ભારતમાં એસએમએસની જબરી લોકપ્રિયતા જોઈને ચારેક વર્ષથી ગૂગલે પણ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. આ સર્વિસનો લાભ લઈને તમે અનેક વિષય પર મફતમાં એસએમએસ મેળવી શકો છો અને તમારી પોતાની ચેનલ પણ બનાવી શકો છો.
એસએમએસનો તમે કેટલોક ઉપયોગ કરો છો? આંગળીનાં ટેરવાં સરવાં થયાં? ઘણા લોકોના કાન કરતાં, ટેરવાં મોબાઇલનાં વધુ હેવાયાં હોય છે, તમે પણ એમાંના એક હો, અને જો પાછા એસએમએસના ‘ખત્તરનાક ફેન’ની કેટેગરીમાં આવતા હો તો મોટા ભાગે તો તમે આજે જેની વાત કરવી છે એ સાઇટ કે એના જેવી બીજી સાઇટ સુધી પહોંચી જ ગયા હશો. ન પહોંચ્યા હો તો આ લેખને જરા ધ્યાનથી વાંચજો.
ગૂગલે માહિતીના લગભગ કોઈ પણ સ્વરુપ અને ક્ષેત્રને છોડ્યાં નથી તો એસએમએસ જેવી હોટ ફેવરિટ બાબતને તો એ સ્પર્શ્યા વિના કેમ બાકી રહે? ગૂગલે છેક ૨૦૦૮માં એક મજાની સર્વિસ ચાલુ કરી, નામ છે ગૂગલ એસએમએસ ચેનલ્સ. ગૂગલની આદત મુજબ આ સર્વિસ હજી પણ તેના લેબમાં ચાલતા પ્રોજેક્ટ્સનો એક ભાગ છે. આ સર્વિસ ગૂગલની ઇન્ડિયા લેબની જ દેન છે અને હાલમાં માત્ર ભારતના મોબાઇલધારકો માટે જ ઉપલબ્ધ છે.
આ સર્વિસમાં ઊંડા ઊતરતાં પહેલાં, થોડી વાત મોબાઇલની કરી લઈએ.
૯૦ના દાયકાની મધ્યમાં ભારતમાં ટેલિકોમ ક્ષેત્રું ખાનગીકરણ થયું એ પહેલાં એક જમાનો એવો પણ હતો કે ટેલિફોનનું જોડાણ મેળવવા માટે લોકોએ વર્ષો સુધી રાહ જોવી પડતી. ઘરમાં ફોન ન હોય તો કોલ કરવા પોસ્ટ ઓફિસે જવું પડતું. ઘરમાં ફોન આવ્યા પછીય લોંગ ડિસ્ટન્સ કોલ કરવા માટે પહેલા તો એક્સચેન્જમાં ફોન કરીને કોલ નોંધાવવો પડતો એ કોલ લાગે તેની રાહ જોઈને બેઠા રહેવું પડતું! ટેલિકોમનું ખાનગીકરણ થયું, ઘેરઘેર એસટીડી આવ્યા એ ુછી મોબાઇલનો યુગ શરુ થયો ત્યારે મોબાઇલ રીતસર સ્ટેટસ સિમ્બોલ હતા. આજે એ સાઇઝનો હેન્ડસેટ હાથમાં હોય તો લોકોે શરમથી જમીનમાં ઊતરી જવાનું મના થય એ સાઇઝના મસમોટા મોબાઇલ લઈને પણ લોકો ગર્વથી ફરતા. આજે દાતણવાળી બહેનના હાથમાં પણ બ્લેકબેરી નહીં તો, થેંક્સ ટુ ચાઇના, બ્લેકચેરી મોબાઇલ આવી ગયા છે.
ભારતમાં ફોન ક્ષેત્રે દુકાળથી પૂરની સ્થિતિ આવી ગઈ એને હળવાશી સમજાવતાં, વિદેશ સંચાર નિગમ લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન શ્રી બી. કે. સિંગલે એક મુલાકાતમાં કહ્યું હતું કે “પહેલાં જેની પાસે ફોન હોય એણે સાંભળવું પડતું હતું કે આપ કતાર મેં હૈં, કૃપયા પ્રતિક્ષા કરેં, હવે એવો જમાનો આવી ગયો છે કે મોબાઇલ ફોન વેચારાની કતાર લાગી ગઈ છે! મોબાઇલ લોન્ચ થયા ત્યારે સાવ સાદા હેન્ડસેટની કિંમત ૨૦-૨૫ હજાર હતી, તે હવે એક હજારની અંદર મળવા લાગ્યા છે, સ્માર્ટફોન સુધ્ધાં પાંચ હજાર રુપિયામાં મળતા થયા છે.
