(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારત પર ચીનનું નવતર આક્રમણ

‘અચ્છા તો હમ ચલતે હૈં…’ ફિલ્મ સ્ટાર પરિનીતિ ચોપરા અને વરુણ ધવનને મોબાઇલ ફોન પર એકબીજા સાથે વાત કરતાં દશર્વિતી અને છેલ્લા થોડા સમયથી ભારતીય ટીવી ચેનલ્સ પર જોવા મળી રહેલી આ જાહેરાતે ભારતમાં મોબાઇલ ચેટ એપ્સના માર્કેટમાં જબરજસ્ત ગરમાવો લાવી દીધો છે.

આગળ શું વાંચશો?

  • વીચેટમાં આ બધું શક્ય છે

કોઈ મોબાઇલ એપની આટલા મોટા પાયા પર ટીવી પર જાહેરાતો જોવા મળી હોય એવું આ પહેલાં કદાચ ક્યારેય બન્યું નથી.

વીચેટને પગલે હવે લગભગ એ જ પ્રકારની લાઇન (જેની આપણે ‘સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૨ અંકમાં વિગતવાર વાત કરી ગયા છીએ!) નામની જાપાનીઝ એપની જાહેરાતનો પણ ટીવી પર મારો ચલાવવામાં આવી રહ્યો છે.

વીચેટ મોબાઇલ ચેટ એપ મૂળ તો ટેન્સેન્ટ નામની એક ચાઇનીઝ કંપનીએ ડેવલપ કરેલી છે. જાન્યુઆરી ૨૦૧૧માં ફક્ત ચીનમાં ‘વીઇક્ઝિન’ નામે આ એપ લોન્ચ થઈ હતી અને પછી એપ્રિલ ૨૦૧૨માં તેને વીચેટ નામ મળ્યું.વીચેટના અત્યારે દુનિયાભરમાં ૩૦ કરોડ યુઝર્સ છે, તેમાંથી ૨૫ કરોડ ફક્ત ચીનમાં છે (ચીનની કુલ વસતિ અત્યારે ૧૩૪ કરોડ છે).

વીચેટની ટીવી જાહેરાતોમાં પરિનીતિ અને વરુણને વીચેટના ‘હોલ્ડ ડુ ટોક’ ફીચરનો ઉપયોગ કરતાં બતાવ્યાં છે – ટીવીસીમાં બતાવ્યા મુજબ, આપણા સ્માર્ટફોનમાં વીચેટ એપ ડાઉનલોડ કર્યા પછી, થોડી કોમ્પ્લિકેટેડ ઇન્સ્ટોલેશન પ્રક્રિયા પૂરી કરીએ એટલે આપણી પસંદગીનો કોન્ટેક્ટ પસંદ કરી, ફક્ત એક બટન દબાવીને તેની સાથે સીધી વાતચીત કરી શકીએ છીએ – ખર્ચ ફક્ત ઇન્ટરનેટ પ્લાન મુજબનો!

આ એપ્લિકેશનમાં આપણી મોબાઇલ કંપની બાયપાસ થઈ જાય છે અને સીધા જ વાઇ-ફાઇ, ૨-જી, ૩-જી કે ૪-જી ડેટા નેટવર્કની મદદથી સંદેશાની આપલે થઈ જાય છે!

વીચેટની મદદથી આપણે આપણા મિત્રોને ટેક્સ્ટ, ઇમેજીસ, વીડિયો, ઓડિયો ક્લિપ્સ, લોકેશન અને કોન્ટેક્ટ ડિટેઇલ્સ મોકલી શકીએ છીએ. જોકે તેનું મુખ્ય આકર્ષણ અગાઉના જમાનાના પેલા વોકી-ટોકીની જેમ, ફક્ત એક બટન દબાવીને લાઇવ ચેટ કરી શકવાની સગવડ જ છે.

