(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આ હેકિંગ છે શું? તમે હેકર બની શકો?

સાયબર સિક્યોરિટીના અભ્યાસ પછી વડોરાની એપ્પીન ટેક્નોલોજી લેબમાં ટ્રેનર તરીકે કાર્યરત મિલાપ ઓઝાના આ લેખનો વિષય હેકિંગ છે, પણ કોઇ પણ વિષયના વિદ્યાર્થીને કામ લાગે એવા અનુભવોનું ભાથું એમાં સમાયેલું છે.

મારી બે વર્ષની કારકિર્દીમાં મને કેટલાય લોકોએ, ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓએ ઘણી વાર પૂછ્યું છે કે “મારે હેકર બનવું છે. તો હું શું કરું? અવા “એક સારો હેકર કઈ રીતે બની શકાય? એવું હું શું કરું અથવા તો મારામાં કઈ લાયકત હોવી જોઈએ એક હેકર બનવા માટે? આ પ્રશ્ર્નનો સંતોષકારક જવાબ આપવા માટે ઇન્ટરનેટ પર શોધખોળ કર્યા પછી જે કંઈ માહિતી મળી તેને હું આજે અહીં રજૂ કરું છું.

મિત્રો, સૌપ્રથમ હેકર કઈ રીતે બનવું એ જાણવા પહેલાં એ જાણવું જરુરી છે કે ખરેખર હેકિંગ શું છે? અને હેકર કોને કહેવાય. હેકિંગની સીધી અને સરળ વ્યાખ્યા નીચે મુજબ છે.

“તમારા કમ્પ્યુટર, નેટવર્ક (ઇન્ટરનેટ કે LAN દ્વારા) કે કોઈ ડિવાઇસમાં (ફોન, ટેબલેટ)માં કરવામાં આવતા ગેરકાયદે પ્રવેશ અને ઉપયોગ એ હેકિંગ કહેવાય છે અને હેકિંગ કરતા લોકોને હેકર કહેવાય છે.

હવે તમને થશે કે આવું શું કામ કરવું જોઈએ? આ તો ક્રાઇમ છે, તો તમને જણાવી દઉં કે હેકર મુખ્યત્વે બે પ્રકારના હોય છે.

૧. વ્હાઈટ હેટ હેકર્સ (એથિકલ હેકર્સ) : ધારો કે તમે તમારો ફેસબુકનો પાસવર્ડ ભૂલી ગયા (ખરેખર ના ભૂલતા ક્યારેય…) કે તમારું એકાઉન્ટ કોઈએ હેક કરી લીધું…!!! હવે શું કરશો? ત્યારે તમારી મદદ માટે એથિકલ હેકર હોય છે કે જે તમારી પરવાનગીથી તમારા એકાઉન્ટને હેક કરીને તેને રિકવર કરી આપે છે. ઘણી મોટી મોટી કંપનીઓ પોતાના ખાનગી ડેટા તથા માહિતીને સુરક્ષિત રાખવા માટે અને પોતાની સિક્યોરિટી સિસ્ટમની ચકાસણી માટે પણ એથિકલ હેકર્સની મદદ લેતી હોય છે. ટૂંકમાં સારા હેતુ માટે તથા માલિકની પરવાનગીથી હેકિંગ કરે તેને એથિકલ હેકર કહેવાય છે.

૨. બ્લેક હેટ હેકર (ક્રેકર્સ) : ફિલ્મોની જેમ આમાં પણ હીરો અને વિલન હોય છે. ક્રેકર્સ એટલે વિલન. કોઈની ખાનગી માહિતીની ચોરી, ઈ-મેઇલ હેકિંગ, બેંક ફ્રોડ, આતંકવાદી કૃત્ય વગેરે ગેરકાયદે ઉદ્દેશને પાર પાડવા માટે હેકિંગ કરતા હોય તેમને બ્લેક હેટ હેકર્સ કહેવાય છે. જેનાં ઘણાં ગંભીર પરિણામો આવી શકે છે. જેમાં કોઈ વાર જેલમાં જવાનો પણ વારો આવી શકે.

તો, પોતાના જ્ઞાન અને આવડતનો સારા માર્ગે ઉપયોગ કરીને હેકર તરીકે એક ઉત્તમ કારકિર્દી બનાવી શકાય છે જે સમાજ અને દેશના હિતમાં છે. હેકિંગ શીખવા આવતા મારા વિદ્યાર્થીઓને મારો પહેલો સવાલ એ હોય છે કે હેકિંગ એટલે શું? અને તેમના જવાબો પરથી ખ્યાલ આવી જાય છે કે તેમનો હેકિંગ શીખવા પાછળનો મૂળ ઉદ્દેશ શો છે.