ફૂટપાથ પર બેસીને શાકભાજી વેચતા કે મોચીકામ કરતા કે ડુપ્લિકેટ ચાવી બનાવી આપનારા લોકો માટે મોબાઇલ વરદાન સાબિત થયા છે. પહેલાં પ્લમ્બરે હાર્ડવેરી દુકાનવાળા સાથે ટાઇ-અપ કરવું પડતું અને દુકાનવાળો તેે કસ્ટમર શોધી આપે તો તેને કમિશન આપવું પડતું. હવે મોબાઇલથી પ્લમ્બર ડાયરેક્ટ કનેક્ટ થઈ શકે છે!
મોબાઇલથી આ રીતે બિઝનેસનાં સમીકરણો ધરમૂળથી બદલાઈ રહ્યાં છે. મોબાઇલની વેલ્યુ એડેડ સર્વિસ વિશે બહુસ્પષ્ટ કે આધારભૂત આંકડા મળવા મુશ્કેલ છે, પણ માર્કેટિંગ માટે કોલ્સ અને એસએમએસનો ઉપયોગ એટલો વધી પડ્યો છે કે કેન્દ્ર સરકારના નાણાપ્રધાને પણ સ્વીકાર્યું હતું કે તેમણે પણ આવા કોલ અને એસએમએસ આવી પડે છે! મોબાઇલ કંપનીઓ આવકમાં પણ સિંહફાળો એસએમએસનો હોય છે.
ભારતીયોમાં એસએમએસની લોકપ્રિયતા જોઈને અનેક કંપનીઓએ, ખાસ કરીને માર્કેટિંગ માટે બલ્ક એસએમએસની સેવા ઓફર કરતી સર્વિસીઝ શરુ કરી.
આપણે મોલમાં કે પેટ્રોલ પંપ પર ‘ઇનામી ડ્રો’ની લાલચમાં ઘણી વાર આપણું સરનામું, મોબાઇલ નંબર વગેરે અજાણી વ્યક્તિને આપી દેતા હોઈએ છીએ અને અંતે આવી બલ્ક એસએમએસ કરી આપતી કંપનીઓ સુધી પહોંચતા હોય છે. ટેલિકોમ કંપનીઓ પણ અવારવાર સબસ્ક્રાઇબર્સનો ડેટા વેચતી હોવાના આક્ષેપો ઘેરામાં આવે છે. રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન એસએમએસનો ભરપૂર ઉપયોગ કરે છે અને અણ્ણાની ટીમ જેવા લોકો પણ ભ્રષ્ટાચાર સામે લોકજુવાળ ઊભો કરવા એસએમએસનું જ શરણ લે છે.
આ બધાના કારણે એસએમએસનો ઉપયોગ એટલો વધ્યો કે ૨૦૧૧માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ દરેક સિમ કાર્ડ દીઠ રોજના માત્ર ૧૦૦ એસએમએસ મોકલી શકાય એવી મર્યાદા બાંધી, પાછળથી જોકે એ મર્યાદા વધારીને ૨૦૦ એસએમએસની કરવામાં આવી છે.
એસએમએસની લોકપ્રિયતા જોઈને, જેમ ચોક્કસ ફી લઈને એકસો એક લોકોને એસએમએસ મોકલી આપતી કંપનીઓ ફૂટી નીકળી છે, તેમ એવી કંપનીઓ વિકસી છે, જે તમે ઇચ્છો તે વિષય પર તમને ફ્રી એસએમએસ મોકલે. તમે આવી કંપનીઓમાં એસએમએસ કરાર અથવા મેળવનાર એમ બંને રીતે જોડાઈ શકો છો. આ બંને પક્ષ માટે સર્વિસ ફ્રી રહે, પણ વચ્ચે રહેલી કંપની મેસેજમાં જાહેરાત જોડીને કમાણી કરે.
મોટા ભાગની આવી કંપનીઓ કોઈ મોટા ગ્રુપનો ભાગ હોવાથી તેમાં વિશ્વસનિયતાનો સૌથી મોટો સવાલ રહે, એ ખામી પૂરવા માટે ગૂગલે પણ તેમાં ઝુકાવ્યું છે – ગૂગલ ઇન્ડિયાની દેન સમી ગૂગલ એસએમએસ ચેનલ સર્વિસના સ્વરુપમાં.
