(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બિઝનેસ આગળ ધપાવો, સ્માર્ટલી!

આખું મેગેઝિન વંચાઈ ગયું? લેખો વાંચી લીધા હોય તોય, આપણા આ મેગેઝિનની ખાસિયત મુજબ તેમાં આપેલી લિંક્સ પર જઈને ઘણું બધું કરવાનું તો બાકી રહે જ છે. તેમ, મોટા ભાગનાં પાનાં પર છેક નીચે આપેલા વિવિધ શબ્દોથી ઊભી થયેલી જિજ્ઞાસા સંતોષવાનું પણ બાકી રહે છે. ઉત્સુકતા ઊભી કરવી અને પછી તેને સંતોષવી એ જ આ ‘રિવાઇન્ડ’ પેજનું લક્ષ્ય છે.

તમે નોંધ્યું હશે તેમ, આ વખતે પેજનંબર સાથે આપેલા શબ્દો બિઝનેસને લગતા છે. કરન્સી, કસ્ટમર એન્ડ પ્રોજેક્ટ પ્લાનિંગ, એકાઉન્ટિંગ, રેઝ્યુમ, ઇનવોઇસ, સેલ્સ, પોઇન્ટ ઓફ સેલ, પરસન્ટેજ… આ બધા શબ્દો, બિઝનેસમાં પડેલા લોકોના જીવનમાં વણાઈ ગયેલા શબ્દો છે. બિઝનેસ મોટો હોય કે નાનો, તેને આજના સ્તરેથી ઊંચે લઈ જવા માટે સતત મથામણ કરતા રહેવું પડે છે અને આ કામમાં આગળ લખેલા બધા જ શબ્દો બહુ કામના સાબિત થાય છે.

આ બધા જ શબ્દો ગૂગલ ક્રોમ વેબસ્ટોરમાં આપણા માટે ઉપલબ્ધ વિવિધ બિઝનેસ ટૂલ્સનાં ટાઇટલ્સ છે. તમારે કસ્ટમરને યોગ્ય ફોર્મેટમાં ફટાફટ ક્વોટેશન આપવું છે? અહીં તેનું ટૂલ મળી રહેશે. પ્રોડક્ટના પ્રેઝન્ટેશન માટે સરસ ઓનલાઇન પ્રેઝન્ટેશનબનાવીને શેર કરવું છે? કે પછી અનેક જગ્યાએ સેલ્સ પીચિંગ કયર્િ પછી જનરેટ થતી લીડ્સ અને તેના પર લીધેલાં પગલાંનો ટ્રેક રાખવો છે? ફટાવટ વિવિધ કરન્સીમાં કન્વર્ઝન કરવું છે? સોના-ચાંદી કે કોમોડિટિઝ કે વૈશ્ર્વિક શેરબજારોના ભાવતાલ પર સતત નજર રાખવી છે? તમારા સ્ટોરમાં થતા સેલિંગ માટે – પોઇન્ટ ઓફ સેલનો યોગ્ય રેકોર્ડ રાખવો છે? તમે કરેલા કામનો કલાકોના હિસાબે કે અન્ય કોઈ રીતે ઇનવોઇસ તૈયાર કરવાં છે? કેટલાં ઇન્વોઇસ પેન્ડિંગ છે અને કેટલાનું પેમેન્ટ આવી ગયું એ બધું પળવારમાં જણાવે તેવું કોઈ સોફ્ટવેર શોધો છો? બિઝનેસનું યોગ્ય રીતે એકાઉન્ટિંગ કરવા ઇચ્છો છો?

આ બધાં કામ માટે બજારમાં સારાં સોફ્ટવેર મળતાં જ હોય છે, પણ તમારો બિઝનેસ હજી નાનો હોય અને પ્રોપ્રાયટરી સોફ્ટવેર ખરીદવાં પોસાય તેમ ન હોય તો અહીં આપેલાં ઓનલાઇન ટૂલ્સ તમે અજમાવી શકો છો. બસ, કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ ઓપન કરો, વેબ સ્ટોરમાં જાઓ અને તમને ઉપયોગી લાગતાં ટૂલ્સ ક્રોમમાં એડ કરી દો અને બિઝનેસને સ્માર્ટલી મેનેજ કરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!