હેકિંગ કઈ રીતે શીખવું? હેકિંગ શીખવા માટે શું જોઈએ?

ઘણા એવા લોકોને મેં જોયા છે જેમની હેકિંગ પ્રત્યેની વિચારસરણી સંપૂર્ણપણે ખોટી હોય છે. તેઓ એવી માન્યતા ધરાવે છે કે હેકિંગ શીખવા માટે અમુક સિમ્પલ ટ્રિક્સ હોય છે જે આવડી જાય એટલે આપણે હેકિંગ કરી શકીએ. આ તો તદ્દન હાસ્યાસ્પદ વાત થઈ. માત્ર બંદૂક ચાલવતાં આવડી જાય એટલે કોઈ પોલીસ ઓફિસર નથી બની જતો, તે જ રીતે ઇન્ટરનેટ પરથી અમુક ટ્રિક્સ શીખી લેવાથી કોઈ વ્યક્તિ હેકર નથી બની જતી.

એક સારો હેકર બનવા માટે વ્યક્તિમાં કેટલાક ખાસ ગુણ હોવા જરુરી છે.


ધીરજ : હેકિંગ શું છે? હેકિંગ કઈ રીતે થાય છે? એ બધું શીખવા માટે ખૂબ જ સમય લાગશે. જો તમે એક ધૈર્યવાન વ્યક્તિ ના હો તો તમને ખાસ સલાહ છે કે આ મગજમારીવાળા ફિલ્ડથી દૂર રહેવું. આ ક્ષેત્રમાં હંમેશાં એટલું નવું નવું શીખવા માટે મળશે જેનો કોઈ અંત નથી.

જિજ્ઞાસા : હેકિંગ શીખવા માટેનો મહત્ત્વપૂર્ણ ગુણ છે જિજ્ઞાસા. આ આમ કેમ થયું? શું કામ થયું? ફલાણો સોફ્ટવેર શું કામ કરે છે? આ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે? સૌથી પહેલું હેકિંગ કોણે કરી? હેકિંગ માટે અત્યારની અદ્યતન કઈ પદ્ધતિ છે… આ બધા વિચારો કોઈ ખરા અર્થમાં જિજ્ઞાસુ વ્યક્તિને જ આવી શકે. જેટલી જાણવાની ઇચ્છા વધુ એટલું તમારું જ્ઞાન વધશે. આ એક એવો મહત્ત્વનો ગુણ છે જે તમને સતત આગળ વધવા, નવું નવું જાણવા, અભ્યાસ કરવા અને કોઈ પણ ટેક્નિકલ પ્રોબ્લેમ આવે તો તેનું નિરાકરણ કરવામાં મદદ‚રુપ થશે.

સર્જનાત્મકતા : જ્યારે હેકિંગ સંબંધી કોઈ પણ કામ કરવાનું આવે ત્યારે ઘણી સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડતો હોય છે જેમાં તમારી તર્કશક્તિ અત્યંત જરૂરી છે. જો તમારો સ્વભાવ સર્જનાત્મક અથવા તો કંઈક હટકે… કરવાની વૃત્તિવાળો હશે તો તમને આ ફિલ્ડમાં ચોક્કસ ઉપયોગી થશે.

સમર્પણ : જો તમે હેકિંગ શીખવા જઈ રહ્યા છો તો એક જ વાત ધ્યાનમાં રાખો. ‘લગે રહો…’ જાતઅનુભવ પરથી હું તમને કહી રહ્યો છું કે જો તમે હેકિંગ શીખવાનું શરુ‚ કરી રહ્યા છો તો દર અઠવાડિયાના અમુક ચોક્કસ દિવસો નક્કી રાખજો. જો વચ્ચે ક્યાંય બ્રેક લીધો તો પહેલાંનું બધું જ ભુલાઈ જશે અને ફરીથી એકડો ઘૂંટવો પડશે. આમ ના થાય એ માટે તમારે પૂરતા પ્રયત્નથી અને નિયમિત રીતે તમારો અભ્યાસ ચાલુ રાખવો પડશે.

એક કાબેલ હેકર તરીકે હેકિંગ શીખવું અને કોઈ નાનકડી ટ્રિકથી પાસવર્ડ જાણી લેવો એ બંનેમાં બહુ અંતર છે. ખાલી પાસવર્ડ ક્રેક કરતાં શીખીને તમે હેકર ના બની શકો. જો આવું જ કરવું હોય તો ઉપર દશર્વિેલામાંથી એક પણ ગુણ તમારામાં ના હોય તો ચાલશે. તેના માટે તો તમને ઓનલાઇન કદાચ કોઈ સોફ્ટવેર મળી જશે, પણ જેને સાચા હેકર બનવું છે એ આગળ વાંચે.

