મિત્રો આપણે ગયા અંકમાં ERP એટલે શું અને તેમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીની ચર્ચા કરી હતી. ERP ક્ષેત્રે સૌથી મહત્ત્વનો ભાગ ભજવવાનો થાય છે, ફંકશનલ કન્સલ્ટન્ટને!
આગળ શું વાંચશો?
- ERP ફંકશનલ કન્સલ્ટન્ટ કેવી રીતે બની બની શકાય? કોણ બની શકે?
- બિનઅનુભવી વ્યક્તિઓ ફંકશનલ કન્સલ્ટન્ટ બની શકે?
- ફંકશનલ કન્સલ્ટન્ટ તરીકેની કારકિર્દીનું ભવિષ્ય કેવું છે?
- ફંકશનલ કન્સલ્ટન્ટની કારકિર્દી અપનાવતાં પહેલાં કંઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
અગાઉ નોધ્યું એમ ERPમાં અલગ અલગ મોડ્યુલ અને જરુરી એવા તમામ ફિચર્સ પહેલેથી જ મોજુદ હોય છે, પણ ક્લાયન્ટને શું જરુર છે, શું જરુર હોઈ શકે અને અલગ અલગ મોડ્યુલ કેવી રીતે એક બીજા સાથે સાંકળવા જોઈએ વગેરે જેવી બાબતોને સમજવા માટે ફાયનાન્સ, એકાઉન્ટસ, પ્રોડક્શન, હ્યુમન રિસોર્સીસ, પરચેઝ અને સ્ટોર્સ, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન જેવા અનેક ક્ષેત્રના અનુભવી વ્યક્તિઓની જરુર પડે છે.
ફંકશનલ કન્સલ્ટન્ટ મૂળ તો કોઈ એક ક્ષેત્રે ઔપચારિક શિક્ષણ લીધેલી વ્યક્તિ હોય છે જેને એ ક્ષેત્રનો વ્યાપક અનુભવ પણ હોય છે. દા.ત. એકાઉન્ટન્ટ, પ્રોડક્શન મેનેજર કે લોજિસ્ટિક મેનેજર વગેરે. વર્ષોના વ્યવસાયિક અનુભવ સાથે ફંકશનલ કન્સલ્ટન્ટ કોઈ એક ERP પ્રોડક્ટનું (SAP, Oracle E-Biz, Microsoft Dynamics વગેરે) પણ ઊંડાણભર્યું જ્ઞાન મેળવે છે. આ ઉપરાંત ફંકશનલ કન્સલ્ટન્ટ પ્રોજેકટ મેનેજમેન્ટ અને ERPના ઇમ્પ્લિમેન્ટેશન માટેની પ્રમાણભૂત પદ્ધતિનું પણ જ્ઞાન ધરાવે છે (આને implementation best practices કહેવાય).
Steps of ERP Implementation
Diagnostic
(Requirements Gathering and Documentation)
Analysis
(Fit and Gap study)
Design
(Solution design from technical and functional point of view)
Development
(Customization of solution through programming and testing)
Deployment
(Installation of customized solution on clients server)
Go-Live
(Switching over to ERP for all the business processes)
ERP ઇમ્પ્લિમેન્ટેશનના પ્રથમ તબક્કામાં ફંકશનલ કન્સલ્ટન્ટ ટીમ ક્લાયન્ટ કંપનીની મુલાકાતો કરે છે. ટીમમાં અલગ અલગ મોડ્યુલના ફંકશનલ કન્સલટન્ટ હોય છે. તેઓ હેડ ઓફિસ, ફેક્ટરી, ગોડાઉન વગેરેની મુલકાત કરી અને જુદાં જુદાં ખાતાનાં વડાઓને મળીને તેમની જરુરિયાતો સમજે છે.
નિરીક્ષણ અને જાત તપાસ દ્વારા ક્લાયન્ટ કંપનીની વિવિધ પ્રક્રિયાઓ કેવી રીતે ચાલે છે, ક્યાં મુશ્કેલીઓ ઊભી થાય છે, આ સઘળી પ્રક્રિયાઓ ERPમાં જો સામેલ કરવી હોય તો કેવી રીતે થઈ શકે વગેરે અનેક બાબતોનો અભ્યાસ કરે છે અને તેની નોંધ બનાવે છે. આ પ્રક્રિયાને Requirements Gathering And Documentataion કહેવાય છે. આ પ્રક્રિયા ખૂબ અગત્યની છે. કારણ કે વિગતો નોંધવામાં ચૂક થઈ જાય તો પાછળથી ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે.
બીજો તબક્કો ડિઝાઇન ફેઝ કહેવાય જેમાં વપરાશકર્તાને ERPનો સ્ક્રીન કેવો દેખાશે, માહિતી કેવી રીતે મળશે, વિવિધ રિપોર્ટ્સ કેવી રીતે રજૂ કરી શકાય વગેરેનું પ્લાનિંગ થાય છે. ત્યાર પછીના તબક્કામાં જે નોંધ લીધી હોય એ પ્રમાણે ERPમાં સેટિંગ કરવાનું અને જ્યાં જરુર પડે ત્યાં પ્રોગ્રામિંગની મદદથી ક્લાયન્ટની અપેક્ષા મુજબ ઊછઙને કસ્ટમાઇઝ કરવામાં આવે છે. આને Solution Configration કહેવાય છે.