આ એક ફ્રી સર્વિસ છે – જેનો ઉપયોગ કરીને તમે અનેકવિધ બાબતો અંગેના એસએમએસ મેળવવા માટે જુદી જુદી ચેનલ્સ સબસ્ક્રાઇબ કરી શકો છો અને ઇચ્છો તો તમે પોતે તમારી એસએમએસ ચેનલ શરુ કરીને તમારાં ટેરવાં થકી અનેકનાં હૈયાંને સ્પર્શી શકો છો.
રસ પડ્યો હોય તો પહોંચો http://labs.google.co.in/smschannels પર. આ સર્વિસનો લાભ તમે મોબાઇલની મદદથી પણ લઈ શકો છો, પણ જરા મોટા સ્ક્રીન પર ઝાઝા લખાણ પર નજર દોડાવવી ગમતી હોય તો ઇન્ટરનેટ પરથી જ શ્રીગણેશ કરો તો સારું. સાઇટ પર પહોંચ્યા પછી ગૂગલના (એટલે કે જીમેઇલના) એકાઉન્ટના યૂઝરનેમ, પાસવર્ડથી લોગઇન થાઓ. તમે નોંધ્યું હોય તો, લોગ-ઇન થયા પહેલાં તમે વિવિધ ચેનલ્સ બ્રાઉઝ કરી શકશો, પણ તેમાં સબસ્ક્રાઇબ કરવા માટેનું બટન એક્ટિવ નહીં હોય. લોગ-ઇન થયા પછી તે એક્ટિવ થઈ જશે.
હવે પહેલા આપણે ધારી લઈએ કે તમને વિવિધ વિષયના એસએમએસ મેળવવામાં વધુ રસ છે. તો ડાબી તરફ નજર દોડાવો, અહીં બિઝનેસ, એજ્યુકેશન, એન્ટરટેઇન્મેન્ટ, ફાઇનાન્સ, જોક્સ, હેલ્થ, જોબ્સ, સ્પોર્ટ્સ, ટેક્નોલોજી વગેરે વિવિધ કેટેગરી દેખાશે. કોઈ પણ ક્લિક કરો અથવા પહેલેથી જે નજર સામે છે એ એડિટર્સની પસંદગીની ચેનલ્સ પર નજર દોડાવો. ઉતાવળા થઈને સીધા સબસ્ક્રાઇબર બટન પર આક્રમણ કરવાને બદલે લિંક પર ક્લિક કરી જે તે ચેનલમાં થોડા ઊંડા ઊતરજો. કેમ કે માત્ર આ સર્વિસ ગૂગલની છે, ચેનલ્સ નહીં. જે તે ચેનલના પેજ પર જઈ તમે એ ચેનલ કેવાક એસએમએસ મોકલે છે તેના પર નજર દોડાવી શકશો. ભરોસાપાત્ર અને તમારા ઉપરાંત બીજા કોઈ આ એસએમએસ જુએ તોય વાત વાંધાજનક ન લાગે તો સબસ્ક્રાઇબ કરી દો!
હવે માનો કે તમને બીજાને એસએમએસ મોકલવાનો શોખ છે તો જમણે નજર દોડાવો અને લાગતાવળગતા બટન પર ક્લિક કરીને પોતાની ચેનલ શ કરવાના પેજ પર પહોંચો. ચેનલનું નામ અને કેવી માહિતી આપવા ઇચ્છો છો તે જણાવી આગળ વધો.
અહીંથી, ગૂગલની આ સર્વિસ બીજી એસએમએસ સાઇટથી થોડી અલગ કેમ પડે છે તે સમજાશે. અહીં તમે તમારી પોતાની સાઇટ, બ્લોગ કે બીજી કોઈ સાઇટ પર મુકાતી નવી માહિતીના આરએસએસ ફીડ કે ગૂગલ ન્યૂઝ પર કોઈ ચોક્કસ કીવર્ડ (જેમ કે ઇન્ડિયા, ગુજરાત કે નરેન્દ્ર મોદી) સર્ચ કરવાથી મળતા ન્યૂઝને તમારી પોતાની એસએમએસ ચેનલ પર ઓફર કરી શકો છો, જે આપોઆપ વાયા તમારી ચેનલ, તમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરનારા લોકોના મોબાઇલ પર પહોંચી જશે. અથવા ઇચ્છો તો દરેક વખતે પોતાની રીતે નવા એસએમએસ ટાઇપ કરીને પોસ્ટ કરી શકો છો.
સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે અહીં તમે પોતે બીજાને ધરાર તમારા સબસ્ક્રાઇબર બનાવી નહીં શકો. જે લોકો પોતે ઇચ્છીને સબસ્ક્રાઇબર બને તેમને જ તમારા એસએમએસ પહોંચશે (ઘણા એસએમએસ આતંકીઓ રિાશ શે એ એસએમએસ પીડિતોને આ વાંચીને હાશ થશે). આ સર્વિસ સારી ચેનલ પ્રાઇવેટ અથવા પબ્લિક હોઈ શકે છે. તમે ઇચ્છો તો તમારી ચેનલમાં બીજા લોકો પણ એસએમએસ પોસ્ટ કરી શકે તેવી સગવડ આી શકો છો. જો ચેનલ પ્રાઇવેટ રાખી હોય તો તમે જેે ઇન્વાઇટ કરો તે જ લોકો તેે સબસ્ક્રાઇબ કરી શકશે. એટલું યાદ રાખજો કે એક વાર તમને ચેનલને પબ્લિક કે પ્રાઇવેટ બનાવો તે પછીથી બદલી શકશો નહીં.
બીજી વાત, આમાં ગૂગલના પોતાના કોઈ ચાર્જ નથી, પણ તમારા મોબાઇલ પરથી તમે જે એસએમએસ મોકલો તેનો લાગુ પડતો ચાર્જ ચડશે. હા, ગૂગલ એટલી ચોખવટ કરે છે કે તમે સાઇટ પરથી કે મોબાઇલ પરથી જે એક એસએમએસ અનેકને મોકલશો તેનો ફક્ત એક જ એસએમએસ જેટલો ચાર્જ લાગુ થશે.
તમે દિવસમાં કેટલી સંખ્યામાં, કયા સમય દરમિયાન એસએમએસ મેળવવા ઇચ્છો છો, મોબાઇલ પરથી આ સર્વિસનો લાભ કેવી રીતે લેવો એ બધી વાત સાઇટમાં થોડી વધુ ખણખોદ કરવાથી જાણી શકશો – જો એસએમએસ કરવા ને વાંચવામાંથી નવરા પડો તો.
બીજાની ચેનલ સબસ્ક્રાઇબ કેવી રીતે કરશો?
- labs.google.co.in/smschannels પર જાઓ.
- ગૂગલ આઇડીથી લોગઇન થાઓ.
- ડાબી તરફ આપેલી કેટેગરીમાંથી તમને ગમતી કેટેગરી પસંદ કરો, જેમ કે હેલ્થ.
- હેલ્થ કેગેટગરીમાંની એક ચેનલ જોવા મળશે. કોઈ પણ ચેનલ પર ક્લિક કરીને તેની અંદર જાઓ. આ ચેનલ કેવા મેસેજ મોકલે છે તે ચકાસો. છેલ્લે ક્યારે મેસેજ મોકલ્યા હતા તે પણ જુઓ. બધું બરાબર લાગે તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દો.
- આ ચેનલ પરની તમને કન્ફર્મેશનનો સંદેશ આવશે (તમને ગૂગલના પર આઇડી લોગ-ઇન થયા છો, તમારો ફોન નંબર તેની પાસે છે જ!) એ કન્ફર્મ તો તમે નિયમિત મેસેજ મળશે.
- તમે ચેનલનું નામ જાણતા હો તો તમારા ફોન પરથી એસએમએસ મોકલીને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો, જેમ કે સાયબરસફરની ચેનલ સબસ્ક્રાઇબ કરવા ૯૮૭૦૮૦૭૦૭૦ નંબર પર ON CyberSafar_Magazine એવો મેસેજ મોકલીને, ફ્રી મેસેજીસ મેળવવા સબસ્ક્રાઇબ કરી શકો છો.
- ગૂગલનો નંબર ટેલિમાર્કેટિંગ માટેના ફાળવેલા ચોક્કસ નંબર જેવો નથી સાદો જ છે એટલે તમે પહેલી વાર એસએમએસ મોકલો ત્યારે તમારા મોબાઇલના પ્લાન અનુસાર એક રેગ્યુલર એસએમએસ મોકલવાનો ચાર્જ લાગુ થશે. પછી ઇનકમિંગ મેસેજીસ ફ્રી રહેશે.
યાદ રાખશો : તમે મોબાઇલમાં ડુ નોટ ડિસ્ટર્બ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો આ ચેનલના એસએમએસ શરુ કરવા ૧૯૦૯ પર ‘START 6’ એવો મેસેજ મોકલવો પડશે.
