે એક્સટેન્શનનાં નામ આપ્યાં છે. ક્રોમમાં વી ટેબ ઓન કરી તમે વેબ સ્ટોરમાં પહોંચી શકશો અને તેમાં ડાબી તરફના સર્ચ બોક્સમાં આ નામ લખતાં તેની વધુ વિગતો મળશે. આ વિગતો તપાસો અને તમને ઉપયોગી લાગે તો તેનો લાભ ઉઠાવો!

