એક ખાનગી કંપનીની પેટન્ટ ઓફિસમાં નોકરી કરતા અમેરિકન સંશોધક ચેસ્ટર કાર્લસનને દસ્તાવેજોની નકલનું કામ ભારે કૂથાભરેલું લાગતું હતું.
બીજાના દસ્તાવેજોની નકલ માટે કાર્બન પેપર કામ ન લાગે, એટલે લાંબી મગજમારી પછી તેણે સલ્ફરનું આવરણ ધરાવતી ઝિન્કની પ્લેટ તૈયાર કરી. તેની પર ‘૧૦-૨૨-૩૮ ASTORI’’ લખેલી કાચની સ્લાઇડ મૂકી. અંધારા ઓરડામાં આ પ્રયોગ હાથ ધરીને તેણે સ્લાઇડ પર થોડી સેકન્ડ સુધી બલ્બથી પ્રકાશ આપતાં, કાચની સ્લાઇડ પરના શબ્દો પ્લેટ પર ‘લખાઈ’ ગયા હતા.
આ પહેલી ફોટોકોપી હતી. ૧૯૫૮માં હેલોઇડ કંપનીએ ‘ઇલેક્ટ્રોફોટોગ્રાફી’ માટે ‘ઝેરોક્સ’ શબ્દ વાપર્યો. (ગ્રીક ભાષામાં ઝેરોક્સોગ્રાફી એટલે શાહીની કે ભીનાશની માથાકૂટ વગરનું ‘ડ્રાય રાઇટિંગ’). ફોટોકોપી માટે શરૂઆતમાં ‘હેલોઇડ ઝેરોક્સ’ અને ૧૯૬૧માં ફક્ત ‘ઝેરોક્સ’ નામ અપનાવ્યું.
પહેલા ઝેરોક્સ મશીનનો સિદ્ધાંત અને તેના શોધક : http://goo.gl/aPaey
ઝેરોક્સ પહેલાંનાં અવનવાં કોપીમશીનની સચિત્ર વિગતો : http://goo.gl/bmnOY
