(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આવી રહેલી ટેક્નોલોજીની ઝલક

અખબારોમાં ભાવિ ટેક્નોલોજીની કપોળ કલ્પનાઓ વિશે વાંચીને તમને સંતોષ ન થતો હોય અને અલગ અલગ ક્ષેત્રમાં કેવી ટેક્નોલોજી વિકસશે અને તેની કેવી અસર થશે તેની તર્કબદ્ધ માહિતી મેળવવી હોય તો આ સાઇટ તમારે જોવી જ રહી.

રસોડામાં રોબોટ શાકભાજી સમારી આપશે કે માણસ પાંખ વગર હવામાં ઊડી શકશે કે એવી બીજી અનેક અધ્ધરતાલ કલ્પનાઓ આપણે અવારનવાર અખબારોમાં વાંચીએ છીએ. ભાવિ ટેક્નોલોજીના નામે છપાતા આવા સમાચારો પર આપણે એક કોરી નજર ફેરવીને તેને બાજુએ મુકીએ છીએ. સદભાગ્યે ઇન્ટરનેટને કારણે આપણે, ટેકનોલોજીના ભાવિના વધુ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે થતા અભ્યાસ પછી ગળે ઊતરે એવી સંભાવનાઓ રજૂ કરતા સ્રોતો સુધી પહોંચી શકીએ છીએ.

એનવિઝનિંગ ટેક્નોલોજી (http://envisioningtech.com) નામની એક કંપનીએ ચોક્કસ મેથોડોલોજીના આધાર પર વિવિધ ક્ષેત્રમાં ટેક્નોલોજીનું ભાવિ તપાસવાનું કામ ઉપાડ્યું છે. આ કંપનીના સંશોધકો વિવિધ સાયન્સ અને ટેક્નોલોજી પબ્લિકેશન્સના અભ્યાસથી કામ શરૂ કરે છે અને જે તે ક્ષેત્રમાં કઈ નવી ટેક્નોલોજી વિકસી રહી છે તેનો પ્રાથમિક અંદાજ મેળવે છે.

પછી, જે તે ટેક્નોલોજી પર કઈ કઈ કંપનીઓ કામ કરી રહી છે, તેની હાલની માર્કેટ સાઇઝ શું છે, કેટલાં પ્રકાશનો આ ટેક્નોલોજીની ચર્ચા કરી રહ્યાં છે, આ ટેક્નોલોજીના વિકાસનો આધાર કઈ બાબતો પર છે, એ ટેક્નોલોજીના વિકાસ માટે જરૂરી અન્ય ટેકનોલોજી ઉપલબ્ધ છે કે નહીં વગેરે જેવી બાબતોનો ઝીણવટભયર્યો અભ્યાસ થાય છે. પછી, જે તે ક્ષેત્રની આવી રહેલી ટેકનોલોજીની સંભાવના દશર્વિતા ઇન્ફોગ્રાફિક તૈયાર કરવામાં આવે છે, જેમાંના કેટલાંક ઇન્ટરએક્ટિવ પણ હોય છે.

આ કંપનીની સાઇટ પર ફાયનાન્સ, હેલ્થ અને એજ્યુકેશનના ભાવિ ઉપરાંત ઇમર્જિંગ ટેક્નોલોજીનાં વિઝ્યુઅલાઇઝેશન આપવામાં આવ્યાં છે. અહીં ઉપર જે ઇમેજ આપી છે તેમાં વર્ષ ૨૦૧૨ અને ત્યાર પછીનાં વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ, સેન્સર્સ, રોબોટિક્સ, બાયોટેક, એનર્જી, સ્પેસ વગેરે ક્ષેત્રમાં કઈ કઈ ટેક્નોલોજીના વિકાસની સંભાવના છે તે તપાસી શકાય છે.

આ વિઝ્યુઅલાઇઝેશન (http://envisioningtech.com/envisioning2012/)ને હાઇ-રેઝોલ્યુશન પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકાશે, પણ નેટ પર જોશો તો વિવિધ મુદ્દા પર માઉસ લઈ જતાં એક નાની વિન્ડો ઓપન થશે અને તેમાં એ ટેક્નોલોજીની વધુ જાણકારી મળશે. જેમ કે, ઇન્ટરનેટના ક્ષેત્રમાં વર્ષ ૨૦૧૨ માટે લખ્યું છે કે આ વર્ષમાં ક્લાઉડ કમ્પ્યુટિંગની ટેક્નોલોજી વધુ વિકસશે. દરેક મુદ્દાની સાઇઝ તેનો વ્યાપ કેટલો રહેશે તે બતાવે છે, જ્યારે તેનો આકાર આ ટેક્નોલોજી સાથે બીજી ટેક્નોલોજી કેટલા પ્રમાણમાં સંકળાયેલી છે તે બતાવે છે. ઉપરાંત, મુદ્દાના સર્કલની આઉટલાઇન પણ ચોક્કસ અર્થ ધરાવે છે – આઉટલાઇન જેમ વધુ જાડી તેમ સામાન્ય યુઝર માટે આ ટેકનોલોજીની અસર વધુ!

આ વિઝ્યુઅલાઇઝેશન કહે છે કે વર્ષ ૨૦૧૪માં ઇન્ટરનેટ ક્ષેત્રે સાયબર યુદ્ધો વધુ વ્યાપક બનશે, એક દેશ બીજા દેશના નેટવર્કમાં ખાનાખરાબી સર્જવાનો પ્રયાસ કરે એવું વધુ બનશે, અલબત્ત, સામાન્ય યુઝરને તેની ખાસ અસર નથી. પણ, ત્યાર પછીના વર્ષોમાં ૪જી ટેક્નોલોજી વધુ વ્યાપક બનશે અને સામાન્ય યુઝરને આ મુદ્દો વધુ અસર કરશે. આ દરેક પોપઅપ વિન્ડોને ક્લિક કરતાં એ વિષયની વધુ માહિતી માટે વિકિપીડિયાના આર્ટિકલ પર પહોંચી શકાય છે.

ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ માટે આ સાઇટ ઊંડો અભ્યાસ કરવા જેવી છે કેમ કે અલગ અલગ ક્ષેત્રમાં કેવાં પરિવર્તન આવ્યાં રહ્યાં છે તેનો એક સરેરાશ અંદાજ અહીંથી મળશે અને દરેક મુદ્દે વધુ જાણકારી મેળવવાના રાજમાર્ગો પણ અહીં જ ખૂલશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!