વિષયમાં ઊંડા ઊતરો : હેકિંગ એ એક વિસ્તૃત વિષય છે જેમાં ઘણા વિભાગો હોય છે. જેમ કે,

  • ઈ-મેઇલ હેકિંગ
  • સોફ્ટવેર હેકિંગ
  • હાર્ડવેર હેકિંગ
  • લીનક્સ
  • માલવેર (વાઇરસ, ટ્રોજન વગેરે)
  • નેટવર્ક હેકિંગ
  • પાસવર્ડ ક્રેકિંગ
  • સેલફોન હેકિંગ
  • સાયબરક્રાઇમ અને બીજા ઘણા ઘણા…

જ્યારે પણ તમે હેકિંગ શીખવાનું શરુ કરો ત્યારે તમે પહેલા કોઈ પણ એક વિષયને પકડો અને એમાં જ આગળ વધો. જ્યારે મેં શીખવાનું શરુ કરેલું ત્યારે મારે જલદીથી બધું જ શીખી લેવું હતું અને એટલા માટે જ હું બધું ફટાફટ ઉપરછેલ્લું વાંચી ગયેલો. બે મહિના પછી સમજાયું કે મોટા ભાગના વિષયોની મને ખાલી મૂળભૂત માહિતી જ ખબર હતી. તેની પાછળનું લોજિક તો કંઈ ખબર જ ન હતી અને તેનો રિયલ લાઇફમાં પણ કઈ રીતે ઉપયોગ થાય એ પણ કશી ખબર ન પડી. ત્યાર બાદ મેં અમુક ચોક્કસ વિષય પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને એમાં ઊંડા ઊતારવાનું શરુ કર્યું ત્યારે ખબર પડી કે ઉપરછલ્લા જ્ઞાનથી કોઈ લાભ થતો નથી.

જ્યારે તમે હેકિંગ શીખવાનું શ‚ કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે હેકિંગમાં ઉપયોગી સોફ્ટવેરનો ભંડાર ઇન્ટરનેટ પર હાજર છે, પરંતુ આમાંથી તમારા માટે ખરેખર ઉપયોગી સોફ્ટવેર ક્યા છે તે જાણકારી લઈ અને તે કઈ રીતે કામ કરે છે? શા માટે કરે છે તે જાણવું જરૂરી છે. જો આ સોફ્ટવેર ડાઉનલોડ કરી ને તમે સીધા જ હેકિંગ કરવા મંડી પડો તો તમે સાચા હેકર ના કહેવાઓ. આ બધા સોફ્ટવેર કઈ રીતે કામ કરે છે અને તેનો મુખ્ય હેતુ, તેની કાર્ય કરવાની પદ્ધતિ વગેરે જાણ્યા પછી જ તમારા મગજના દરવાજા ખૂલશે અને ત્યારે જ તમે જે તે સોફ્ટવેરની પાછળનો મુખ્ય સિદ્ધાંત તેની મયર્દિા શી છે તે જાણી શકશો અને ખાસ તો તેનો ઉપયોગ કાયદેસર છે કે ગેરકાયદે એ જાણી લેવું જ‚રુરી છે.

હેકિંગ શીખવાનું શ‚ કરો ત્યારે કોઈ પણ એક વિષય પર રિસર્ચ કરો. સ્માર્ટ હેકર હંમેશાં પોતાની રીતે જ રિસર્ચ કરીને જ માહિતી મેળવતા હોય છે, હા… એમાં કોઈ ને કોઈનું માર્ગદર્શન જરૂર મેળવતા હોય છે, પણ નાની નાની વસ્તુઓ માટે તો હેકિંગ માટે સેલ્ફ લર્નિંગ જ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને તેનો ફાયદો એ છે કે તમે સામાન્ય કરતાં ૧૦ ગણું શીખી શકશો અને કદાચ કોઈ માર્ગદર્શક ના પણ હોય, આપણો બેસ્ટ ફ્રેન્ડ ગૂગલ તો છે જ…!!!