આ પછી સોલ્યુશનમાં ક્લાયન્ટે આપેલા ડેટાને લોડ કરીને સોલ્યુશનનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલ્યુશન બરાબર ચાલતું હોય તો તેને ક્લાયન્ટના સર્વર પર ઇન્સ્ટોલ કરવામાં આવે છે, આ તબક્કો ડિપ્લોયમેન્ટ કહેવાય.
છેલ્લે આવે છે સહુથી મશ્કેલ તબક્કો: ગો લાઈવ. આ તબક્કામાં ઊછઙ સોલ્યુશન સરવાળે ક્લાયન્ટ કંપનીમાં શરુ કરવામાં આવે છે અને સઘળી પ્રક્રિયાઓને ઊછઙ થકી જ ચલાવવામાં આવે છે. આ તબક્કો દિવસ રાત ચાલતું કામ છે, કારણ કે એક વાર શરૂ કર્યાં પછી જો ERP સંતોષપ્રદ રીતે ચાલે નહીં તો ક્લાયન્ટ કંપનીનું કામ અટકી પડે.
એક વાર ERP સફળતાપૂર્વક ચાલવા માંડે એટલે ફંકશનલ કન્સલટન્ટ જે જે કર્મચારીઓે ઊછઙ વાપરવાના હોય તેમને તાલીમ આપે છે અને આખી સિસ્ટમ કેવી રીતે ચાલે છે એ સમજાવે છે. ગો લાઈવ પછીનો તબક્કો સપોર્ટ ફેઝ કહેવાય, જે થોડાં અઠવાડિયાં ચાલે. આ દરમ્યાન વપરાશકર્તાઓને જો કોઈ તકલીફ પડે તો તેમને મદદ કરવામાં આવે છે.
ERP ઇમ્પ્લિમેન્ટેશનનું કામ ખૂબ જટિલ છે અને મહિનાઓ કે ક્યારેક વર્ષો સુધી ચાલે છે. ફંકશનલ કન્સલ્ટન્ટ અને ટેક્નિકલ કન્સલ્ટન્ટ બંનેનું જ્ઞાન અને આવડત સરખું મહત્ત્વ ધરાવે છે. ક્લાયન્ટ કંપની અને તેના કર્મચારીઓનો પણ પૂરો સહકાર જોઈએ. એ વિના ઇમ્પ્લિમેન્ટેશન સફળ થતું નથી.
ERP ફંકશનલ કન્સલ્ટન્ટ કેવી રીતે બની શકાય? કોણ બની શકે?
એન્જિનીયરિંગ, એમબીએ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવું ઔપચારિક શિક્ષણ અને તે ક્ષેત્રનું પ્રેક્ટિકલ જ્ઞાન હોય તે વ્યક્તિ ERPની સેવાઓ આપતી કંપનીમાં (IT Service Company) જોડાઈને અથવા ખાનગી સંસ્થાઓમાં તાલીમ લઈને ફંકશનલ ક્ધસલ્ટન્ટ તરીકેની કારકિર્દીની શરુઆત કરી શકે.
ERPની સેવાઓ આપતી કંપનીઓ અવારનવાર ફાયનાન્સ, એન્જિનીયરિંગ, પ્રોડક્શન, લોજિસ્ટિક વગેરે ક્ષેત્રે અનુભવ ધરાવતા વ્યવસાયિકોની ભરતી માટેની જાહેરાતો બહાર પડતી હોય છે. સીધા સર્વિસ કંપનીમાં જોડાવાનો ફાયદો એ છે કે શ્રેષ્ઠ તાલીમ સાથે નોકરીની પણ જોગવાઈ થઈ જાય છે. આવી તક ન મળે તો ખાનગી સંસ્થામાંથી તાલીમ લેવાનો વિકલ્પ તો હોય જ છે.
ગુજરાતમાં ખેરવા, મહેસાણા સ્થિત ગણપત યુનિવર્સિટી હવે ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટીનાં સહયોગમાં SAPની તાલીમ આપતો Post Graduate Diploma ERP કાર્યક્રમ ચલાવે છે (http://www.ganpatuniversity.ac.in).
અમદાવાદમાં SAPના ભારત ખાતેના પ્રમાણભૂત ટ્રેનિંગ પાર્ટનર જેનોવેટની શાખા છે. જેનોવેટમાં ફંકશનલ ક્ધસલ્ટન્ટ અને ટેક્નિકલ કન્સલટન્ટ બનવા માટેની તાલીમ લઈ શકાય છે, અલબત્ત એના માટે અમુક વર્ષનો અનુભવ હોવો જરુરી છે (www.lithangenovate.com/).