તમારી એસએમએસ ચેનલ કઈ રીતે બનાવશો?
ગૂગલ એસએમએસ ચેનલ પર તમે પણ તમારી પોતાની એસએમએસ ચેનલ બનાવી શકો છો. આ માટે…
- labs.google.co.in/smschannels પર જાઓ.
- ગૂગલ આઇડીથી લોગ- ઇન થાઓ.
- પેજમાં જમણી તરફ, ‘ક્રિએટ યોર ઓ ચેનલ’ શીર્ષક સો ઓલા ‘ટ્રાય નાઉ’ બટન પર ક્લિક કરો.
- તમારી ચેનલનું નામ પસંદ કરો. તેનું ટૂંકું વર્ણન આપો, સાથે કેટેગરી અને લોકેશન પસંદ કરી લો.
- તમે પોતે એસએમએસ લખવા ઉપરાંત, ઇન્ટરેટ પર ઉપલબ્ધ સ્રોતમાંથી ડાઇરેક્ટ એસએમએસ મોકલવા માગતા હો તો તે સ્રોત પસંદ કરો. આ પસંદગી ધ્યાનપૂર્વક કરશો. તમારા સબસ્ક્રાઇબર્સે કારણ વગરા એસએમએસ આવવા લાગશે તો તેઓ જલદી કંટાળી જશે.
- એસએમએસ ક્યારે ક્યારે મોકલશો એ નક્કી કરો.
- તમારી ચેનલમાંથી કોણ કોણ એસએમએસ મોકલી શકે તે ક્કી કરો.
- તમારી ચેનલ કોણ સબસ્ક્રાઇબ કરી શકે તે નક્કી કરો. એથી યુઝર પસંદ કરશો તો તમારી ચેનલ પબ્લિક બનશે, બાય ઇન્વિટેશન ઓન્લી પસંદ કરશો તે પ્રાઇવેટ બનશે. આ પસંદગી તમે પછીથી બદલી શકશો નહીં.
- જો તમે ચેનલ પ્રાઇવેટ રાખી હશે તો તમે તમારા સબસ્ક્રાઇબરનાં નામ અને ફોન નંબરના માત્ર છેલ્લા અમુક ડિજિટ જાણી શકશો, પબ્લિક ચેનલમાં આવી કોઈ વિગત મળશે નહીં.
- આટલું કરી, ગૂગલી શરતો કબૂલ-મંજૂર કરો એટલે તમારી ચેનલ બની ગઈ!
- હવે તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરવા આમંત્રણ મોકલો. તેઓ તમારા આમંત્રણ સ્વીકારે તો તેમને તમારા એસએમએસ મળવાનું શરુ થઈ જશે!
- તમે આ સાઇટ પર જ એસએમએસ ટાઇપ કરીને મોકલી શકો છો અવા તમારા મોબાઇલને કામે લગાડી શકો છો (જે માટે તમે એક એસએમએસનો ચાર્જ લાગશે).
ભારતમાં એક અબજથી વધુ મોબાઇલ!
ભારતમાં મોબાઇલધારકોની સંખ્યા દસ-પંદર વર્ષમાં એટલી વધી છે કે તમે આ વાંચી રહ્યા હશો એ અરસામાં, એટલે કે આ વર્ષના મધ્યમાં ગમે ત્યારે ભારતમાં મોબાઇલ કનેકશનની સંખ્યા એક અબજને પાર કરી જશે. મતલબ કે હવે દર ચારમાંથી ત્રણ ભારતીય પાસે મોબાઇલ છે. જોકે આ આંકડો સાવ સાચો માનવાની જરુર નથી કેમ કે સંખ્યાબંધ લોકો એકથી વધુ મોબાઇલ ધરાવતા હોય છે અને કંપનીઓ પણ તેમના વેચાણના આંકડા વાસ્તવિકતા કરતાં વધારીને કહેતી હોય છે (તમે કદાચ ઉદભવ્યું હશે કે ક્યારેક તમારી મોબાઇલ કંપની ‘ટ્રાઇના આદેશ અનુસાર’ તમારી પાસેથી ફરીને એડ્રેસ અને ફોટોઆઇડેન્ડિટી માગતી હોય છે, એ વિગતો કંપનીના વેચાણના આંકડા વધારવામાં કામ લાગતી હોય છે!). વાસ્તવિક આંકડો ભલે કદાચ ઓછો હશે, પણ એ હકીકત છે કે મોબાઇલે ભારતીયોની જિંદગી બદલી નાખી છે.