વીચેટમાં કેટલીક વધારાની સોશિયલ મીડિયા સંબંધિત સગવડો પણ છે, જેની મદદથી આપણે બિલકુલ અજાણી વ્યક્તિને દોસ્ત બનાવી શકીએ છીએ – જોકે એમાં યોગ્ય સાવધાની રાખવી જરૂરી છે! વીચેટનું એક મોટું પ્લસ પોઈન્ટ એ છે કે તેમાં વેબ ચેટની સુવિધા છે, જેના કારણે તમે મોબાઇલમાં વીચેટનો ઉપયોગ કરતા હો, પણ તમારા કોઈ ફ્રેન્ડ પીસી કે લેપટોપ પર વીચેટમાં લોગ્ડ-ઇન હોય તો તમે તેની સાથે પણ ચેટ કરી શકો છો. તમે તમારી ફાઇલ્સ તમારા મોબાઇલ ડિવાઇસમાં મોકલી શકો તેમ જ વેબગ્રેબ નામના બ્રાઉઝર પ્લગઇનની મદદથી ડેસ્કટોપ બ્રાઉઝરમાંનાં વેબપેજીસ ફોનમાં મોકલી શકો છો.

અલબત્ત, આ ચાઇનીઝ એપ ભારતની સુરક્ષા માટે જોખમી હોવાના મત સાથે ભારતની ઇન્ટેલિજન્સ બ્યુરો તેના પર પ્રતિબંધની માગણી કરે તેવા અહેવાલો પણ છે.

વીચેટમાં આ બધું શક્ય છે…


  1. મિત્રો સાથે વોઇસ સાથે લાઇવ ચેટ કરી શકાય. ગ્રુપ ચેટ શક્ય છે, જોકે એક સમયે એક જ વ્યક્તિ બોલી શકે.
  2. ૭ દિવસ સુધીની ચેટહિસ્ટ્રીનો બેકઅપ લઈ શકાય, જેને નવા સાધનમાં રીસ્ટોર કરી શકાય.
  3. વીડિયોકોલ સુવિધાની મદદથી તમારા મિત્રો સાથે ‘ફેસ-ટુ-ફેસ’ વાતચીત કરી શકો છો.
  4. ‘મોમેન્ટ’ સુવિધાની મદદથી ફોટોઝ શેર કરી શકો, જેને મિત્રો લાઇક કરી શકે કે કમેન્ટ આપી શકે.
  5. ‘વોઇસ ચેટ’ની મદદથી મેસેજ રેકોર્ડ કરી શકાય અને મિત્રોને મોકલી શકાય.
  6. પીસી/લેપટોપ પરથી ઉપયોગ શક્ય છે. ફોનથી પીસીના સ્ક્રીન પરનો ક્યુઆર કોડ સ્કેન કરો, આગળ વધો.
  7. મેસેજમાં વિવિધ પ્રકારના આઇકન્સ મોકલી શકાય, લોકોને આનું જબરું વળગણ છે!
  8. સોશિયલ ઓપ્શનમાં જઈ, ‘શેક’ વિકલ્પ પસંદ કરો, તમારો ફોન હલાવીને એ જ સમયે તમારી બાજુમાં જ કે દુનિયામાં ગમે ત્યાં ફોન ‘શેક’ કરતા બીજા લોકો સાથે સંપર્ક કરી શકો. જોકે અજાણી વ્યક્તિને તમારી માહિતી આપતાં પહેલાં સાવધાન રહેજો.
  9. ફરી સોશિયલમાં, ‘લુક એરાઉન્ડ’ વિકલ્પમાં જઈને તમારી નજીકના વિસ્તારમાં વીચેટનો ઉપયોગ કરતા લોકોને શોધી શકો. એ માટે લોકેશન સુવિધા ઓન કરવી પડશે.
  10. ‘ડ્રીફ્ટ બોટલ’ સુવિધાની મદદથી, તમારો વોઈસ કે ટેક્સ્ટ મેસેજ તરતો મૂકી શકો, કોઈ તેને ઝડપી લેશે અને જવાબ આપશે. તમે પણ બીજાના તરતા મેસેજ ઝડપીને રીપ્લાય કરી શકો.
  11. વીચેટમાં તમારા ફેસબુક એકાઉન્ટની વિગતોથી પણ લોગ-ઇન થઈ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!