(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એન્ડ્રોઇડમાં જીમેઇલનું નવું વર્ઝન

તમે સ્માર્ટફોનમાં જીમેઇલનો ખાસ્સો ઉપયોગ કરતા હો અને તમારી પાસે એન્ડ્રોઇડ ૪.૦ આઇસક્રીમ સેન્ડવીચ કે જેલીબીન વર્ઝન ધરાવતો સ્માર્ટફોન કે ટેબલેટ હોય તો આનંદના સમાચાર એ છે કે એન્ડ્રોઇડ માટેની જીમેઇલ એપ અપડેટ કરવામાં આવી છે. આઇસક્રીમ સેન્ડવીચ વર્ઝન માટે સર્ચની સુવિધા વધુ ઝડપી બની છે, જ્યારે જેલીબીનમાં હવે જીમેઇલ ઓપન કર્યા વિના, નોટિફિકેશનમાંથી જ ઇમેઇલ વાંચીને તેને આકર્ઈિવ, રીપ્લાય કે ડીલિટ કરી શકાશે. જુદાં જુદાં લેબલ અનુસાર મેઇલ નોટિફિકેશન માટે અલગ અલગ સાઉન્ડ સેટ કરવાની સુવિધા તો છે જ.

 આગળ શું વાંચશો?

  • આવક-જાવક રાખો આંગળીના ટેરવે
  • પ્લેમાં આવી ગઈ છે ઈ-બુક્સ
  • આકાશવાણી હવે એન્ડ્રોઈડવાળી

આવક-જાવક રાખો આંગળીના ટેરવે

સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં ઇન્કમ ટેક્સનાં રીટર્ન ફાઇલ કરવાની દોડધામ આપણને રોજેરોજના હિસાબકિતાબ યોગ્ય રીતે જાળવવાનું મહત્ત્વ સમજાતું હોય છે. તમે નિયમિત રીતે દૈનિક જમા-ઉધારની નોંધ કરતા હો તો હવે ચોપડા ચીતરવાની કે એક્સેલમાં માથાકૂટ કરવાની જરુર નથી. એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે ટેબલેટમાં તમે એક્સપેન્સ મેનેજર નામની એક એપ ઇન્સ્ટોલ કરીને આ કામ બહુ સહેલાઈથી કરી શકો છો. એપનો ઉપયોગ એટલો સરળ છે કે તમે દવાની દુકાને બિલ ચુકવવા ‚પિયા આપો અને દુકાનદાર બાકીના ‚પિયા પરત આપે એટલી વારમાં તમે મેડિકલ ખર્ચની નોંધ કરી લઈ શકો છો. ખાતાવાર, દિવસવાર, અઠવાડિક, માસિક વગેરે રીતે હિસાબો જોવાની, બેકઅપ લેવાની વગેરે ખૂબ સારી સગવડો છે.

પ્લેમાં આવી ગઈ છે બુક્સ!

ગૂગલ પ્લે સ્ટોરમાં આખરે બુક્સની સુવિધા પણ ઉમેરાઈ ગઈ છે. તેનો લાભ લેવા માટે પહેલાં તમારે સ્માર્ટફોન કે ટેબલેટમાં ગૂગલ પ્લે બુક્સ એપ ઇન્સ્ટોલ કરવી પડશે. પછી અનેક બુક્સ ડાઉનલોડ કરી શકો છો. એપની જેમ અહીં પણ ફ્રી બુક્સનો વિકલ્પ છે, પણ અપવાદોને બાદ કરતાં એ જૂની પુરાણી બુક્સમાં તમને રસ નહીં પડે. અત્યારે બુકસ્ટોર્સમાં તરત ધ્યાન ખેંચતી કેટલીય નવી બુક્સ અહીં રૂા. ૧૦૦ કરતાંય ઓછી કિંમતે મળી જશે.

આકાશવાણી હવે એન્ડ્રોઇડવાળી!

ઓલ ઇન્ડિયા રેડિયોએ તેની સત્તાવાર એઆઇઆર ન્યૂઝ એપ લોન્ચ કરી છે. અહીં ન્યૂઝ વાંચી અને સાંભળી શકાય છે, એપ શોધવા માટે પ્લે સ્ટોરમાં ઓલ ઇન્ડિયા રેડિયો સર્ચ કરી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!