(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિકિપીડિયાની ખરી સિદ્ધિ

વિશ્વમાં જ્ઞાન અસીમ છે.

આપણે જેટલું જાણતા હોઈએ છીએ, તેના કરતાં જેટલું જાણતા નથી એનું પ્રમાણ બહુ વધુ હોય છે અને આ બંને કરતાં, જે આપણે જાણતા પણ નથી કે આપણા જાણતા નથી, એનું પ્રમાણ તો જબરજસ્ત વધુ હોય છે!

 બહુ અટપટું વાક્ય થઈ ગયું, પણ હકીકત એ છે કે વિકિપીડિયાને પ્રતાપે હવે આપણે કેટલું જાણતા નથી એ જાણવું આપણા માટે સહેલું થઈ ગયું છે.

વિકિપીડિયાની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ? આખા વિશ્વના જ્ઞાનને ૪૦-૫૦ લાખ લેખોમાં આવરી શકાયું અને સૌને મફતમાં ઉપલબ્ધ કરી શકાયું એ? મારા મતે, એથી વધુ મોટી સિદ્ધિ એ છે કે વિકિપીડિયાથી એ સાબિત થયું કે વિશ્વમાં ઉમદા હેતુ માટે નિ:સ્વાર્થ ભાવે યોગદાન આપનારા લોકોની ખોટ નથી.

વિકિપીડિયાની ચોક્સાઈ અને ખરાઈ અંગે અવારનવાર સવાલો થતા રહે છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે એડિટ કરી શકે એવું લખાણ કેટલું વિશ્વસનીય એવો સવાલ કોઈને પણ થાય. પરંતુ વિકિપીડિયાના લેખોમાં ઉમેરાતી ખોટી માહિતીઓ બહુ ઝડપથી સુધારી લેવામાં આવે છે એ, આટલા મોટા પાયા પરના પ્રોજેક્ટને મેનેજ કરવાની માણસની શક્તિ અને તેમાં તેને મદદ કરતી ટેક્નોલોજી બંનેની સિદ્ધિ ગણી શકાય.

આ અંકમાં વિકિપીડિયાની પ્રાથમિક માહિતી સાથે ગુજરાતીમાં વિકિપીડિયાને સક્ષમ બનાવવા થતા પ્રયાસોને આવરી લેવામાં આવ્યા છે.

આ અંકના પાછલા કવરપેજ પર જોશો તેમ, આવતા અંકમાં આપણને ઘેરબેઠાં વિશ્વના કોઈ પણ ખૂણાનું રોમાંચક આકાશદર્શન કરાવતી એક અદભુત સુવિધાની વિગતવાર વાત કરીશું.

સફરમાં સાથે રહેશો!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!