Microsoft Dynamics AXની તાલીમ માટે પૂણે સ્થિત ક્રિમસન કન્સલ્ટિંગનો સંપર્ક કરી શકાય (www.crimsonconsulting.in).
આ ઉપરાંત ભારતભરમાં અનેક જગ્યાએ SAP અને અન્ય ERPની તાલીમ આપતી સંસ્થાઓ આવેલી છે, પણ કોઈ પણ સંસ્થામાં મોંઘીદાટ ફી ભરતાં પહેલાં કે સીધા પરદેશમાં નોકરીનાં સ્વપ્નો સેવતાં પહેલાં એ સંસ્થા વિશે પૂરતી માહિતી મેળવી લેવી જોઈએ, જેથી પસ્તાવાનો વારો ન આવે.
આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે અનુભવ ઉપરાંત એક અન્ય પૂર્વશરત છે કમ્યુનિકેશન સ્કિલ્સ. અંગ્રેજી પર પ્રભુત્વ ન હોય, વાતચીત કરવામાં સંકોચ નડતો હોય, કે અંતરમુખી વ્યક્તિત્વ હોય તો તે બાધારુપ બને છે.
બિનઅનુભવી વ્યક્તિઓ ફંકશનલ કન્સલટન્ટ બની શકે?
MBA (Finance) કે CA (Final) કર્યા બાદ ટ્રેઇની તરીકેની તકો ઉપલબ્ધ હોય છે.
ફંકશનલ કન્સલ્ટન્ટ તરીકેની કારકિર્દીનું ભવિષ્ય કેવું છે?
આ કારકિર્દીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે! હાલના સમયમાં જાણકાર ફંકશનલ કન્સલ્ટન્ટની કારમી અછત છે અને હજી તો ERPનું કામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ વધવાનું છે.
ERP હવે તો ક્લાઉડ કમ્પ્યુટિંગ રુપે પણ ઉપલબ્ધ છે, જેને લીધે ઘણી વધુ કંપનીઓ ERP અપનાવી શકશે. ગુજરાતમાં અનેકવિધ ચીજવસ્તુઓ, કેમિકલ, મશીનરી વગેરે બનાવતી અનેક મધ્યમ કદની કંપનીઓ છે, જે હવે જાગૃત થઈને ઊછઙ અપનાવી રહી છે. માટે અનુભવી અને જાણકાર ફંકશનલ ક્ધસલ્ટન્ટ માટે ઘરઆંગણે અને પરદેશોમાં પુષ્કળ તકો રહેલી છે.
ERP ઉપરાંત CRM ટેલિકોમ, કન્ટેન્ટ મેનેજમેન્ટ વગેરે જેવા ડોમેનમાં પણ ફંકશનલ કન્સલ્ટન્ટની જરુર રહેલી હોય છે. ફંકશનલ કન્સલ્ટન્ટને ક્યારેક બિઝનેસ એનાલિસ્ટ પણ કહેવાય છે. આ બંનેનાં કામમાં ઘણી સમાનતાઓ રહેલી છે, પણ કેટલાક પાયાના તફાવતો પણ છે. એ વિશેની ચર્ચા બિઝનેસ એનાલિસ્ટ તરીકેની કારકિર્દી માટેનો સ્વતંત્ર લેખ કરીએ ત્યારે કરીશું.
પોતાના જ પરંપરાગત ક્ષેત્રમાં રહીને પણ IT અને કન્સલ્ટિંગ કારકિર્દી બનાવવા માટે ફંકશનલ કન્સલ્ટન્ટ બનવાનો વિકલ્પ ઉત્તમ છે.
ફંકશનલ કન્સલ્ટન્ટની કારકિર્દી અપનાવતાં પહેલાં કંઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ફંકશનલ કન્સલ્ટન્ટની જવાબદારીના ભાગપે ઘણો પ્રવાસ કરવો પડતો હોય છે. ફેક્ટરીઓ મોટે ભાગે શહેરથી દૂર હોય, દિવસો સુધી થોડો અગવડભર્યો પ્રવાસ કરવો પડે. તો ક્યારેક બહારગામ કે પરદેશમાં પણ અઠવાડિયાંઓ માટે રોકાવું પડે છે. પ્રવાસની અક્ષમતા ધરાવતા વ્યક્તિઓ કે બહેનોએ આ પાસાને ધ્યાનમાં લેવું.
આ સિવાય જે પણ ERP પ્રોડક્ટમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હો એનું ભવિષ્ય કેવું છે એ જરા ચકાસી લેવું. નહિ તો ૨-૩ વર્ષમાં કોઈ બીજી ERP પ્રોડક્ટની નવેસરથી તાલીમ લેવાની આવે. વધુ અગત્યની બાબત એ છે કે ફંકશનલ કન્સલ્ટન્ટ (આમ તો ERPની દરેક કારકિર્દી માટે) તરીકેની તકો કયા શહેરોમાં ઉપલબ્ધ છે એ જાણી લેવું, કારણ કે આવી નોકરીઓ મોટે ભાગે મોટા શહેરોમાં જ ઉપલબ્ધ હોય છે.