પ્રોગ્રામિંગનું નોલેજ : આખરે, તમારે પ્રોગ્રામિંગ તો શીખવું જ રહ્યું. પ્રોગ્રામિંગ શીખી જવાથી તમે એક હેકરની જેમ ઘણું બધું કરવા માટે સમર્થ હશો. તમે જો શીખી ગયા કે પ્રોગ્રામ કેમ અને કેવી રીતે કામ કરે છે તો તમે પોતે જાણી શકશો કે વેબસાઇટ કે સોફ્ટવેરની ખામીઓ કઈ કઈ છે અને તમે જાતે પણ પ્રોગ્રામ્સ બનાવી શકશો. પ્રોગ્રામિંગ આવડી જવાથી તમને હેકિંગના ફિલ્ડમાં આધુનિક અને લેટેસ્ટ ટોપિક શીખી શકશો. કદાચ પ્રોગ્રામિંગ તમને કંટાળાજનક લાગે પણ તેના વિના ક્યારેય તમે એક સફળ હેકર નહીં બની શકો કેમ કે તેમાંથી જ તમે કેવી રીતે ક્રિમિનલ્સથી બચવું, કઈ રીતે એટેક કરવો, પોતાની સિસ્ટમ કે નેટવર્કને વાઇરસ વગેરેથી બચાવવી વગેરે આવડશે.

ઓપરેટિંગ સિસ્ટમની જાણકારી : તમારા દિમાગને ક્યારેય એક જ ઓપરેટટિંગ સિસ્ટમ પૂરતું મર્યિદિત ના રાખો. લીનક્સ શીખો. ઇન્ટરનેટ પર રહેલાં લાખો સર્વર્સ લીનક્સ પર ચાલે છે અને એટલે લીનક્સ કઈ રીતે કામ કરે છે તે જાણવું જરપરી છે. સાથોસાથ માર્કેટના ટ્રેન્ડ પ્રમાણે એપલના ધરખમ વેચાણને લીધે તેની ખફભ ઓપરેટિંગ સિસ્ટમ વિષે પણ માહિતી હોય તો વધુ સારું.

વાંચન : હેકિંગ શીખવા માટે ઘણા પ્રખ્યાત લેખકોની ઘણી બુક્સ બજારમાં ઉપલબ્ધ છે ઉપરાંત ઇન્ટરનેટ ઉપર પણ શ્રેષ્ઠ બુક્સનો ખજાનો હાજર છે જે તમને ફ્રી અથવા તો પેમેન્ટ કરીને મળી શકશે. પુસ્તકો વાંચવા ઉપરાંત તમારે હેકિંગની કોમ્યુનિટી ધરાવતી વેબસાઇટ્સ પણ જોવી જોઈએ. શ્રેષ્ઠ હેકર્સની કોમ્યુનિટિ પરથી તમને ઘણું ઘણું નવું જાણવા મળે છે અને તમે તમારા ફિલ્ડથી હંમેશાં અપડેટ રહો છો. હેકિંગ પરના બ્લોગ્સ અથવા ન્યૂઝ સાઇટ જોઈન કરી શકો. ગૂગલ ફીડરનો ઉપયોગ કરો.

બીજો એક ઉપાય કહું છું. જ્યારે પણ તમને કંઈક નવું શીખવા કે જાણવા મળે ત્યારે તેના પર પ્રોગ્રામ બનાવો, તે અંગે કોઈ બ્લોગ કે આર્ટિકલ લખો. વીડિયો બનાવો, હેકિંગ ફિલ્ડમાં રસ ધરાવતા મિત્રો સાથે ચર્ચા કરો. ટૂંકમાં તમારી બુદ્ધિ રૂપી કુહાડીની નિયમિત ધાર કાઢતા રહો.

તો હવે તમને ખબર છે કે એક હેકર બનવા માટે શું કરવું પડશે, જો આ બધું કરવા તૈયાર હો તો આ ફિલ્ડમાં તમારું સ્વાગત છે. જુઓ, જાણો, સમજો અને શીખો. છેલ્લે એક વાત કહી દઉં મિત્રો, કે પોતાનું જ્ઞાન અને આવડતનો ઉપયોગ હંમેશાં સારા માર્ગે, કોઈ ને મદદ‚પ થવા માટે કરવો જોઈએ. જો એમ કરશો તો ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ જો કોઈ ખોટા કામમાં સપડાઈ જશો તો પરિણામ ગંભીર આવી શકે. બંદૂક સૈનિક પાસે પણ હોય છે અને આતંકવાદી પાસે પણ… પણ કોનો ઉપયોગ સમાજના હિત માટે છે એ આપણે બધા જાણીએ છીએ.

આ વિષય અંગે આપના પ્રશ્રો તથા પ્રતિભાવો મને આપ ફોન કે ઈ-મેઇલ દ્વારા જણાવી શકો છો કે મારા બ્લોગમાં જોડાઈને પણ આ ફિલ્ડ વિષે રસપ્રદ માહિતી મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!